World

‘એક દેશના કારણે વૈશ્વિક સંકટ ઉભું થયું’ મોદી-પુતિનના સ્વાગત પહેલા ચીને ટ્રમ્પ પર સાધ્યું નિશાન

By GS TEAM
22 Aug 20253 mins read
TukuTouch Logo
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ પોતાની અર્થવ્યવસ્થાનો હથિયાર તરીકે ઉપયોગ કરી ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો પર ભારે ટેરિફ ઝિંક્યા છે. તેમના આ પગલાના કારણે વૈશ્વિક ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિમાં મોટા ફેરફારો આવી રહ્યા છે. લાંબા સમયથી એકબીજાના વિરોધી ગણાતા ભારત અને ચીન જેવા દેશો પણ હવે એકબીજાની નજીક આવી રહ્યા છે. આ બદલાતા માહોલ વચ્ચે ચીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોઆન સાથે બેઠક કરવાનો નિર્ણય લીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘એક દેશના કારણે વૈશ્વિક સંકટ ઉભું થયું’ મોદી-પુતિનના સ્વાગત પહેલા ચીને ટ્રમ્પ પર સાધ્યું નિશાન

SCO Summit 2025 : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ પોતાની અર્થવ્યવસ્થાનો હથિયાર તરીકે ઉપયોગ કરી ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો પર ભારે ટેરિફ ઝિંક્યા છે. તેમના આ પગલાના કારણે વૈશ્વિક ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિમાં મોટા ફેરફારો આવી રહ્યા છે. લાંબા સમયથી એકબીજાના વિરોધી ગણાતા ભારત અને ચીન જેવા દેશો પણ હવે એકબીજાની નજીક આવી રહ્યા છે. આ બદલાતા માહોલ વચ્ચે ચીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોઆન સાથે બેઠક કરવાનો નિર્ણય લીધો છે.

ચીનનો અમેરિકા પર આકરો પ્રહાર

શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠક પહેલાં, ચીનના નાયબ વિદેશ મંત્રી લિયુ બિનએ અમેરિકાનું નામ લીધા વિના આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘એક દેશ છે, જે પોતાના હિતોને વિશ્વના અન્ય દેશોના હિતો કરતાં ઉપર રાખે છે, આ કારણે વૈશ્વિક શાંતિ પર સંકટ ઉભું થયું છે.’ આ નિવેદન સ્પષ્ટપણે ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિઓ પરના પ્રહાર તરીકે જોવામાં આવી રહ્યું છે.

ચીનમાં યોજાશે SCO સમિટ, PM મોદી-પુતિન થશે સામેલ

અમેરિકન ટેરિફના જવાબમાં, ચીને ફરી એકવાર SCO સમિટને એક તક તરીકે ઉપયોગમાં લેવાનો નિર્ણય લીધો છે. ચીનના તિયાન્જિન શહેરમાં 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ સમિટમાં વિશ્વના 20 દેશોના નેતાઓ એકસાથે આવશે. આ સમિટમાં પીએમ મોદી (PM Modi), વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) અને તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોઆન (Turkish President Recep Tayyip Erdoğan) પણ હાજર રહેશે. આ બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (China President Xi Jinping) અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થવાની શક્યતા છે, જે ભારત-ચીન સરહદી વિવાદ પછી સંબંધોમાં સુધારાના સંકેતો આપી શકે છે. પુતિન સાથે પણ બંને નેતાઓની બેઠક થઈ શકે છે.

આ પણ વાંચો : હવે ટ્રમ્પની નજર 5.5 કરોડ વિઝાધારકો પર, માઈગ્રન્ટ્સને તગેડી દેવાના તમામ વિકલ્પ પર નજર

નવી વૈશ્વિક વ્યવસ્થાનો ઉદય

ટ્રમ્પ (US President Donald Trump)ની ટેરિફ નીતિઓએ ઘણા દેશોને અમેરિકા સાથેના સંબંધો પર ફરીથી વિચાર કરવા મજબૂર કર્યા છે. આ જોતા SCO જેવું બહુપક્ષીય સંગઠન આ દેશો માટે એક નવો વિકલ્પ પૂરો પાડે છે. SCOની સ્થાપના 2001માં ચીન, રશિયા અને મધ્ય એશિયાના દેશો દ્વારા કરવામાં આવી હતી. પછી ભારત, પાકિસ્તાન, ઈરાન અને બેલારુસ જેવા દેશોના જોડાવાથી આ સંગઠનની તાકાત બમણી થઈ છે.

SCOમાં તિયાન્જિન ઘોષણા પર કરાશે હસ્તાક્ષર

લિયુ બિનએ જણાવ્યું કે, આ શિખર સંમેલનમાં જિનપિંગ સંગઠનના વિકાસ માટે નવી પહેલ અને કાર્ય યોજનાઓની જાહેરાત કરશે. સભ્ય દેશોના નેતાઓ આગામી 10 વર્ષ માટે SCOની વિકાસ વ્યૂહરચનાને મંજૂરી આપતી તિયાન્જિન ઘોષણા પર પણ હસ્તાક્ષર કરશે. આ ઘોષણાથી સ્પષ્ટ થશે કે SCO માત્ર એક પ્રાદેશિક સંગઠન નથી, પરંતુ એક એવા જૂથ તરીકે ઉભરી રહ્યું છે જે વૈશ્વિક શાસન પ્રણાલીમાં સુધાર કરવા માગે છે.

આ પણ વાંચો : અમેરિકા સાથે ટેન્શન વચ્ચે પીએમ મોદીને આવ્યો ફ્રાન્સના પ્રમુખનો કૉલ, જાણો કયા મુદ્દે થઇ વાત