ગલવાનમાં માર્યા ગયેલા ચીની સૈનિકોની દફનક્રિયા પર ચીન સરકારની બ્રેક!
- અમેરિકી ઇન્ટેલિજન્સ એજન્સીનો અહેવાલ
- જો પારંપારિક અંતિમવિધિ કરે તો કેટલા સૈનિકો મરાયા એ જાહેર થાય
કોરોનાના નામે સત્ય છૂપાવાનો ચીનનો પ્રયાસ
વોશિંગ્ટન, તા. 14 જુલાઇ, 2020, મંગળવાર
ગલવાનમાં કેટલા સૈનિકો માર્યા ગયા એ ચીન અન્ય દેશોને તો ઠીક પોતાના નાગરિકોને પણ ખબર પડવા દેવા માંગતુ નથી. માટે ચીની સરકારે ગલવાનમાં માર્યા ગયેલા સૈનિક પરિવારોને પરંપરાગત અંતિમવિિધ કરવાની ના પાડી દીધી છે.
અમેરિકી ઈન્ટેલિજન્સ એજન્સીના કહેવા પ્રમાણે જો સૈનિકોની લશ્કરી પ્રણાલી મુજબ દફનક્રિયા થાય તો કેટલા સૈનિકો ગુમાવ્યા એ જાહેર થયા વગર રહે નહીં. ચીન સરકાર માહિતી ગુપ્ત રાખવા માટે કુખ્યાત છે.
ગલવાનમાં 35થી 45 ચીની સૈનિકો માર્યા ગયાના અલગ અલગ અહેવાલો આવતા રહ્યા છે. ચીન સરકારે માત્ર અમુક મૃત્યુ થયા એવું સ્વિકાર્યું છે, પણ આંકડો જાહેર કર્યો નથી. તેના બદલે ચીન સરકારે દરેક પરિવારને જાણ કરી દીધી છે કે તમારા વિસ્તારમાં આવેલા સ્મશાનમાં અંતિમવિિધ કરી નાખજો. એ માટે ચીની સરકારે કોરોનાનું કારણ આગળ ધર્યું છે.
કોરોનાને કારણે અનેક દેશોએ પરંપરાગત અંતિમવિિધ રદ કરી છે. ચીનમાં મૃત સૈનિકોનો આંકડો જાહેર થાય તો ચીની પ્રજા ઉપરાંત ચીની લશ્કરમાં પણ વિરોધ થવાની પુરી શક્યતા છે. વધુમાં ચીનની ખોટી શાનને પણ ઠેસ પહોંચે. એટલે ચીની સરકાર મૃત્યુ પછી પણ પોતાના સૈનિકોની વિિધવત ક્રિયા કરવા દેવા માંગતી નથી.