Get The App

ચીનને મોટો ફટકો : 40 ટકા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ અટવાયા

- વિશ્વને ખતરામાં મુકનારા ચીનને જ કોરોના ભરખી જશે

- કોરોનાના કારણે અનેક દેશોનો જિનપિંગના મહત્વાકાંક્ષી 'બેલ્ટ એન્ડ રોડ' પ્રોજેક્ટ્સના કામ શરૂ કરવા ઇનકાર

Updated: Jun 28th, 2020

GS TEAM

Google News
Google News
ચીનને મોટો ફટકો : 40 ટકા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ અટવાયા 1 - image


બેઇજિંગ, તા. 28 જૂન, 2020, રવિવાર

કોરોના વાઇરસને કારણે ચીનની આિર્થક સિૃથતિ પણ કથળી રહી છે. એક રિપોર્ટ અનુસાર ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિસિએટિવ (બીઆરઆઇ) પ્રોજેક્ટમાંથી મોટા ભાગનાને કોરોના વાઇરસની માઠી અસર જોવા મળી રહી છે.

દર પાંચમાંથી એક પ્રોજેક્ટની સિૃથતિ કફોડી છે. આ એવા પ્રોજેક્ટ છે કે જેના થકી ચીન એશિયા પ્રાંતમાં મહાસત્તા બનવા માગતું હતું. પણ જે કોરોનાને ચીને ફેલાવ્યો તે ચીનને જ હવે ભરખી રહ્યો છે.

હોંગકોંગ સિૃથત સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના એક રિપોર્ટમાં ચીનના વિદેશી બાબતોના મંત્રાલય સાથે સંકળાયેલા ડાયરેક્ટર જનરલ વાંગ સીઓલોંગે જણાવ્યું હતું કે જેટલા પણ છે તેમાંથી 40 ટકા પ્રોજેક્ટ્સ પર સૌથી વધુ માઠી અસર થઇ છે. ચીનમાં જ્યારે જિનપિંગ સત્તામાં આવ્યા ત્યારે 2013માં જ તેમણે આ પ્રોજેક્ટને લોંચ કરી લીધા હતા.

આ પ્રોજેક્ટ ચીનને સાઉિથસ્ટ એશિયા, સેન્ટ્રલ એશિયા, ગુલ્ફ પ્રાંત, આફ્રિકા અને યુરોપને જોડે છે. આ પ્રોજેક્ટ જમીન અને સમુદ્ર થકી હાથ ધરાયા હતા. સીપીઇસી પ્રોજેક્ટ કે જે પાકિસ્તાન અને ચીનને જોડે છે તેનો વિરોધ ભારત કરી ચુક્યું છે. પાકિસ્તાનના ગ્વાદર પોર્ટન ચીનના જિનજિયાંગ પ્રાંત સાથે જોડે છે. 

ચીને ગત સપ્તાહે જ એક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જુદા જુદા પ્રોજેક્ટને ખુલ્લા મુક્યા હતા, જોકે હાલમાં મલેશિયા, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, કમ્બોડિયા અને શ્રીલંકાએ ચીન સાથેના જુદા જુદા પ્રોજેક્ટ્સને અટકાવી દીધા છે કે મોડુ કરી રહ્યા છે.

મોટા ભાગના પ્રોજેક્ટ્સને હોલ્ડ પર મુકી દેવામાં આવ્યા છે જ્યારે કેટલાકનેું કામ તો શરૂ થયું છે પણ બહુ જ મામુલી છે. પુરા વિશ્વમાં ચીને આશરે 2951 રૂપિયાના બીઆરઆઇ પ્રોજેક્ટ્સને ખુલ્લા મુક્યા હતા જેની કિંમત આશરે 3.87 ટ્રિલિયન ડોલર માનવામાં આવે છે. જોકે આ પ્રોજેક્ટ્સ હવે ટલ્લે ચડી ગયા છે જેને પગલે ચીનની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.

Tags :