Get The App

શું ટ્રમ્પના આદેશથી ઉપરાષ્ટ્રપતિની ભારત વંશીય પત્ની ઉષા વેન્સની પણ નાગરિકતા છીનવાશે?

Updated: Jan 22nd, 2025

GS TEAM

Google News
Google News
Usha Vance Birthright Citizenship

Usha Vance Birthright Citizenship: ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળના પહેલા જ દિવસે ઘણા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાંથી એકે ભારે હોબાળો મચાવ્યો હતો. આ આદેશ અમેરિકામાં જન્મજાત નાગરિકતા સમાપ્ત કરવાનો છે. જેના કારણે ટ્રમ્પના આ આદેશથી અમેરિકામાં જન્મેલા ઈમિગ્રન્ટ્સના બાળકોને ઓટોમેટિક નાગરિકતા આપવાની નીતિ ખતમ થઈ જશે. આ આદેશની અસર જેડી વેન્સના પત્નીને પણ અસર થશે, જેના કારણે તેમનું ટેન્શન વધુ ગયું છે.  

ઉષાના જન્મ સમયે તેના માતા-પિતા અમેરિકન નાગરિક ન હતા 

પદ સંભાળ્યા પછી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અથવા દેશમાં કાયદેસર રીતે અસ્થાયી રૂપે રહેતી માતાઓના બાળકો માટે જન્મ અધિકાર નાગરિકતા સમાપ્ત કરવાની યોજનાની જાહેરાત કરી છે. આ આદેશને લઈને હવે પ્રશ્ન એ છે કે શું ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ ઉપરાષ્ટ્રપતિના ભારત વંશીય પત્ની ઉષા વેન્સની પણ નાગરિકતા છીનવાશે? 

આ આદેશના કારણે જેડી વેન્સના પત્ની ઉષા વેન્સની ચિંતા વધારી છે. ઉષા વેન્સના જન્મ સમયે તેમના માતા-પિતા પાસે અમેરિકાની નાગરિકતા ન હતી, જેથી ઉષા વેન્સ ભારતીય મૂળના અમેરિકન નાગરિક છે. જેના કારણે ઉષા પણ તેમની નાગરિકતા ગુમાવી શકે છે. આવા અનુમાન લોકો સોશિયલ મીડિયા પર લગાવી રહ્યા છે. 

ઉષાની નાગરિકતાને લઈને દાવાની સત્યતા

ઉષાની નાગરિકતાને લઈને યુએસએ ટુડેએ એક સ્પષ્ટતા કરી છે. યુએસએ ટુડેના અહેવાલ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પનો આ ઓર્ડર સત્તાવાર રીતે અને સ્પષ્ટપણે જણાવે છે કે, 'આ ફક્ત તે જ વ્યક્તિઓને લાગુ પડશે જેઓ આ ઓર્ડરની તારીખના 30 દિવસની અંદર યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મ્યા નથી. એટલે કે આ નિયમ ફક્ત 19 ફેબ્રુઆરી 2025 પછી જન્મેલા લોકો માટે જ લાગુ થશે, કારણ કે આ ઓર્ડર 20 જાન્યુઆરી 2025 ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો અને 30 દિવસ પછી અમલમાં આવશે.' 

આ પણ વાંચો: ટ્રમ્પે ઝટકો આપ્યો તો ગુસ્સે થયું ચીન, કહ્યું- 'ખુદને બચાવવા માટે અમે કંઈપણ કરીશું'

આ નિર્ણય ભારતીય ઇમિગ્રન્ટ્સને અસર કરશે 

ટ્રમ્પના આદેશ અનુસાર, જો નવજાત શિશુના માતા-પિતામાંથી કોઈ એક અમેરિકન નાગરિક અથવા ગ્રીન કાર્ડ ધારક નથી, તો તે બાળકને અમેરિકન નાગરિકતા નહીં મળે. આ નીતિ ખાસ કરીને ભારતીય ઇમિગ્રન્ટ્સને અસર કરી શકે છે, જેમાં H-1B, L1 વિઝા ધારકો, આશ્રિત વિઝા (H4), વિદ્યાર્થી વિઝા (F1) અને અન્ય ટૂંકા ગાળાના વિઝા ધારકોનો સમાવેશ થાય છે.

શું ટ્રમ્પના આદેશથી ઉપરાષ્ટ્રપતિની ભારત વંશીય પત્ની ઉષા વેન્સની પણ નાગરિકતા છીનવાશે? 2 - image