World

ઈરાન દ્વારા કતારમાં અમેરિકન એરબેઝ પર હુમલા બાદ ટ્રમ્પ એક્શનમાં, બોલાવી મોટી બેઠક

By GS TEAM
23 Jun 20253 mins read
TukuTouch Logo
અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર હુમલા કર્યા, ત્યારબાદ ટ્રમ્પ સરકારને આશંકા હતી કે, ઈરાન હુમલો કરશે અને હવે ઈરાને વળતો જવાબ આપી દીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઈરાને કતારમાં અમેરિકન સૈન્ય ઠેકાણો પર હુમલો કર્યો છે, જેના કારણે ટ્રમ્પ ભડકી ગયા છે. રિપોર્ટ મુજબ ઈરાનના હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક્શન મોડમાં આવી ગયા છે અને તાબડતોબ બેઠકો શરૂ કરી દીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન દ્વારા કતારમાં અમેરિકન એરબેઝ પર હુમલા બાદ ટ્રમ્પ એક્શનમાં, બોલાવી મોટી બેઠક

Donald Trump In Action Mode After Iran Attack On Qatar : અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર હુમલા કર્યા, ત્યારબાદ ટ્રમ્પ સરકારને આશંકા હતી કે, ઈરાન હુમલો કરશે અને હવે ઈરાને વળતો જવાબ આપી દીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઈરાને કતારમાં અમેરિકન સૈન્ય ઠેકાણો પર હુમલો કર્યો છે, જેના કારણે ટ્રમ્પ ભડકી ગયા છે. રિપોર્ટ મુજબ ઈરાનના હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક્શન મોડમાં આવી ગયા છે અને તાબડતોબ બેઠકો શરૂ કરી દીધી છે.

ઈરાને હુમલો કર્યા બાદ ટ્રમ્પની તાબડતોડ બેઠક

રૉયટર્સના જણાવ્યા મુજબ, ટ્રમ્પે સિચુએશન રૂમમાં સંરક્ષણ સચિવ અને અન્ય ટોચના અધિકારીઓ સાથે મોટી બેઠક કરી રહ્યા છે. બીજીતરફ કતારે કહ્યું છે કે, ‘ઈરાને દોહામાં અમેરિકન એરબેઝ પર હુમલો કર્યો છે. જોકે તેમાં કોઈ નુકસાન થયું નથી. કતારે ચેતવણી આપી છે કે, આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ અમને ઈરાન પર વળતો જવાબ આપવાનો અધિકાર છે. કતારને ઈરાની હુમલાની આશંકા હોવાથી, તેણે પહેલાથી જ એરસ્પેસ બંધ કરી દીધા હતા.

ઈરાને અમેરિકન એરબેઝ પર છ મિસાઈલો ઝિંકી

ઈઝરાયલ સાથે યુદ્ધ લડી રહેલા ઈરાને અમેરિકાને વળતો જવાબ આપ્યો છે. તેણે કતારમાં અમેરિકન એરબેઝ પર ભયાનક હુમલો કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઈરાને અમેરિકન એરબેઝ પર છ મિસાઈલો ઝિંકી છે. એવું કહેવાય છે કે, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, તેનો અવાજ દોહા સુધી સંભળાયો છે.

આ પણ જુઓ : VIDEO : ઈરાનનો અમેરિકન એરબેઝ પર હુમલો, કતાર-બેહરીન-કુવૈતમાં ઝિંકી મિસાઈલો, ભારતે જાહેર કર્યું એલર્ટ

ઈરાને ઈરાક અને કતારમાં મિસાઈલો ઝિંકી, ઈઝરાયલનો દાવો

ઈઝરાયલે દાવો કર્યો છે કે, ઈરાને ઈરાક અને કતારમાં મિસાઈલો ઝિંકી છે. રિપોર્ટ મુજબ, કતારમાં અમેરિકાના અલ ઉદીદ એર બેઝ પર અનેક બેલેસ્ટિક મિસાઈલો ઝિંકવામાં આવી છે. ઈરાકમાં પણ અમેરિકન ઠેકાણાઓ પર હુમલો કર્યો હોવાના સમાચારો સામે આવ્યા છે. મધ્ય-પૂર્વમાં અમેરિકાનું સૌથી મોટું લશ્કરી મથક કતારમાં આવેલું છે, જેમાં 10,000થી વધુ કર્મચારી હોવાનું કહેવાઈ રહ્યું છે. હુમલા બાત કતારે તેનું એરસ્પેસ બંધ કરી દીધું છે.

