કોરોના ફક્ત ફેફસા પર જ નહીં, કિડની, લિવર, હૃદય, મગજ અને ત્વચા પર પણ હુમલો કરે છે
ન્યૂયોર્ક, 12 જુલાઇ 2020 રવિવાર
કોરોના વાયરસ માત્ર માણસના ફેફસાં ઉપર જ હુમલો કરતો નથી પરંતુ કિડની, લીવર, હૃયદ, મગજ, નર્વસ સિસ્ટમ, સ્કિન અને Gastrointestinal Tractને પણ નુકસાન પહોંચાડે છે. ન્યૂયોર્કના ડોક્ટરોનો રિપોર્ટ્સની સમીક્ષા કર્યા બાદ આ વાત કરી છે. કોરોના વાયરસના સૌથી ખરાબ પ્રભાવિત થનારા શહેરોમાં ન્યૂયોર્કનો સમાવેશ થાય છે.
ન્યૂયોર્ક સિટીના કોલંબિયા યુનિવર્સિટી ઈરવિંગ મેડિકલ સેન્ટરના ડોક્ટરોની ટીમે પોતાના દર્દીઓની સાથે - સાથે દુનિયાભરના અન્ય મેડિકલ ટીમ પાસે હાર રિપોર્ટ્સની પણ સમીક્ષા કરી હતી. કેટલાક મહિના પહેલા ઈરવિંગ મેડિકલ સેન્ટરમાં મોટી સંખ્યામાં કોરોના દર્દીઓ દાખલ થયા છે.
સીએનએનના રિપોર્ટ પ્રમાણે ડોક્ટરોએ કોરોના દર્દીઓનો રિપોર્ટની સમીક્ષા પછી જાણ્યું હતું કે આ વાયરસ માણસોમાં લગભગ દરેક મહત્વપૂર્ણ અંગને નિશાન બનાવે છે. કોરોના વાયરસ સીધે દર્દીઓના અંગોના ક્ષતિગ્રસ્ત કરે છે. અને લોહી જામવા લાગે છે. ધડકનને પણ પ્રભાવિત કરે છે. કિડનીથી બ્લડ આવવા લાગે છે. સ્કિન ઉપર રેશિસ દેખાય છે.
શરીરના વિભિન્ન ઉપર કોરોના હુમલો કરવાના કારણે દર્દીઓને માથામાં દુખાવો, ચક્કર આવવા, સ્નાયુઓમાં દુખાવો, પેટમાં દુખાવો અને અન્ય તકલીફો થવા લાગે છે. આ સાથે જ ફેફસાંમાં સંક્રમણના કારણે કફ અને તાવ પણ રહે છે.
રિવ્યૂ ટીમમાં સામેલ કોલંબિયા યુનિવર્સિટીના કાર્ડિયોલોજિસ્ટ ડો. આકૃતિ ગુપ્તાએ કહ્યું કે કોરોના દર્દીઓના સારવાર કરી રહેલા ડોક્ટરોએ એ ધ્યાન રાખવું જોઈએ કે આ એક મસ્ટીસિસ્ટમ બીમારી છે.તેમણે જણાવ્યું હતું કે, કિડની, હૃદય અને મગજને નુકસાનથી પીડાતા દર્દીઓની સારી એવી સંખ્યા છે, તેથી, ડોકટરોએ ફેફસાના ચેપની સારવારની સાથે-સાથે વિવિધ સમસ્યાઓ માટે પણ સારવાર કરવી જોઈએ.
કોરોના વાયરસ દર્દીઓના મગજ પર પણ સીધો હુમલો કરે છે. જો કે, ડોકટરો કહે છે કે જે દર્દીઓ લાંબા સમય સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવતા દર્દીઓની ટ્રીટમેન્ટવાળી દવાઓથી પણ નુકસાવ થઇ શકે છે અને તેમનામાં ન્યુરોલોજીકલ અસર જોવા પણ જોવા મળી શકે છે.