Get The App

'8 વર્ષના શાસનમાં ઓબામાએ કંઈ ના કર્યું, તોય નોબેલ મળ્યો...', ડોનાલ્ડ ટ્રમ્પનું ફરી દર્દ છલકાયું

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
Donald Trump Nobel Peace Prize Nomination


Donald Trump Nobel Peace Prize Nomination: નોબેલ શાંતિ પુરસ્કાર એ આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યક્તિઓ અને સંગઠનોને આપવામાં આવતાં સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંનો એક છે. પાકિસ્તાન તેમજ ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ પુરસ્કાર માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામાંકન કર્યું છે. જેની હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે. જો ટ્રમ્પ જીતે છે, તો તેઓ થિયોડોર રુઝવેલ્ટ, વુડરો વિલ્સન, જિમી કાર્ટર અને બરાક ઓબામા પછી યાદીમાં પાંચમા અમેરિકન પ્રમુખ બનશે. 

ઓબામાને અમેરિકન પ્રમુખ બન્યાના થોડા સમયમાં જ મળ્યો હતો પુરસ્કાર 

ઓબામાને અમેરિકન પ્રમુખ બન્યાના થોડા મહિના પછી જ આ પુરસ્કાર મળ્યો હતો. આ અંગે ઘણી પ્રતિક્રિયાઓ આવી હતી. તેમજ 1994માં, જ્યારે પેલેસ્ટિનિયન નેતા યાસર અરાફાતે ઇઝરાયલના શિમોન પેરેસ અને યિત્ઝાક રાબીન સાથે નોબેલ શાંતિ પુરસ્કાર શેર કર્યો ત્યારે એક સભ્યએ રાજીનામું આપ્યું હતું. 

નોબેલ શાંતિ પુરસ્કાર આપતી નોર્વેજીયન નોબેલ સમિતિ આ પુરસ્કાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાં નોર્વેજીયન સંસદ દ્વારા નિયુક્ત પાંચ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. હાલમાં આ સમિતિનું નેતૃત્વ PEN ઇન્ટરનેશનલની નોર્વેજીયન શાખાના વડા દ્વારા કરવામાં આવે છે.

ટ્રમ્પ પોતે નોબેલ માટે લોબિંગ કરી રહ્યા છે

આ પુરસ્કાર માટે નામાંકિત થયા બાદ ટ્રમ્પ ઉત્સાહિત છે. તેમણે આ નામાંકન માટે ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની પણ પ્રશંસા કરી હતી.

ટ્રમ્પ લાંબા સમયથી પોતાને આ પુરસ્કાર માટે દાવેદાર માનતા હતા. ફેબ્રુઆરીમાં બેન્જામિન સાથેની મુલાકાત દરમિયાન, ટ્રમ્પે કહ્યું, 'તેઓ મને ક્યારેય નોબેલ શાંતિ પુરસ્કાર નહીં આપે, આ ​​ખૂબ જ ખોટું છે, પરંતુ હું તેને લાયક છું, પરંતુ તેઓ મને તે નહીં આપે.'

તે પછી, જૂનમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ થયું, આ યુદ્ધ પછી ઇઝરાયલે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કર્યા. ટ્રમ્પને 2018, 2020 અને 2021માં નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ઈટાલીના મિલાન એરપોર્ટ પર બની દર્દનાક ઘટના, વિમાનના એન્જિનમાં માણસ ખેંચાઈ જતાં મોત

8 જુલાઈના રોજ એક રેલીમાં, ટ્રમ્પે કહ્યું, 'અમે એક એવા કરાર પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છીએ જે ઘણા દાયકાઓમાં હસ્તાક્ષરિત થયો નથી. આ શાંતિનો પ્રયાસ છે અને તે ઇઝરાયલના પ્રયાસોનું પરિણામ છે. આ એવી બાબતો છે જે કોઈએ વિચાર્યું પણ ન હતું કે કરી શકાય. હું આ ઘમંડી રીતે નથી કહી રહ્યો, પરંતુ મને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યો હતો. હવે મારે તમને કહેવું પડશે કે આ એક મોટી વાત છે અને અન્ય નેટવર્ક્સ અને મોટાભાગના સમાચારોએ તેને આવરી લીધું ન હતું. શું તમે કલ્પના કરી શકો છો? જ્યારે ઓબામા પદ પર આવ્યા, ત્યારે તેઓએ કહ્યું, 'અમે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર આપવા જઈ રહ્યા છીએ.' ઓબામાએ કહ્યું, 'મેં શું કર્યું? મેં કંઈ કર્યું નથી.' તેમણે આઠ વર્ષ સુધી કંઈ કર્યું નહીં, સાચે.'

આ મામલે ટ્રમ્પે વધુમાં કહ્યું કે, 'તેમણે થોડા જ સમયમાં ઓબામાને નોબેલ આપી દીધો. બસ થોડા જ સમયમાં... અને મારી સાથે... મેં ઘણું બધું કર્યું, મેં આટલા બધા અલગ અલગ મોર્ચે ઘણું બધું કર્યું.' 

'8 વર્ષના શાસનમાં ઓબામાએ કંઈ ના કર્યું, તોય નોબેલ મળ્યો...', ડોનાલ્ડ ટ્રમ્પનું ફરી દર્દ છલકાયું 2 - image

Tags :