Get The App

ડોનાલ્ડ ટ્રમ્પનું 'ગોલ્ડન ડોમ' તૈયાર કરવાનું એલાન, ઈઝરાયલ કરતાં પણ મજબૂત હશે આ ડિફેન્સ સિસ્ટમ

Updated: May 21st, 2025

GS TEAM


Google News
Google News
ડોનાલ્ડ ટ્રમ્પનું 'ગોલ્ડન ડોમ' તૈયાર કરવાનું એલાન, ઈઝરાયલ કરતાં પણ મજબૂત હશે આ ડિફેન્સ સિસ્ટમ 1 - image


Donald Trump Announces Golden Dome: અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે મહત્વકાંક્ષી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ગોલ્ડન ડોમ પ્રોજેક્ટની જાહેરાત કરી છે, જેની અંદાજિત કિંમત 175 બિલિયન ડૉલર જણાવવામાં આવી રહી છે. ગોલ્ડન ડોમનો મુખ્ય હેતુ ચીન અને રશિયા જેવા દેશોથી ઉત્પન્ન થતાં જોખમથી અમેરિકાનું રક્ષણ કરવાનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ડોમ ઈઝરાયલના આયર્ન ડોમથી અનેક ગણું મજબૂત હશે.

વિદેશી હુમલાના જોખમથી બચવા બનાવાશે શીલ્ડ 

વ્હાઇટ હાઉસથી બોલતી વખતે ટ્રમ્પે ખુલાસો કર્યો કે, તેમણે આ પ્રોજેક્ટ માટે અંતિમ ડિઝાઇનની પસંદગી કરી લીધી છે અને અમેરિકન સ્પેસ ફોર્સના જનરલ માઇકલ ગ્યૂટલિનને આ પહેલના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે.ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'અમે ગોલ્ડન ડોમ મિલાઇલ ડિફેન્સ શીલ્ડ વિશે ઐતિહાસિક જાહેરાત કરી રહ્યા છીએ. રોનાલ્ડ રીગન (40માં અમેરિકન રાષ્ટ્ર પ્રમખ) તેને અનેક વર્ષો પહેલાં જ બનાવવા ઈચ્છતા હતાં. પરંતુ, તેમની પાસે ટેક્નોલોજી નહતી. જોકે, હવે આ જલ્દી જ આપણી પાસે હશે. અમે તેને ઉચ્ચતમ સ્તરે મૂકવા જઈ રહ્યા છે... ચૂંટણી પ્રચાર દરમિયાન મેં અમેરિકાના લોકોને વચન આપ્યું હતું કે, હું અમારા દેશને વિદેશી મિસાઇલના હુમલાના જોખમથી બચાવવા માટે અત્યાધુનિક મિસાઇલ ડિફેન્સ શીલ્ડ બનાવીશ અને અમે આજે પણ આ જ કરી રહ્યા છીએ...'

આ પણ વાંચોઃ TIME એ દુનિયાના ટોચના 100 દાનવીરોની યાદી જાહેર કરી, જાણો ભારતમાંથી કોને કોને મળ્યું સ્થાન

અમેરિકાની રક્ષા કરશે ગોલ્ડન ડોમ

ઓવલ ઓફિસમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'ગોલ્ડન ડોમ આપણી માતૃભૂમિની રક્ષા કરશે. કેનેડાએ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રસ દાખવ્યો છે. જોકે, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીના કાર્યાલય તરફથી આ સંબંધિત કોઈ ટિપ્પણી કરવામાં નથી આવી.'

આયર્ન ડોમથી પ્રેરિત છે ગોલ્ડન

ગોલ્ડન ડોમ પાસેથી આશા કરવામાં આવે છે કે, તે આવનારી મિસાઇલ વિશે જાણકારી મેળવશે, ટ્રેક કરશે અને સંભવિત રૂપેતેને રોકવા માટે સેંકડો ઉપગ્રહો પર નિર્ભર રહેશે. આ આખી સિસ્ટમ ઈઝરાયલના આયર્ન ડોમથી પ્રેરિત છે, પરંતુ ટ્રમ્પની આ એક મોટી યોજના છે. તેમાં સર્વેલન્સ ઉપગ્રહો અને ઇન્ટરસેપ્ટ ઉપગ્રહો બંનેનો સમાવેશ થશે જે લોન્ચ પછી તરત જ મિસાઇલોને નિશાન બનાવશે.

આ પણ વાંચોઃ યુદ્ધનો અંત આણવા 23 દેશોનું દબાણ છતાં ઈઝરાયલના આક્રમક હુમલા, ગાઝામાં વધુ 90ના મોત

હવામાં જ તોડી પાડશે મિસાઇલઃ ટ્રમ્પ

ટ્રમ્પે જાન્યુઆરીમાં એક કાર્યકારી આદેશ પર સહી કરી હતી, જેમાં પ્રોજેક્ટની શરૂઆત કરાઈ હતી. ટ્રમ્પે કહ્યું કે, તમામ મિસાઇલને હવામાં જ તોડી પાડવામાં આવશે અને તેનો સફળતા દર લગભગ 100% છે. 

ફંડિંગ અને ખાનગી ભાગીદારી સંબંધિત પડકારો

ડોનાલ્ડ ટ્રમ્પની મહત્ત્વકાંક્ષી યોજનાની મંજૂરીનો ખર્ચ 175 અરબ ડોલર છે, જેનું કારણ છે કે, આ પ્રોજેક્ટને લાગુ કરવામાં અનેક વર્ષ લાગશે. જોકે, ટ્રમ્પે કહ્યું કે, તે પ્રોજેક્ટને જાન્યુઆરી 2029 સુધી પૂરો કરવા ઈચ્છે છે. 

Tags :