Get The App

'હું રશિયાને નુકસાન નથી પહોંચાડવા માગતો...', ડોનાલ્ડ ટ્રમ્પનું પુતિન અંગે સૌથી મોટું નિવેદન

Updated: Jan 22nd, 2025

GS TEAM

Google News
Google News
Donald Trump and vladimir Putin

Donald Trump Ultimatum To Vladimir Putin : અમેરિકાના 47માં રાષ્ટ્રપ્રમુખ તરીકે સત્તામાં આવતા જ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણી મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી છે. જેમાં ગેરકાયદે પ્રવાસીઓથી લઇને પનામા કેનાલ સુધીના ઘણાં નિર્ણયો સામેલ છે. આ દરમિયાન ટ્રમ્પે હવે રશિયા-યુક્રેન યુદ્ધને લઇને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને અલ્ટીમેટમ આપ્યું છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (22 જાન્યુઆરી) એ સંકેત આપ્યું છે કે, જો વ્લાદિમીર પુતિન યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે વાતચીત કરવા માટે તૈયાર નહીં થાય તો રશિયા પર વધુ પ્રતિબંધો લાદવામાં આવશે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એકસ' પર પોસ્ટ શેર કરી લખ્યું કે, 'હું રશિયાને નુકસાન પહોંચાડવા માંગતો નથી. હું રશિયાના લોકોથી ખૂબ જ પ્રેમ કરૂં છું અને રશિયા, રશિયા, રશિયાના નામે લોકોને મુર્ખ બનાવવાના કટ્ટરવાદી ડાબેરીઓના ષડયંત્રો છતાં રાષ્ટ્રપતિ પુતિન સાતે મારા સંબંધો હંમેશાથી ખૂબ જ સારા રહ્યા છે. '

આ પણ વાંચોઃ શું ટ્રમ્પના આદેશથી ઉપરાષ્ટ્રપતિની ભારત વંશીય પત્ની ઉષા વેન્સની પણ નાગરિકતા છીનવાશે?

હવે યુદ્ધને રોકોઃ ટ્રમ્પ

ટ્રમ્પે વધુમાં કહ્યું કે, 'આપણે ક્યારેય નહીં ભુલવું ન જોઇએ કે રશિયાએ બીજા વિશ્વયુદ્ધને જીતવામાં આપણને મદદ કરી હતી, જેમાં આશરે છ કરોડ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ બધું કહ્યાં બાદ હું રશિયા જેની અર્થવ્યવસ્થા નિષ્ફળ જઇ રહી છે અને રાષ્ટ્રપ્રમુખ પુતિન પર એક મોટો ઉપકાર કરવા જઇ રહ્યો છું. હવે સમજૂતિ કરી લો અને આ નકામા યુદ્ધને અટકાવો. યુદ્ધથી સ્થિતિ વધુને વધુ બગડશે.'

પુતિનને ચિમકી ઉચ્ચારી

પુતિનને ચિમકી ઉચ્ચારતા તેમણે કહ્યું કે, જો આપણ વચ્ચે ટૂંક સમયમાં કોઇ સમજૂતિ નહીં થાય તો મારી પાસે રશિયા તરફથી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને અન્ય સહયોગી દેશોને વેચવામાં આવતી દરેક વસ્તુ પર ઉચ્ચ સ્તરના ટેક્સ, ટેરિફ અને પ્રતિબંધો લગાવવા સિવાય બીજો કોઇ વિકલ્પ વધશે નહીં. ચાલો હવે આ યુદ્ધને ખતમ કરી દઇએ. જો હું રાષ્ટ્રપતિ હોત તો આ યુદ્ધ ક્યારેય શરૂ જ ન થયો હોત. આપણે આને સરળ રીતે કે મુશ્કેલ રીતે કરી શકીએ છે, પરંતુ સરળ રસ્તો હંમેશા યોગ્ય હોય છે. હવે સમજૂતિ કરવાનો સમય આવી ગયો છે. હવે વધુ જીવ ન જવા જોઇએ.'

આ પણ વાંચોઃ ટ્રમ્પે ઝટકો આપ્યો તો ગુસ્સે થયું ચીન, કહ્યું- 'ખુદને બચાવવા માટે અમે કંઈપણ કરીશું'