World

200 વર્ષ બાદ વ્હાઈટ હાઉસમાં મોટો બદલાવ: રૂ.1800 કરોડના ખર્ચે ખાસ 'બૉલરૂમ' બનાવડાવશે ટ્રમ્પ, જાણો ખાસિયત

By GS TEAM
1 Aug 20253 mins read
TukuTouch Logo
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર કરવા માટે વ્હાઈટ હાઉસમાં ધરમૂળથી ફેરફાર કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલીન લેટિવે કહ્યું કે, ‘વ્હાઈટ હાઉસમાં 200 મિલિયન ડૉલર (લગભગ 1800 કરોડ રૂપિયા)ના ખર્ચે એક ભવ્ય બૉલરૂમ બનાવવામાં આવશે.’ ટ્રમ્પનો આ વિચાર કોઈ નવો નથી. જ્યારે ટ્રમ્પ 2016માં બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે તેમણે ઓફર આપી હતી કે, તેઓ પોતાની 100 મિલિયન ડૉલરની વ્યક્તિગત રકમથી વ્હાઈટ હાઉસ માટે એક નવો બૉલરૂમ બનાવવા ઈચ્છે છે. તે વખતે ઓબામા તંત્રએ તેમનો પ્રસ્તાવ ગંભીરતાથી લીધો ન હતો. જોકે હવે આઠ વર્ષ બાદ આ પ્રસ્તાવ હકીકત બનવા જઈ રહ્યો છે અને આ વખતે તો ટ્રમ્પ પોતે રાષ્ટ્રપ્રમુખ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

200 વર્ષ બાદ વ્હાઈટ હાઉસમાં મોટો બદલાવ: રૂ.1800 કરોડના ખર્ચે ખાસ 'બૉલરૂમ' બનાવડાવશે ટ્રમ્પ, જાણો ખાસિયત

White House New Ballroom Construction : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર કરવા માટે વ્હાઈટ હાઉસમાં ધરમૂળથી ફેરફાર કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલીન લેટિવે કહ્યું કે, ‘વ્હાઈટ હાઉસમાં 200 મિલિયન ડૉલર (લગભગ 1800 કરોડ રૂપિયા)ના ખર્ચે એક ભવ્ય બૉલરૂમ બનાવવામાં આવશે.’ ટ્રમ્પનો આ વિચાર કોઈ નવો નથી. જ્યારે ટ્રમ્પ 2016માં બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે તેમણે ઓફર આપી હતી કે, તેઓ પોતાની 100 મિલિયન ડૉલરની વ્યક્તિગત રકમથી વ્હાઈટ હાઉસ માટે એક નવો બૉલરૂમ બનાવવા ઈચ્છે છે. તે વખતે ઓબામા તંત્રએ તેમનો પ્રસ્તાવ ગંભીરતાથી લીધો ન હતો. જોકે હવે આઠ વર્ષ બાદ આ પ્રસ્તાવ હકીકત બનવા જઈ રહ્યો છે અને આ વખતે તો ટ્રમ્પ પોતે રાષ્ટ્રપ્રમુખ છે.

નવો બૉલરૂમ બનાવવામાં અનેક પડકારો

આમ તો ટ્રમ્પની વ્હાઈટ હાઉસમાં ભવ્યાતિભવ્ય બૉલરૂમ બનાવવાની વર્ષોથી ઈચ્છા છે, પરંતુ તેમણે એમ કહ્યું છે કે, વ્હાઇટ હાઉસમાં આધુનિક, વિશાળ અને ભવ્ય બોલરૂમની જરૂર છે. તેનો ઉપયોગ મોટા આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ કાર્યક્રમો, સમિટ, પ્રેસ કોન્ફરન્સ અને ગ્રાન્ડ ડિનર માટે થઈ શકે છે. આનાથી રાષ્ટ્રપતિને વિદેશી નેતાઓ અને ઉચ્ચ કક્ષાના મહેમાનોનું સન્માન કરવામાં વધુ સુવિધા મળશે. વ્હાઇટ હાઉસ એક ઐતિહાસિક ઈમારત હોવાથી, તેના બાંધકામ અને નવીનીકરણના કામ માટે કડક કાયદાઓ અને નિયમનોનું પાલન કરવું પડે છે. કોઈપણ મોટા ફેરફાર માટે સત્તાવાર મંજૂરી મેળવવી જરૂરી હોય છે. તેથી, આ પ્રોજેક્ટનો અમલ થવામાં ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે.

