Get The App

શેરીએ-શેરીએ લગાવાઈ સ્ક્રીન, નિહાળવા લોકો ઉમટ્યા; 60 વર્ષ બાદ સીરિયાના રાષ્ટ્રપતિનું UNમાં સંબોધન

Updated: Sep 25th, 2025

GS TEAM

Google News
Google News
શેરીએ-શેરીએ લગાવાઈ સ્ક્રીન, નિહાળવા લોકો ઉમટ્યા; 60 વર્ષ બાદ સીરિયાના રાષ્ટ્રપતિનું UNમાં સંબોધન 1 - image


Syrian President Ahmad al-Sharaa in UN: સીરિયાના પ્રમુખ અહેમદ અલ-શારાએ બુધવારે (24મી સપ્ટેમ્બર) સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN)ને સંબોધિત કરી હતી. લગભગ 60 વર્ષમાં પહેલીવાર સીરિયાના પ્રમુખે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિતી હતી. જ્યારે અહેમદ અલ-શારા યુએન મહાસભામાં ભાષણ આપી રહ્યા હતા, ત્યારે સીરિયામાં શેરીએ-શેરીએ લગાવાઈ સ્ક્રીન પર લોકો તેમને નિહાળી રહ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિતા અહેમદ અલ-શારાએ કહ્યું કે, 'સીરિયા વિશ્વના રાષ્ટ્રોમાં પોતાનું યોગ્ય સ્થાન પાછું મેળવી રહ્યું છે.'


યુએનમાં સીરિયાના પ્રમુખે શું કહ્યું

સીરિયાના પ્રમુખ અહેમદ અલ-શારાએ પોતાના ભાષણમાં ઈઝરાયલની આકરી ટીકા કરી. તેમણે કહ્યું કે, 'બશર અલ-અસદના પતન પછી ઈઝરાયલે સીરિયાને ધમકી આપવાનું બંધ કર્યું નથી. ઈઝરાયલની નીતિઓ સીરિયા અને તેના લોકો માટે આંતરરાષ્ટ્રીય સમુદાયના સમર્થનની વિરુદ્ધ છે. આ સીરિયાના લોકો માટે ખતરો છે.'

ઈઝરાયલ અને સીરિયા વચ્ચે સુરક્ષા કરાર અંગે સીરિયાના પ્રમુખ અહેમદ અલ-શારાએ કહ્યું કે, 'આનાથી ઈઝરાયલના સૈનિકો પાછા ખેંચાશે અને 1974ના અલગાવ કરારની સ્થિતિ પુનઃસ્થાપિત થશે.'

આ પણ વાંચો: 'હું રાષ્ટ્રપ્રમુખ પદ છોડવા માટે તૈયાર', રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ઝેલેન્સ્કીનું ચોંકાવનારું નિવેદન


છેલ્લે કોણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિતી?

સીરિયાના પ્રમુખે છેલ્લી વખત 1967માં યુએન જનરલ એસેમ્બલીમાં હાજરી આપી હતી. જે બશર અલ-અસદ પરિવારના પાંચ દાયકા લાંબા શાસન પહેલાની વાત છે. તત્કાલીન સીરિયાના પ્રમુખ નૌરેદ્દીન અતાસીએ યુએન જનરલ એસેમ્બલીને સંબોધિત કરી હતી.

વર્ષ 1970માં સીરિયામાં અસદ પરિવાર સત્તા પર આવ્યો. ત્યારબાદ સીરિયાના સંયુક્ત રાષ્ટ્ર સાથેના સંબંધો સારા હતા. આનું કારણ સીરિયાના સોવિયેત યુનિયન સાથેના સંબંધો સારા હતા.


Tags :