Get The App

400 લડાકૂ વિમાન અને 12 હજાર સૈનિક...: સમુદ્રમાં અમેરિકા સામે શક્તિ પ્રદર્શન કરશે રશિયા-ચીન

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
400 લડાકૂ વિમાન અને 12 હજાર સૈનિક...: સમુદ્રમાં અમેરિકા સામે શક્તિ પ્રદર્શન કરશે રશિયા-ચીન 1 - image


China-Russia Naval Exercise: અમેરિકાએ 10મી જુલાઈથી જાપાન સાથે એક વિશાળ લશ્કરી કવાયત હાથ ધરી છે. આઠમી ઑગસ્ટ સુધી ચાલુ રહેનારા શક્તિ પ્રદર્શનમાં 400થી વધુ લડાકૂ વિમાનો અને 12 હજાર સૈનિકો ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન ચીને પણ જાહેરાત કરી છે કે તે રશિયા સાથે સમુદ્રમાં શક્તિ પ્રદર્શન કરશે. 

ચીન અને રશિયા વચ્ચે સંબંધો વધુ મજબૂત બનશે

ચીનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યાનુસાર, ચીન અને રશિયા ઑગસ્ટમાં Joint Sea 2025 સંયુક્ત નૌકાદળ કવાયત હાથ ધરશે. આ કવાયત પછી પેસિફિક મહાસાગરમાં છઠ્ઠી સંયુક્ત દરિયાઈ પેટ્રોલિંગ કરાશે. ચીન અને રશિયા વચ્ચેનો આ શક્તિ પ્રદર્શન જાપાનના સમુદ્ર પર સ્થિત રશિયાના વ્લાદિવોસ્તોક શહેર નજીક સમુદ્ર અને હવાઈ વિસ્તારમાં કરાશે. આ શક્તિ પ્રદર્શન ચીની અને રશિયાની સેના વચ્ચે સંબંધો વધુ મજબૂત બનાવવા માટે છે. આનો હેતુ કોઈ દેશ કે પક્ષને ટાર્ગેટ કરવાનો નથી.'

ચીને અમેરિકા પર સાધ્યું નિશાન 

અમેરિકાની ટીકા કરતાં ચીનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, 'અમેરિકાની દાદાગીરી ચલાવી લેવામાં આવશે નહીં. અમેરિકા તેની શીત યુદ્ધની માનસિકતાને વળગી રહ્યું છે અને પેસિફિક મહાસાગરમાં સતત શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે. અમેરિકા લશ્કરી કવાયતોની આડમાં અન્ય દેશોને ડરાવવાનો અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાને નબળી પાડવાનું કામ કરી રહ્યું છે.'

આ પણ વાંચો: પાકિસ્તાનને ભારતનો વધુ એક ઝટકો, 40 વર્ષ જૂના ડ્રીમ પ્રોજેક્ટને સરકારનું ગ્રીન સિગ્નલ

ચીન-રશિયા વચ્ચે લશ્કરી કવાયત દર વર્ષે યોજાઈ છે!

અહેવાલો અનુસાર, ચીન અને રશિયાએ સંયુક્ત નૌકાદળ કવાયતો હાથ ધરીને લશ્કરી સંબંધોને મજબૂત બનાવ્યા છે. રશિયા અને ચીન વચ્ચે તાજેતરની કવાયત જાયન્ટ સી સીરિઝની 11મી લશ્કરી કવાયત બનવા જઈ રહી છે, જેને મેરીટાઈમ કોઓપરેશન તરીકે પણ ઓળખાઈ છે.

બંને દેશો વચ્ચે આ વાર્ષિક લશ્કરી કવાયત વર્ષ 2012માં શરુ થઈ હતી અને 2018, 2020, 2023 સિવાય દર વર્ષે યોજવામાં આવે છે. આ લશ્કરી કવાયતો ઉત્તર-પશ્ચિમ પેસિફિક મહાસાગર યોજાઈ છે. આ કવાયતમાં બંને દેશોના નૌકાદળના જહાજો, લડાકૂ વિમાનો અને સૈનિકો જોડાય છે.

રશિયા ચીનને હથિયાર સપ્લાયર કરી રહ્યું છે

રશિયા લાંબા સમયથી ચીનને હથિયાર સપ્લાયર કરી રહ્યું છે. ચીને રશિયા સાથે અનેક લાઇસન્સિંગ કરારો થયા છે, જેને લઈને રશિયાની સેના ટૅક્નોલૉજીનો પણ લાભ મળ્યો છે. નોંધનીય છે કે, વર્ષ 2020માં ચીનની કુલ હથિયાર આયાતમાં રશિયાનો હિસ્સો લગભગ 70 ટકા હતો, તે 2024 માં ઘટીને લગભગ 40 ટકા થઈ ગયો હતો.

અહેવાલો અનુસાર, વર્ષ 2020માં ચીને રશિયા પાસેથી એન્જિન, વિમાન અને નૌકાદળના હથિયારો ખરીદ્યા હતા જ્યારે 2024માં તેણે ફક્ત એન્જિન આયાત કર્યા હતા. તેનું કારણ એ હતું કે ચીને સંરક્ષણ હથિયારોની આયાત કરવાને બદલે તમામ સાધનોનું ઉત્પાદન જાતે કરવાનું શરુ કર્યું છે. બીજું કારણ એ છે કે વર્ષ 2022માં યુક્રેન સાથે યુદ્ધ શરુ કરવા બદલ ચીન રશિયા પાસેથી ઓછા હથિયાર આયાત કરી રહ્યું છે. જો કે, રશિયા-યુક્રેન યુદ્ધ શરુ થયા પછી, ચીને રશિયાને ઘણી ઉપયોગી ચીજવસ્તુઓ પૂરી પાડી છે, જેનો રશિયાને યુદ્ધમાં પણ ફાયદો થયો છે. 

Tags :