શુ ચીન અમેરિકા સાથે યુદ્ધ કરવા ઈચ્છે છે? સાઉથ ચાઇના સી મા ઉતાર્યા બોમ્બર
બેજિંગ, તા.31 જુલાઇ 2020, શુક્રવાર
અમેરિકા અને ચીન વચ્ચેનો તણાવ હવે યુદ્ધનુ સ્વરૂપ લઇ રહ્યો છે. જેથી ચીને સાઉથ ચાઇનાના દરિયામા સૌથી શક્તિશાળી બોમ્બર વિમાનોનો યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો છે. જો કે અમેરિકાએ એક નિવેદનમા કહ્યુ હતુ કે, ચીનનુ દુતાવાસ જાસૂસીની ખાણ છે.
અમેરિકાએ સાઉથ ચાઇનાના દરિયામા બે અઠવાડિયા પહેલા યુદ્ધપોટ નિમિત્જની સાથે યુદ્ધાભ્યાસ કર્યો હતો, જેનો ચીને પણ વળતો જવાબ આપ્યો હતો. ચીનએ H-6G અને H-6Jએ શક્તિશાળી બોમ્બર સાથે યુદ્ધનો અભ્યાસ કર્યો હતો.
H-6Kએ શિયાન એચ-6નુ આધુનિક રૂપ છે, જે એર-લોન્ચ ક્રુઝ મિસાઇલને લઇ જવા માટે સક્ષમ છે. H-6Kની પ્રહાર કરવાની ક્ષમતા 3,520 કિલોમીટર સુધી જણાવવામા આવી રહી છે. જેના કારણે સંપૂર્ણ દક્ષિણ ઇસ્ટ એશિયાનો વિસ્તાર તેની હદમા આવી જાય છે.
ચીને ગયા વર્ષે બિન પરમાણુ બોમ્બનુ પરીક્ષણ કર્યુ હતુ અને મધર ઑફ ઑલ બોમ્બ કરાર કર્યો હતો, જે બોમ્બને ચીનએ H6K જહાજને ઉડાવી દીધુ છે અને હવે ચીનએ સાઉથ ચાઇનાના દરિયાઇ વિસ્તારમા વિમાનો એટલે કે H-6G અને H-6J બોમ્બનો અભ્યાસ કરવાના અર્થ અમેરિકાએ ચીનને જણાવવામા માગે છે કે તે પોતાના યુદ્ધ જહાજો દ્વારા હુમલો કરવાની તાકાત ધરાવે છે.