શું ચીનમાં કોરોના વાયરસ ફરી સક્રિય થઇ રહયો છે ?
છેલ્લા 24 કલાકમાં નવા 100 કેસ નવા બન્યા છે
લોકોને સોશિયલ ડિસ્ટન્સિસનું પાલન કરવાની સૂચના આપવામાં આવી
બેઇજિંગ, 15 એપ્રિલ, 2020, બુધવાર
છેલ્લા બે દિવસથી ચીનમાં ફરીથી કોરોના વાયરસના કેસ વધી રહયા હોવાનું જાણવા મળે છે આથી સરકારની ચિંતા વધી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં નવા 100 કેસ નવા બન્યા છે જેમાં 63 દર્દીઓમાં તો કોઇ લક્ષણો જ જોવા મળતા ન હતા. છેલ્લા કેટલાક સપ્તાહથી ઇટલી,સ્પેન,જર્મની અને અમેરિકા સહિતના દેશોની કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા કેસોએ દશા બેસાડી છે પરંતુ ચીનમાં સંક્રમણ અટકી ગયું હતું પરંતુ પ્રથમ જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં કેસો મળ્યા છે. હવે કોવિડ-19 દર્દીઓની સંખ્યા 82 હજાર આસપાસ થઇ છે.
આ વૈશ્નિક મહામારી ચીનમાં પાછી ફરે તો સંશોધકો માટે તે પડકારરુપ હશે. હુબેઇ પ્રાંતની રાજધાની વુહાનમાં કોરોના વાયરસના સંક્રમણ પર દાખલારુપ નિયંત્રણ મેળવી લીધા પછી આ ચિંતાજનક છે. ચીનની સરકારી ન્યૂઝ એજન્સી સિન્હુઆના જણાવ્યા મુજબ દેશના કેટલાક ભાગોમાં કોરોના પોઝિટિવ લોકો ધ્યાનમાં આવ્યા બાદ લોકોને સોશિયલ ડિસ્ટન્સિસનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ અન્ય દેશોમાં ફસાયેલા ચીની નાગરિકો સ્વદેશ પાછા ફરવા માંડયા એ પછી કોરોના માથુ ઉચકવાની શરુઆત કરી છે આથી જ તો વિદેશથી આવતા નાગરિકોને ફરજીયાત 14 દિવસ સુધી કવોરન્ટીન કરવામાં આવે છે.
જો કે વર્તમાન સમયમાં કોરોનાનું એપી સેન્ટર વુહાન નહી પરંતુ હેલિઓજિન્યાંગ બન્યું છે. ઉત્તર ચીનમાં આવેલા આ વિસ્તારમાં વિદેશીઓના આગમનથી સંક્રમણ ફેલાયું છે કુલ 300 થી વધુ કોરોના પોઝિટિવ કેસ બહાર આવ્યા છે નવાઇની વાત તો એ છે કે જેનામાં કોરોના વાયરસના કોઇ જ લક્ષણો જોવા મળતા નથી એમના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે આથી આ પોઝિટિવ દર્દીઓનું સંક્રમણ ઓછી રોગપ્રતિકારકશકિત ધરાવતા લોકોને ન લાગે તે માટે તકેદારીના ભાગરુપે 600 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે
એટલું જ નહી અન્ય સ્થળે પ્રાંતના સુઇફિન શહેરને 7 એપ્રિલથી લોકડાઉન કરવામાં આવ્યું છે. 70 હજારથી વધુ લોકોને નજર કેદ કરવામાં આવ્યા છે. માત્ર 3 દિવસમાં એક વાર જીવન જરુરીયાતની ચીજ વસ્તુઓ માટે માર્કેટ ખોલવામાં આવે છે. આ શહેરની સરદહો રશિયા સાથે જોડાયેલી છે જયાં હવાઇયાત્રા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે પરંતુ રોડ માર્ગ ખુલ્લો હોવાથી માણસોનું આવન જાવન ચાલું છે. ગત સોમવારે 80 કેસ મળ્યા જેમાંના મોટા ભાગના રશિયાથી પરત આવેલા હતા. આંકડા પર નજર નાખીએ તો 17 માર્ચથી 9 એપ્રિલ સુધી 100 જેટલા બહારથી આવેલા કુલ 100 કેસો હતા