કતાર, કુવૈત, ઈરાકમાં અમેરિકન ઠેકાણાને ટાર્ગેટ કરાયા

સૂત્રોના જણાવ્યા મૂજબ ઈરાને અમેરિકાને વળતો જવાબ આપવાની શરૂઆત કરી દીધી છે. તેણે કતાર, કુવૈત અને ઈરાક સ્થિત અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલો ઝિંકી છે. કતારની રાજધાની દોહામાં ભાયનક વિસ્ફોટોનો અવાજ સંભળાયા છે. ઈરાન કતારમાં અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરશે, તેવી અટકળો લગાવાઈ હતી, ત્યારે આ હુમલો કરવામાં આવ્યો છે. મહત્ત્વની વાત એ છે કે, કે, કતારે અગાઉ જ અગમચેતીના ભાગરુપે તેના એરસ્પેસ બંધ કરી દીધા છે. અમેરિકાએ પણ પોતાના નાગરિકોને સુરક્ષીત સ્થળે રહેવા કહ્યું છે.

અમેરિકાને હુમલાની આશંકા હતી

એક્સિયોસે એક ઈઝરાયલી અધિકારીને ટાંકીને કહ્યું છે કે, ‘ઈરાને કતાર સ્થિત અમેરિકન સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ કરીને છ મિસાઈલો ઝિંકી છે. આઉલેટે પહેલા જ સંકેત આપ્યા હતા કે, તેહરાન આવા હુમલાની તૈયારીઓ કરી રહ્યું હતું. અમેરિકન અધિકારીએ કહ્યું હતું કે, ‘ઈરાનના સંભવિત હુમલાને ધ્યાને રાખી અમેરિકન સેનાએ મિસાઈલ લોન્ચર તહેનાત કરી દીધા છે. અમેરિકન અધિકારીઓને આશંકા હતી કે, તેણે ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યો હતો, તેથી ઈરાને અમેરિકન સેનાના સંભવિત હુમલાને ધ્યાને રાખી મિસાઈલ લોન્ચર તહેનાત કરી રાખી છે.

‘ઈરાન પરના હુમલાનો જવાબ આપીશું’ હુમલા પહેલા ઈરાનના રાષ્ટ્રપ્રમુખનું ટ્વિટ

કતાર પર હુમલો થાય તે પહેલાં જ ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિઆને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ‘અમે ન તો યુદ્ધ શરૂ કર્યું છે અને ન તો યુદ્ધ ઇચ્છીએ છીએ. પરંતુ અમે ચોક્કસપણે અમારા મહાન ઈરાન પરના હુમલાનો જવાબ આપીશું.’ યુદ્ધના 11મા દિવસે ઈઝરાયલે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે. દાવા મુજબ, તેહરાન અને એવિન જેલમાં સરકારી ઈમારતોને નિશાન બનાવવામાં આવી છે. ઈરાન-નિયંત્રિત હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની પરત ફરવાની શરૂઆત થઈ ગઈ હતી. નિષ્ણાતો કહે છે કે ઈરાન હવે ચૂપ નહીં બેસે. તે અમેરિકન લશ્કરી ઠેકાણાઓ અને ઈઝરાયલ પર વધુ હુમલા કરી શકે છે.

આ પણ જુઓ : VIDEO : ઈરાન મુદ્દે બે સુપરપાવર સામસામે: રશિયાએ મદદની જાહેરાત કરતાં અમેરિકાએ પણ આપ્યો જવાબ