Get The App

અલ કાયદાની હિટલિસ્ટથી દુનિયાભરમાં ખળભળાટ, ટ્રમ્પ-મસ્ક સહિત અમેરિકાના નેતાઓના પણ નામ

Updated: Jun 11th, 2025

GS TEAM


Google News
Google News
અલ કાયદાની હિટલિસ્ટથી દુનિયાભરમાં ખળભળાટ, ટ્રમ્પ-મસ્ક સહિત અમેરિકાના નેતાઓના પણ નામ 1 - image


Al-Qaeda leader threatens Trump And Musk: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અલ કાયદા ઇન અરેબિયન પેનિનસુલા (AQAP)એ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.  પરંતુ અમેરિકા દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ નિવેદન સામે આવ્યું નથી. જો કે, એક્યુએપી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત અન્ય લોકોના નામ પણ છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં આ ધમકીનું કારણ ગાઝામાં થઈ રહેલી હિંસા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

અલ કાયદાની હિટલિસ્ટમાં આ લોકોના નામ!

અહેવાલો અનુસાર, અલ કાયદાની યમન શાખાએ ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અમેરિકાની ભૂમિકા બદલ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કને મારી નાખવાની ધમકી આપી છે. માર્ચ 2024માં એક્યુએપીની કમાન સંભાળનારા સાદ બિન અતાફ અલ અવ્લાકી દ્વારા એક વીડિયો સંદેશ બહાર પાડવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: જહાજમાં ફસાયેલા 14 નાગરિકોને બચાવતા ચીન ગદગદીત, કહ્યું - ભારતીય નેવી તમારો આભાર!


લગભગ અડધા કલાક લાંબા આ વીડિયોમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક ઉપરાંત ઉપપ્રમુખ જેડી વેન્સ, વિદેશ મંત્રી માર્કો રુબિયો, રક્ષા મંત્રી પીટ હેગસેથના ચહેરા દેખાય છે. આ ઉપરાંત, ઇજિપ્ત, જોર્ડન અને ખાડીના આરબ દેશોના નેતાઓને મારી નાખવાની અપીલ છે. આ ઉપરાંત AQAPના વાડાએ અમેરિકામાં રહેતા લોકોને ગાઝામાં ચાલી રહેલા યુદ્ધનો બદલો લેવાની અપીલ કરી છે.

એક્યુએપી અલ કાયદાની સૌથી ખતરનાક શાખા

ઉલ્લેખનીય છે કે, એક્યુએપીને અલ કાયદાની સૌથી ખતરનાક શાખા માનવામાં આવે છે. અમેરિકાએ અલ અવ્લાકી પર 60 લાખ ડોલરનું ઇનામ જાહેર કર્યું છે.

અલ કાયદાની હિટલિસ્ટથી દુનિયાભરમાં ખળભળાટ, ટ્રમ્પ-મસ્ક સહિત અમેરિકાના નેતાઓના પણ નામ 2 - image

Tags :