Get The App

ગાઝાનું ભવિષ્ય અમેરિકાના હાથમાં ! મોટી બેઠક કરવાની તૈયારીમાં ટ્રમ્પ

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
ગાઝાનું ભવિષ્ય અમેરિકાના હાથમાં ! મોટી બેઠક કરવાની તૈયારીમાં ટ્રમ્પ 1 - image

Israel-Gaza War : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગાઝામાં યુદ્ધ પછીની પરિસ્થિતિ અને તેના સંચાલન માટેની એક વ્યાપક યોજના પર ચર્ચા કરવા વ્હાઈટ હાઉસમાં એક મોટી બેઠક યોજવાના છે. આ જાણકારી ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફે ફૉક્સ ન્યૂઝ સાથેની મુલાકાતમાં આપી છે. ફોક્સે કહ્યું છે કે, આ યોજના માનવતાવાદી અને ખૂબ જ મહત્ત્વની છે. ટ્રમ્પ યુદ્ધવિરામ સમજૂતા માટે પણ પ્રયાસ કરી રહ્યા છે, અને આ બેઠક તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હોઈ શકે છે. જોકે, તેમણે આ યોજનાની વિગતો અંગે વધુ માહિતી આપી નહોતી. 

ટ્રમ્પે ઈઝરાયલનો બચાવ કર્યો હતો

તાજેતરમાં, ટ્રમ્પે (US President Donald Trump) ગાઝામાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 7 ઓક્ટોબર-2023માં ઈઝરાયલમાં ખૂબ જ ખરાબ થયું હતું. હમાસના આતંકવાદીઓએ ત્યાં તબાહી મચાવી હતી, તેના કારણે જ ગાઝામાં યુદ્ધ ચાલી રહ્યું છે.

બીજી તરફ, ગાઝામાં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. ગાઝાના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, ઈઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં 62,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને લગભગ દોઢ લાખ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગાઝામાં ભૂખમરાનું સંકટ પણ વધી રહ્યું છે. ઈઝરાયલ પર આંતરરાષ્ટ્રીય અદાલતોમાં યુદ્ધ અપરાધો અને નરસંહારના આરોપો પણ લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ટ્રમ્પનું બેવડું વલણ: ભારત પર ટેરિફ ઝીંકી ખુદ અમેરિકાની રશિયા સાથે સોદાબાજી

હમાસના હુમલાના કારણે યુદ્ધ શરૂ થયું

હમાસે 7 ઑક્ટોબર-2023ના રોજ ઈઝરાયલ પર મોટો આતંકી હુમલો કર્યા બાદ આ યુદ્ધ શરૂ થયું હતું. આ હુમલામાં લગભગ 1200 લોકોને મોતને ઘાટ ઉતારાયા હતા, અને 251 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. તેના જવાબમાં ઈઝરાયલે હમાસ સામે સૈન્ય કાર્યવાહી શરૂ કરી, જે હજુ પણ ચાલુ છે.

આ પણ વાંચો : અમેરિકા પર જ ભારે પડશે ટ્રમ્પનો ટેરિફ! મોંઘવારી અને બેરોજગારીના કારણે સંતુલન બનાવવું અઘરું