Get The App

રેસ્ટોરન્ટમાં જમવા જનારાને 50 ટકા ડિસ્કાઉન્ટ, આ દેશની સરકારે કર્યુ એલાન

Updated: Jul 9th, 2020

GS TEAM

Google News
Google News
રેસ્ટોરન્ટમાં જમવા જનારાને 50 ટકા ડિસ્કાઉન્ટ, આ દેશની સરકારે કર્યુ એલાન 1 - image

લંડન, તા.9 જુલાઇ 2020, ગુરૂવાર

કોરોનાનો માર સહન કરી રહેલા બ્રિટનના અર્થતંત્રને બેઠુ કરવા માટે બોરિસ જોન્સનની સરકારે 277 અબજ રુપિયાના જંગી પેકેજની જાહેરાત કરી છે.

બ્રિટનના નાણા મંત્રી ઋષિ સુનકે તેનુ એલાન કરતા કહ્યુ હતુ કે, ઓગષ્ટ મહિનામાં રેસ્ટોરન્ટમાં ભોજન કરનારા લોકોને બિલમાં 50 ટકાની છુટ મળશે અને આ છુટ ગમે તેટલી વખત ભોજન કરે તો પણ મળશે.આ યોજનાનો હિસ્સો બનનારા રેસ્ટોરન્ટ, કાફે અને પબમાં આ ફાયદો અપાશે.બ્રિટિશ સરકારે હોસ્પિટાલિટી સેક્ટરને બેઠુ કરવા માટે આ પ્રકારની યોજના જાહેર કરી છે.

રેસ્ટોરન્ટમાં જમવા જનારાને 50 ટકા ડિસ્કાઉન્ટ, આ દેશની સરકારે કર્યુ એલાન 2 - imageબ્રિટનના પેકેજને મીની બજેટ પણ કહેવાઈ રહ્યુ છે.હોસ્પિટાલિટી અને ટુરિઝમ સેક્ટર પરનો વેટ પણ 20 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવાયો છે.જે આગામી 6 મહિના સુધી લાગુ રહેશે.

બ્રિટનમાં શનિવારથી પબ અને રેસ્ટોરન્ટ ખુલવા જઈ રહ્યા છે.રૃષિ સુનકનુ કહેવુ છે કે, આ યોજનાનો હેતુ 1.8 લોકોને કામ પર પાછા લાવવાનો છે.

Tags :