પ્રમુખ પદનાં ચુંટણી સર્વેમાં જો બિડેનથી ડોનાલ્ડ ટ્રમ્પ સતત પાછળ
આ સર્વેમાં રજીસ્ટર્ડ મતદાતાઓમાંથી 52 ટકા મતદાતાઓએ બિડેનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો
વોંશિગ્ટન, 16 જુલાઇ 2020 ગુરૂવાર
ક્વિનિપિયાક યુનિવર્સિટીનાં એક રાષ્ટ્રિય સર્વેમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, પુર્વ ઉપપ્રમુખ જો બિડેનથી 15 અંકથી પાછળ છે, આ સર્વેમાં પ્રમુખ માટે એક ખરાબ સમાચાર એ પણ છે કે લોકોનાં જણાવ્યા પ્રમાણે ટ્રમ્પ અર્થતંત્રનાં મોરચે નિષ્ફળ રહ્યા છે, જ્યારે ટ્રમ્પે ચુટણીમાં શ્રેષ્ઠ અર્થતંત્રનો મુદ્દો બનાવ્યો છે. આ સર્વેમાં રજીસ્ટર્ડ મતદાતાઓમાંથી 52 ટકા મતદાતાઓએ કહ્યું કે સામાન્ય ચુટણીમાં બિડેનનું સમર્થન કરશે, જ્યારે માત્ર 37 ટકા મતદાતાઓએ ટ્રમ્પને સમર્થનની વાત કહી.
બુધવારે NBC/WSJનાં સર્વેમાં પણ બિડેન, ટ્રમ્પથી આગળ જોવા મળી રહ્યા છે, આ દિવસોમાં તેમની વચ્ચે જીતનું અંતર વધી રહ્યું છે, આ સર્વેક્ષણમાં બિડેનને 51% મતદાતાઓનું સમર્થન ટ્રમ્પને માત્ર 40% મતદાતાઓનું સમર્થન મળ્યું, NBC/WSJ નાં જુનમાં થયેલા સર્વેક્ષણમાં પણ બિડેનને 49% અને ટ્રમ્પને 42% સમર્થન મળ્યું હતું, આ સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે અમેરિકાની પ્રજા અર્થતંત્રનાં મુદ્દે ટ્રમ્પનાં નિરાસાજનક પ્રદર્શનથી નારાજ છે. અને નારાજગી નેગેટીવ સમિક્ષા સ્વરૂપે સામે આવી રહી છે.
ક્વિનિપિયાકનાં પહેલા સર્વેમાં મતદાતાઓએ અર્થતંત્રનાં મુદ્દે ટ્રમ્પને સ્પષ્ટ પોઝિટિવ રેટિંગ આપી હતી. આ સર્વેમાં 53% મતદાતાઓએ ટ્ર્મ્પને પ્રમુખનાં રૂપમાં જોવાનું પ્રદર્શનનો અસ્વિકાર કરી દિધો છે, નસ્લવાદ અને કોરોના વાયરસનાં મુદ્દા પર પણ અમેરિકાની પ્રજા અસફળ માની રહી છે. ત્યાં જ ટ્રમ્પ 60 ટકા મતદારો ટ્રમ્પને નિષ્ફળ માની રહ્યા છે.