World

'સીઝફાયર નહીં, કંઈક મોટું થવાનું છે', G7 સમિટ અધવચ્ચે છોડ્યા બાદ ટ્રમ્પના નિવેદનથી સસ્પેન્સ

By GS TEAM
17 Jun 20252 mins read
TukuTouch Logo
કેનેડામાં આયોજિત G7 સમિટને અધવચ્ચે જ અધૂરી મૂકી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટન પરત ફર્યા છે. ટ્રમ્પે પોતાની આ વાપસી પહેલાં જ કંઈક મોટું થવાનો સંકેત આપ્યો છે. તેમણે પોતાની વાપસીનું કારણ મધ્ય-પૂર્વમાં ચાલુ તણાવ આપ્યું છે. જેથી લોકો અટકળો લગાવી રહ્યા છે કે, હવે અમેરિકા ઈરાન વિરુદ્ધ યુદ્ધમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'સીઝફાયર નહીં, કંઈક મોટું થવાનું છે', G7 સમિટ અધવચ્ચે છોડ્યા બાદ ટ્રમ્પના નિવેદનથી સસ્પેન્સ

Trump Leave G7 Summit Citing Middle East: કેનેડામાં આયોજિત G7 સમિટને અધવચ્ચે જ અધૂરી મૂકી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટન પરત ફર્યા છે. ટ્રમ્પે પોતાની આ વાપસી પહેલાં જ કંઈક મોટું થવાનો સંકેત આપ્યો છે. તેમણે પોતાની વાપસીનું કારણ મધ્ય-પૂર્વમાં ચાલુ તણાવ આપ્યું છે. જેથી લોકો અટકળો લગાવી રહ્યા છે કે, હવે અમેરિકા ઈરાન વિરુદ્ધ યુદ્ધમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. 


સીઝફાયર માટે પરત નથી ફર્યા

ટ્રમ્પે કેનેડાથી પરત વોશિંગ્ટન જતી વખતે નિવેદન આપ્યું હતું કે, પ્રશંસા મેળવાની ઇચ્છા રાખતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ભૂલથી કહ્યું છે કે, હું કેનેડામાં G7 શિખર સંમેલન છોડી પરત વોશિંગ્ટન જઈ રહ્યો છું, જેથી ઈરાન- ઇઝરાયલ વચ્ચે સીઝફાયર પર કામ કરી શકું. પરંતુ તે વાત ખોટી છે. તેમને ખબર નથી કે, હું શા માટે વોશિંગ્ટન પરત ફરી રહ્યો છું. પરંતુ નિશ્ચિત રૂપે સીઝફાયર માટે તો નહીં. તેનાથી પણ કંઈક મોટું થવાની શક્યતા છે... જાણી જોઈને અથવા અજાણતાં ઈમેન્યુઅલ હંમેશા ખોટા જ નિવેદનો આપે છે.

યુદ્ધની સ્થિતિ ખરાબ થવાનો ભય

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા પાંચ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. એવામાં ટ્રમ્પના આ પ્રકારના નિવેદન સંકેત આપી રહ્યા છે, બંને દેશો વચ્ચે વધુ ભયાનક યુદ્ધ થશે. કારણકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે, બંને દેશો સીઝફાયર તો કરી રહ્યા નથી. વધુમાં અમેરિકા પણ ઇચ્છતું નથી કે, બંને દેશો વચ્ચે સીઝફાયર થાય. ટ્રમ્પે ઈરાનને ઝૂકવા માટે અનેક અપીલ અને ધમકીઓ આપી છે. પરંતુ ઈરાન ટસનું મસ થઈ રહ્યું નથી. અત્યારસુધી અમેરિકાએ આ યુદ્ધમાં પોતાની દખલગીરી ન હોવાની સ્પષ્ટતા આપી છે. પરંતુ ટ્રમ્પના વર્તમાન નિવેદન પરથી લાગી રહ્યું છે કે, હવે આ યુદ્ધમાં અમેરિકા તટસ્થ રહેવા માગતું નથી. તે ઈરાન વિરુદ્ધ કોઈ મોટું પગલું લઈ શકે છે.

G7માં ઇઝરાયલને જાહેરમાં સમર્થન

G7 સમિટમાં તમામ દેશો ઇઝરાયલને જાહેરમાં સમર્થન આપી રહ્યા છે. ઈરાન પર તણાવ ઘટાડવા પ્રેશર બનાવી રહ્યા છે. G7ના સભ્યોએ ઈરાનને સલાહ આપી છે કે, ઈરાન પરમાણુ હથિયાર બનાવી શકે નહીં. ઇઝરાયલ પોતાના સ્વરક્ષણ માટે પગલાં લેવા હકદાર છે. આ શિખર સંમેલનમાં ઇઝરાયલને જાહેરમાં સમર્થન મળી રહ્યું છે. એવામાં ઇઝરાયલ ઈરાન પર વધુ જોર સાથે હુમલાઓ કરવા સક્ષમ બન્યું છે.