90,000 વર્ગ ફૂટમાં બનશે નવો બૉલરૂમ

નવો બૉલરૂમ વ્હાઈટ હાઉસના ઈસ્ટ વિંગ પાસે બનશે. હાલ અહીં અમેરિકાની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ અને કેટલાક સ્ટાફની ઓફિસો છે. લેટિવના જણાવ્યા મુજબ, નવો બૉલરૂમ લગભગ 90 હજાર વર્ગ ફૂટ વિસ્તારમાં બનાવાસે, જેમાં લગભગ 650 લોકોની બેસવાની ક્ષમતા હશે. હાલ વ્હાઈટ હાઉસના ઈસ્ટ રૂમમાં ઔપચારિક આયોજન કરવામાં આવે છે, જ્યાં માત્ર 200 લોકોને બેસવાની ક્ષમતા છે. આ પ્રોજેક્ટ વ્યક્તિગત દાનમાંથી બનાવાશે, જેમાં સૌથી વધુ ટ્રમ્પનું યોગદાન છે. અન્ય દાતાઓના નામ હાલ જાહેર કરવામાં આવ્યા નથી. તેનું નિર્માણ સપ્ટેમ્બર-2025માં થવાની સંભાવના છે અને જાન્યુઆરી-2029માં ટ્રમ્પનો કાર્યકાળ ખતમ થયા પહેલા પૂરો થઈ જશે.

આ પણ વાંચો : કેમ ભારતથી નારાજ થઈ ટેરિફ ઝીંકી રહ્યા છે ટ્રમ્પ? અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટે આપ્યો જવાબ

બ્રિટિશ સૈનિકોએ 1812માં વ્હાઈટ હાઉસ સળગાવી દીધું હતું

વ્હાઇટ હાઉસ એ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન અને મુખ્ય કાર્યસ્થળ છે. તે વોશિંગ્ટન ડી.સી.માં આવેલું છે અને અમેરિકન સરકારના કાર્યકારી અંગનું પ્રતીક છે. તેનું નિર્માણ 1792 માં શરૂ થયું હતું અને તેને આઇરિશ મૂળના આર્કિટેક્ટ જેમ્સ હોબાન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. અમેરિકાના બીજા રાષ્ટ્રપતિ જ્હોન એડમ્સ અને તેમના પત્ની એબીગેલ 1800માં અહીં રહેવા આવ્યા હતા. ઈમારતને 1812 ના યુદ્ધ દરમિયાન બ્રિટિશ સૈનિકો દ્વારા બાળી નાખવામાં આવી હતી. ત્યારબાદ તેનું સમારકામ કરવામાં આવ્યું અને તેને સફેદ રંગથી રંગવામાં આવ્યું. રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટે 1901 માં તેને સત્તાવાર રીતે "વ્હાઇટ હાઉસ" નામ આપ્યું હતું.

વ્હાઈટ હાઉસમાં સૌથી મહત્ત્વનો વિભાગ વેસ્ટ વિંગ

વ્હાઇટ હાઉસ એક મોટી ઇમારત છે, જેમાં અનેક વિભાગો છે જે વિવિધ કાર્યો માટે ઉપયોગમાં લેવાય છે. વેસ્ટ વિંગ સૌથી મહત્વનો વિભાગ છે, જ્યાં રાષ્ટ્રપતિની મુખ્ય ઓફિસ એટલે કે ઓવલ ઓફિસ (Oval Office) આવેલી છે. આ ઉપરાંત, અહીં રાષ્ટ્રપતિના સ્ટાફની ઓફિસો, કેબિનેટ રૂમ અને સિચ્યુએશન રૂમ પણ છે, જ્યાં રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ બેઠકો યોજાય છે. ઇસ્ટ વિંગમાં પ્રથમ મહિલાની ઓફિસ અને તેમના સ્ટાફનું કાર્યસ્થળ આવેલું છે. આ ઉપરાંત, અહીં પ્રેસ કોન્ફરન્સ રૂમ, મુલાકાતીઓ માટેનું સ્વાગત કેન્દ્ર અને વ્હાઇટ હાઉસ થિયેટર પણ છે. મુખ્ય નિવાસમાં રાષ્ટ્રપતિ અને તેમનો પરિવાર રહે છે. અહીં સ્ટેટ ડાઇનિંગ રૂમ, બ્લુ રૂમ, રેડ રૂમ અને ગ્રીન રૂમ જેવા ઐતિહાસિક રૂમ આવેલા છે.

આ પણ વાંચો : ઉત્તર પ્રદેશમાં ભયાનક અકસ્માત, ટ્રકે કારને ફંગોળતા એક જ પરિવારના પાંચ લોકોના મોત