Get The App

અમેરિકામાં બેરોજગારીની પોલ ખોલનારા અધિકારીને ટ્રમ્પે તગેડી મૂક્યાં, આંકડામાં હેરફેરનો આરોપ મૂક્યો

Updated: Aug 2nd, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકામાં બેરોજગારીની પોલ ખોલનારા અધિકારીને ટ્રમ્પે તગેડી મૂક્યાં, આંકડામાં હેરફેરનો આરોપ મૂક્યો 1 - image

Image: IANS



US Unemployment: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે બ્યુરો ઑફ લેબર સ્ટેટિસ્ટિક્સ (BLS)ના કમિશનર એરિકા મેકએન્ટાર્ફરને બરતરફ કરવાનો આદેશ આપ્યો છે. આ કાર્યવાહી જુલાઈ મહિનાના રોજગાર રિપોર્ટ આવ્યા બાદ કરવામાં આવી છે. આ રિપોર્ટમાં નોકરીમાં વૃદ્ધિ ધીમી થવા અને મે-જૂનના આંકડામાં ભારે ઘટાડાની જાણકારી સામે આવી છે. ટ્રમ્પે પુરાવા વિના દાવો કર્યા કે, આ આંકડા રાજકીય કારણોસર હેરફેર કરવામાં આવ્યા છે.

અમેરિકામાં રોજગાર ઘટ્યો? 

શુક્રવારે જાહેર કરવામાં આવેલા બીએલએસના માસિક રોજગાર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, જુલાઈમાં ફક્ત 73,000 નવી નોકરી મળી છે, જે બજારની અપેક્ષાથી ઘણી ઓછી હતી. આ સિવાય, મે મહિનામાં નોકરીની સંખ્યા પહેલાં 1,25,000 સંબોધિત કરીને 19,000 અને જૂનમાં 1,47,000થી 14000 કરી દેવાઈ છે. આ સંસોધન બાદ મે અને જૂનમાં કુલ 2,58,000 ઓછી નોકરીઓ ઊભી થવાનું સામે આવ્યું છે. બેરોજગારી દર પણ 4.1%થી વધીને 4.2% થયો હતો. જોકે, આ હજુ પણ અપેક્ષાથી ઓછું માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ અમેરિકાએ 7 મહિનામાં 1700થી વધુ ભારતીયોને તગેડી મૂક્યાં, તેમાં આ બે રાજ્યોના સૌથી વધુ

ડોનાલ્ડ ટ્રમ્પે લગાવ્યો આરોપ

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરીને મેકએન્ટાર્ફર પર આંકડામાં હેરફેર કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે લખ્યું કે, 'મેં મારી ટીમને આ બાઇડન દ્વારા નિયુક્ત રાજકીય વ્યક્તિને તાત્કાલિક બરતરફ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમની જગ્યાએ વધુ સક્ષમ અને યોગ્ય વ્યક્તિને નિયુક્ત કરવામાં આવશે. રિપબ્લિકન અને મને ખરાબ બતાવવા માટે આજના રોજગાર આંકડામાં હેરફેર કરવામાં આવી છે.'

મેકએન્ટાર્ફરને પૂર્વ પ્રમુખ જો બાઇડન

મેકએન્ટાર્ફરને 2023માં પૂર્વ પ્રમુખ જો બાઇડન દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા અને જાન્યુઆરી 2024થી તેઓ BLSના કમિશનર છે. સેનેટે 86-8 મતથી તેમની નિમણૂકને સમર્થન આપ્યું હતું, જેમાં વર્તમાન ઉપપ્રમુખ જેડી વાન્સે પણ તેમના પક્ષમાં મતદાન કર્યું હતું. બીએલએસમાં આયુક્ત આ એકમાત્ર રાજકીય નિયુક્તિ હશે, જ્યારે બાકીના સેંકડો કર્મચારીઓ સિવિલ સેવકો છે. કમિશનરનો કાર્યકાળ સામાન્ય રીતે ચાર વર્ષનો હોય છે, પરંતુ રાજકીય નિમણૂક હોવાના કારણે તેમને દૂર કરી શકાય છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનના લાહોરમાં ઈસ્લામાબાદ એક્સપ્રેસના 10 ડબા પાટા પરથી ખડી પડ્યાં, 30 મુસાફર ઈજાગ્રસ્ત

ટ્રમ્પના આ પગલાની અર્થશાસ્ત્રીઓ અને પૂર્વ અધિકારીઓ દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે. BLS ને સમર્થન આપવા માટે રચાયેલા જૂથ ફ્રેન્ડ્સ ઑફ BLSએ એક નિવેદન બહાર પાડીને કહ્યું, 'મેકએન્ટાર્ફરને દૂર કરવાનો તર્ક પાયાવિહોણો છે, જે કેન્દ્રીય આર્થિક આંકડાઓની વિશ્વસનીયતાને નબળી પાડે છે.'

ટ્રમ્પે અગાઉ 2024ની ચૂંટણી પહેલા BLS ડેટા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, ઓગસ્ટ 2024માં BLSએ પાછલા વર્ષના રોજગાર આંકડામાં 8,18,000 નો ઘટાડો જાહેર કર્યો હતો, જેને તેમણે બાઇડન-હેરિસ વહીવટીતંત્ર દ્વારા છેતરપિંડી ગણાવી હતી. જોકે, નિષ્ણાતો કહે છે કે, આંકડાઓનું સંશોધન એક સામાન્ય પ્રક્રિયા છે, જે વધુ સારા ડેટા ઉપલબ્ધ હોય ત્યારે કરવામાં આવે છે.

Tags :