કોરોનાનો ઉદ્ભવ સાપમાં થયો અને ત્યાર બાદ તે પેંગોલિન સુધી પહોંચ્યો, વાયર ફેલાવામાં કૂતરાઓનો પણ ફાળોઃ રિસર્ચ
કેનેડા, તા. 15 એપ્રિલ 2020, બુધવાર
હાલમાં વૈજ્ઞાનિકો કોરોના વાયરસના ફેલાવા માટે જવાબદાર વિવિધ પ્રજાતિઓ અંગે અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે કેટલાક વૈજ્ઞાનિકોના મતે લાવારીસ કૂતરાઓ અને ખાસ કરીને તેમના આંતરડાઓ આ મહામારીની ઉત્પત્તિ માટે જવાબદાર છે. મોલિક્યુલર બાયોલોજી એન્ડ એવોલ્યુશનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ પ્રમાણે આ બીમારીનો ઉદ્ભવ સાપમાં થયો હતો તથા અન્ય અનેક પ્રજાતિઓમાં થઈને તે હાલ પેંગોલિન સુધી પહોંચી છે.
અભ્યાસમાં કરાયેલા દાવા પ્રમાણે આ તમામ જાનવરોનો કોવિડ-19નો ચેપ એકબીજામાં ફેલાવવામાં મહત્વનો હાથ રહ્યો છે. આ બીમારી ત્યાર બાદ ચામાચીડિયા સુધી પહોંચી હશે અને તેમના મારફતે માણસો સુધી પહોંચી છે.
કેનેડાની ઓટાવા યુનિવર્સિટીના શિહુઆ શિયાના કહેવા પ્રમાણે આ પ્રાણીઓમાંથી મેળવાયેલા વાયરસના નમૂના ખૂબ જ અલગ છે. હાલ વિશ્વભરના વૈજ્ઞાનિકો જે પ્રજાતિઓમાંથી વાયરસ ઉદ્ભવીને મનુષ્ય સુધી ફેલાયો તેનું મૂળ શોધવા પ્રયત્ન કરી રહ્યા છે.