World

116 વર્ષમાં પહેલી વાર અમેરિકન પ્રમુખને આ સંમેલનમાં આમંત્રણ ન મળ્યું, જાણો તેની પાછળનું કારણ

By GS TEAM
17 Jun 20252 mins read
TukuTouch Logo
વંશીય ભેદભાવ સામે કામ કરતું અમેરિકાનું સૌથી મોટું સંગઠન NAACP એ સોમવારે જાહેરાત કરી હતી કે, અમે આ વર્ષે અમારા સંમેલનમાં ડોનાલ્ડ ટ્રમ્પને આમંત્રણ નહીં આપીશું. આ સાથે જ 116 વર્ષમાં આ પહેલી વાર બનશે જ્યારે કોઈ અમેરિકન પ્રમુખ આ સંમેલનનો હિસ્સો નહીં હશે. આ જૂથે કહ્યું કે, અમે આવતા મહિને ઉત્તર કેરોલિનાના શાર્લોટમાં યોજાનાર અમારા રાષ્ટ્રીય સંમેલનમાં ટ્રમ્પને આમંત્રણ નહીં આપીશું.

Summarized by AI; it may make mistakes. Check important info

116 વર્ષમાં પહેલી વાર અમેરિકન પ્રમુખને આ સંમેલનમાં આમંત્રણ ન મળ્યું, જાણો તેની પાછળનું કારણ

Image Source: Twitter

Donald Trump not invited to the NAACP Convention: વંશીય ભેદભાવ સામે કામ કરતું અમેરિકાનું સૌથી મોટું સંગઠન NAACP એ સોમવારે જાહેરાત કરી હતી કે, અમે આ વર્ષે અમારા સંમેલનમાં ડોનાલ્ડ ટ્રમ્પને આમંત્રણ નહીં આપીશું. આ સાથે જ 116 વર્ષમાં આ પહેલી વાર બનશે જ્યારે કોઈ અમેરિકન પ્રમુખ આ સંમેલનનો હિસ્સો નહીં હશે. આ જૂથે કહ્યું કે, અમે આવતા મહિને નોર્થ કેરોલિનાના શાર્લોટમાં યોજાનાર અમારા રાષ્ટ્રીય સંમેલનમાં ટ્રમ્પને આમંત્રણ નહીં આપીશું. 

સંગઠને ટ્રમ્પ પર લગાવ્યો આ આરોપ

NAACPના અધ્યક્ષ ડેરિક ડોનસને સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે ટ્રમ્પ પર મિશન વિરુદ્ધ કામ કરવાનો આરોપ લગાવ્યો. જોનસને એક નિવેદનમાં કહ્યું કે, અમારા સંગઠનને રાજકીય પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી. અમારું મિશન નાગરિકોના અધિકારો માટે કામ કરે છે. પરંતુ વર્તમાન પ્રમુખે સ્પષ્ટ કરી દીધું છે કે, તેમનો હેતુ નાગરિક અધિકારોને ખતમ કરવાનો છે. 

NAACPનો હેતુ શું છે?

નોંધનીય છે કે, 'નેશનલ એસોસિએશન ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ કલર્ડ પીપલ' (National Association for the Advancement of Colored People) એક અમેરિકન નાગરિક અધિકાર સંગઠન છે. તેની સ્થાપના 1909માં થઈ હતી. આ સંગઠનનો હેતુ આફ્રિકન અમેરિકનો સાથે ન્યાયી વ્યવહાર સુનિશ્ચિત કરવાનો અને વંશીય ભેદભાવને ખતમ કરવાનો છે.

આ પણ વાંચો: 'સીઝફાયર નહીં, કંઈક મોટું થવાનું છે', G7 સમિટ અધવચ્ચે છોડ્યા બાદ ટ્રમ્પના નિવેદનથી સસ્પેન્સ

તાજેતરના મહિનાઓમાં NAACP એ ટ્રમ્પ વિરુદ્ધ અનેક કેસ દાખલ કર્યા છે. આ સંગઠને શિક્ષા વિભાગ પર સ્કૂલો માટે ફંડ રોકવા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સંગઠને કહ્યું છે કે, વર્તમાન ટ્રમ્પ સરકાર અશ્વેત વિદ્યાર્થીઓને સમાન તકો પૂરી નથી પાડી રહી.