Get The App

'એ વૉર હીરો છે, હજુ ઘણાં કામ કરવાના બાકી...' ભ્રષ્ટાચારના કેસમાં ફસાયેલા નેતન્યાહૂની વહારે ટ્રમ્પ

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
'એ વૉર હીરો છે, હજુ ઘણાં કામ કરવાના બાકી...' ભ્રષ્ટાચારના કેસમાં ફસાયેલા નેતન્યાહૂની વહારે ટ્રમ્પ 1 - image

Image: IANS



Donald Trump Defends Netanyahu: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરી ઈઝરાયલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂ સામે ચાલી રહેલા ભ્રષ્ટાચારના કેસની આકરી ટીકા કરી. તેમણે ચેતવણી આપી કે, કેસ હમાસ અને ઈરાન સાથે સંવેદનશીલ વાર્તાઓને કમજોર કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક પોસ્ટમાં નેતન્યાહુનું સમર્થન કર્યું અને કાયદાકીય કાર્યવાહીને રાજકારણથી પ્રેરિત અને ક્ષેત્રીય વ્યૂહનીતિ માટે હાનિકારક જણાવી.

ટ્રમ્પે નેતન્યાહૂનું કર્યું સમર્થન

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'ઈઝરાયલમાં નેતન્યાહૂ સાથે જે કંઈપણ થઈ રહ્યું છે, તે ખૂબ જ ખતરનાક છે. નેતન્યાહૂ એક વૉર હીરો છે. તેમણે અમેરિકાની સાથે મળીને ઈરાનના ખતરનાક પરમાણુ જોખમને ખતમ કરવામાં શાનદાર કામ કર્યું છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, તે હજુ હમાસ સાથે એક સમજૂતી પર વાતચીત કરી રહ્યા છે. આ સમજૂતી કરારમાં બંધકોની મુક્તિનો સમાવેશ થાય છે.' આ સિવાય ટ્રમ્પે નેતન્યાહૂ સામે લાગેલા આરોપોની મજાક કરી, જેમાં સિગાર અને શૈમ્પેન જેવી ગિફ્ટ સ્વીકાર કરવાનો આરોપ સામેલ છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાની સૈન્યના જનરલ આસિમ મુનીરે કાશ્મીરનો રાગ આલાપ્યો, ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

બીજા શબ્દોમાં આ પાગલપન છેઃ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે એવું પણ લખ્યું કે, આ કેવી રીતે સંભવ છે કે, ઈઝરાયલના પ્રમુખને આખો દિવસ કોર્ટમાં બેસવા માટે મજબૂર કરવામાં આવે, તે પણ કોઈ નક્કર કારણ વિના. આ એક રાજકીય વિચ હન્ટ છે, મને પણ આવું જ સહન કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. ન્યાયની આ મજાક ઈરાન અને હમાસ સાથે વાર્તાઓમાં પરેશાની ઊભી કરશે. બીજા શબ્દોમાં આ પાગલપન છે.

'અમે આ સહન નહીં કરીએ'

ટ્રમ્પે એ પણ ઉલ્લેખ કર્યો કે, સંયુક્ત રાજ્ય અમેરિકા દર વર્ષે ઈઝરાયલની સુરક્ષા અને સમર્થન માટે અબજો ડૉલર ખર્ચ કરે છે, જે કોઈપણ અન્ય દેશ માટે કરવામાં આવેલા ખર્ચથી ઘણો વધારે છે. જે અમે સહન નહીં કરીએ.

પોતાના સંદેશના અંતમાં ટ્રમ્પે કહ્યું કે, નેતન્યાહૂને કાયદાકીય લડાઈઓની બદલે નેતૃત્વ પર ધ્યાન આપવાની માંગ કરવી જોઈએ. વડાપ્રધાન નેતન્યાહૂના નેતૃત્વમાં થોડા દિવસો પહેલાં જ એક મોટી જીત મેળવી હતી અને આ તે જીતને કલંકિત કરે છે. નેતન્યાહૂને મૂકી દો તેમની પાસે કરવા માટે બીજા ઘણાં કામ છે!' 

આ પણ વાંચોઃ 'લાખો લોકોની નોકરી છીનવાઈ જશે, અમેરિકાને મોટું નુકસાન થશે...' મસ્કે ફરી ટ્રમ્પને કેમ ચેતવ્યાં

નોંધનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પે નેતન્યાહૂ ઉપર ચાલી રહેલા કેસની ટીકા કરી હોય. આ પહેલા પણ તેઓ આ કેસની સાર્વજનિક રૂપે ટીકા કરી ચુક્યા છે. 

નેતન્યાહૂ પર લાગ્યા આરોપ

નેતન્યાહૂ પર હોલિવૂડના એક અબજપતિ ફિલ્મ મેકર પાસેથી મોંઘી સિગાર અને શૈમ્પેન સહિત અનેક શાનદાર ગિફ્ટ્સ સ્વીકાર કરવાનો આરોપ છે. જેની બદલે ફિલ્મ મેકરના વ્યવસાયિક હિતોને પ્રોત્સાહન મળતું. તેમના પર એવો પણ આરોપ છે કે, તે પોતાના અને પોતાના પરિવારના સકારાત્મક કવરેજની બદલે મીડિયા દિગ્ગજો માટે અનુકૂળ ફેરફારો કરાવતા હતા. 

જોકે, નેતન્યાહૂએ કોઈપણ પ્રકારના ખોટા કામ કરવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટમાં હાજર થતા પહેલા નેતન્યાહૂએ કાયદા અમલીકરણ સામે યુદ્ધ પહેલાના પોતાના વલણનું પુનરાવર્તન કર્યું અને તપાસને વિચ હન્ટ જણાવી. તેમણે આરોપોનો ઈનકાર કર્યો અને ખુદને નિર્દોષ જણાવ્યા.

Tags :