અમે તો ડરવાના નથી, દાદાગીરી તો નહીં ચાલે', ટ્રમ્પના કટાક્ષ-ધમકીનો જિનપિંગે આપ્યો જવાબ
xi jinping message donald trump: ચીનની રાજધાની બેઇજિંગમાં બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હારના 80 વર્ષ પૂરા થવાના અવસર પર ચીનની રાજધાની બેઇજિંગમાં મિલિટ્રી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે 3 સપ્ટેમ્બરના રોજ વિક્ટ્રી ડે તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે એક પરેડ કાઢવામાં આવે છે અને રાષ્ટ્રપતિ સલામી લે છે. આ સાથે જ વિશ્વને પોતાની શક્તિ પણ બતાવવામાં આવે છે. 3 સપ્ટેમ્બરે પણ એક પરેડ યોજાઈ હતી, જેમાં શી જિનપિંગ સાથે વ્લાદિમીર પુતિન અને કિમ જોંગ ઉન પણ સામેલ થયા હતા. પરેડ દરમિયાન શી જિનપિંગે નામ લીધા વિના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જડબાતોડ જવાબ આપ્યો.
દુનિયા ફરી જંગલ રાજમાં પાછી ન ફરવી જોઈએ
શી જિનપિંગે પોતાના સંબોધનમાં કહ્યું કે, ચીન કોઈની ધમકીઓથી ડરવાનું નથી, આ દેશ હંમેશા આગળ વધતો રહેશે. ટ્રમ્પનું નામ લીધા વિના તેમણે આગળ કહ્યું કે, માણસો એક જ ગ્રહ પર રહે છે, આપણે સાથે મળીને કામ કરવું જોઈએ અને શાંતિથી રહેવું જોઈએ. દુનિયા ફરી જંગલ રાજમાં પાછી ન ફરવી જોઈએ, જ્યાં મોટા દેશો નાના અને નબળા દેશોને ધમકાવતા હતા અને દાદાગીરી કરતા હતા.
આ પણ વાંચો: દુનિયાને ટેરિફની ધમકી આપતું અમેરિકા ખુદ મંદીની કગાર પર! મૂડીઝે ઉચ્ચારી ગંભીર ચેતવણી
ચીન ઇતિહાસના સાચા પક્ષ અને માનવ પ્રગતિના પક્ષમાં ઊભું રહેશે
જિનપિંગે કહ્યું કે, આજે વિશ્વ સામે ફરી એકવાર શાંતિ કે યુદ્ધ, સંવાદ કે મુકાબલાની પસંદગીનો વિકલ્પ છે. ચીન ઇતિહાસના સાચા પક્ષ અને માનવ પ્રગતિના પક્ષમાં મજબૂતીથી ઊભું રહેશે. ચીન માનવતાના સહિયારા ભવિષ્યવાળા સમુદાયના નિર્માણ માટે વિશ્વ સાથે હાથ મિલાવશે.