Trump's Controversial Comment On Press Secretary Karoline Leavitt: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે પેન્સિલવેનિયા પહોંચ્યા હતા, જ્યાં તેમણે મંચ પરથી પોતાના આર્થિક એજન્ડાનો પ્રચાર કરવાનો હતો. આ એક મોટો અવસર હતો કારણ કે રેલીના એક દિવસ પહેલા જ તેમણે અમેરિકન ખેડૂતો માટે 12 અબજ ડોલરના રાહત પેકેજની જાહેરાત કરી હતી. સમગ્ર અમેરિકન જનતા પોતાના પ્રમુખનું ભાષણ સાંભળી રહી હતી. પરંતુ અહીં ફરી એક વાર ટ્રમ્પની જીભ લપસી ગઈ. 79 વર્ષીય પ્રમુખે પોતાના ભાષણ દરમિયાન 28 વર્ષીય વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના 'સુંદર ચહેરો' અને 'હોઠ'ના ભરપેટ વખાણ કર્યા.
ટ્રમ્પ પેન્સિલવેનિયાની આ રેલીમાં પોતાની સરકારની આર્થિક સફળતાઓ પર ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન તેઓ મુદ્દા પરથી ભટકી ગયા અને જોર-જોરથી કહેવા લાગ્યા મારી 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેટલી ગ્રેટ છે. ટ્રમ્પે ઉત્સાહી ભીડને કહ્યું કે, 'આજે અમે અમારી સુપરસ્ટાર કેરોલિનને પણ લઈને આવ્યા છે. શું તે ગ્રેટ નથી?'
28 વર્ષીય પ્રેસ સેક્રેટરી અંગે ટ્રમ્પની જીભ લપસી
ત્યારબાદ ટ્રમ્પે લેવિટની શારીરિક બનાવટ અને આત્મવિશ્વાસની પ્રશંસા કરી. ટ્રમ્પે કહ્યું કે, તમે જાણો છો જ્યારે તે ટેલિવિઝન પર આવે છે, ફોક્સ, મારો મતલબ તે હાવી થઈ જાય છે. જ્યારે તે તેના સુંદર ચહેરા અને તે હોઠ સાથે આવે છે જે અટકતા નથી- ઑપ-ઑપ-ઑપ,એક નાની મશીન ગનની જેમ.
ભીડ ટ્રમ્પની આ વાત પર ખૂબ તાળી પાડી રહી હતી. કેરોલિન લેવિટ ટ્રમ્પ કરતા 50 વર્ષથી વધુ નાની છે.
ટ્રમ્પે લેવિટ વિશે આગળ કહ્યું કે, 'તેને કોઈ ડર નથી. કારણ કે અમારી પાસે યોગ્ય નીતિ છે. અમારે ત્યાં મહિલાઓના ખેલમાં પુરુષો નથી. અમારે બીજાના ટ્રાન્સજેન્ડર નથી વેચવાના અને અમારે ખુલ્લી સરહદો નથી બનાવવી જ્યાં સમગ્ર વિશ્વના લોકોને જેલમાંથી આવવાની મંજૂરી હોય. તેથી તેને થોડું સરળ કામ મળી ગયુ છે. હું બીજી પાર્ટીનો પ્રેસ સેક્રેટરી બનવા નથી માગતો.'
પ્રેસ સેક્રેટરી અંગે અગાઉ પણ ટ્રમ્પની જીભ લપસી હતી
ઓગસ્ટમાં ન્યૂઝમેક્સ સાથેની મુલાકાત દરમિયાન રિપબ્લિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લેવિટ વિશે આવી જ ટિપ્પણીઓ કરી હતી. કમાન્ડર-ઈન-ચીફે તે સમયે લેવિટ વિશે કહ્યું હતું કે, 'આ તે ચહેરો છે. આ તે દિમાગ છે. આ તે હોઠ છે, જે રીતે તે ચાલે છે. તે એવી રીતે ચાલે છે જેમ કે તે એક મશીન ગન હોય. મને નથી લાગતું કે કેરોલિન કરતાં વધુ સારી પ્રેસ સેક્રેટરી કોઈને મળી હશે.


