US Tariff : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ફરી એકવાર ટેરિફ બોમ્બ ઝિંકીને હોલીવુડ ફિલ્મ ઉદ્યોગમાં ફફડાટ ફેલાવી દીધો છે. ટ્રમ્પે એવી ફિલ્મો પર 100 ટકા સુધીનો ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જેનું શૂટિંગ અમેરિકાની બહાર, એટલે કે વિદેશમાં કરવામાં આવ્યું હશે. વાસ્તવમાં હોલીવુડનું પ્રોડક્શન હવે કેનેડા, યુરોપ અને એશિયાના અન્ય દેશોમાં શિફ્ટ થઈ રહ્યું છે, જેના કારણે ટ્રમ્પનો આ નિર્ણય ફિલ્મ નિર્માતાઓ માટે મોટો આર્થિક ફટકો સાબિત થઈ શકે છે.
અન્ય દેશો અમારા મૂવી મેકિંગ બિઝનેસને ચોરી ગયા : ટ્રમ્પનો રોષ
ટ્રમ્પે (US President Donald Trump) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રોષ ઠાલવતા લખ્યું છે કે, ‘અન્ય દેશો અમારા મૂવી મેકિંગ બિઝનેસને ચોરી ગયા છે, તેઓ એક બાળકના મોંહમાંથી કેન્ડી છીનવાઈ જાય તે રીતે ચોરી ગયા છે. આ માટે કેલિફોર્નિયાના નબળા ગર્વનર જવાબદાર છે, તેથી 100 ટકા ટેરિફની અસર તેમના પર વધુ પડશે. ઘણા સમયથી ચાલી રહેલી આ સમસ્યાનો નિવેડો લાવવા માટે મેં તે ફિલ્મો પર 100 ટકા ટેરિફ ઝિંકીશ, જે અમેરિકાની બહાર બનાવવામાં આવે છે.’
‘અમેરિકામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી નાશ પામી રહી છે’
ટ્રમ્પે મે-2025માં કહ્યું હતું કે, અમેરિકામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઝડપથી નાશ પામી રહી છે, તેથી તેઓ વિદેશોમાં બનતી ફિલ્મો પર 100 ટકા ટેરિફ ઝિંકશે.
ટ્રમ્પે ચીનને જવાબદાર ઠેરવ્યું
ટ્રમ્પે 100 ટકા ટેરિફ ઝિંકવા પાછલ ચીનને જવાબદાર ઠેરવ્યું છે. ચીને એપ્રિલમાં આયાતી અમેરિકન ફિલ્મોની સંખ્યા ઘટાડી દેશે. તે વખતે ટ્રમ્પે ચીન પર 125 ટકા ટેરિફ બોંબ ઝિંક્યો હતો, તો ચીને પણ અમેરિકાને આવો જ ટેરિપ ઝિંક્યો હતો. ત્યારબાદ ચીને કહ્યું હતું કે, ‘અમારા પર અમેરિકાએ ખોટી રીતે આડેધડ ટેરિફ ઝિંક્યો છે, જેના કારણે અમારા દર્શકોમાં અમેરિકન ફિલ્મોની લોકપ્રિયતા ઘટી જશે.’
ભારત પર શું પડશે અસર?
ટ્રમ્પના આ નિર્ણયની પરોક્ષ અસર ભારત જેવા દેશો પર પણ પડી શકે છે. ભારતમાં બોલિવૂડ અને પ્રાદેશિક ફિલ્મો ભલે ઓછી હોય, પણ હોલીવુડની મોટી ફિલ્મોનું પોસ્ટ-પ્રોડક્શન અને એનિમેશનનું ઘણું કામ ભારતમાં થાય છે. જો વિદેશી શૂટિંગ મોંઘું બનશે અને હોલીવુડના બજેટ પર અસર પડશે તો ભારતમાં આ ઉદ્યોગને મળતા કામમાં પણ ઘટાડો થવાની સંભાવના છે.
આ પણ વાંચો : હવે ટ્રેનથી ભુતાન જઈ શકાશે... રૂ.4 હજાર કરોડના પ્રોજેક્ટને મોદી સરકારની મંજૂરી


