પાકિસ્તાન માટે ચીને ખોલ્યો ખજાનો! ઝીણાના દેશને ડ્રેગન આપશે 3.7 અબજ ડોલરની લોન
Image: IANS |
China-Pakistan Loan Agreement: પાકિસ્તાન અને ચીને આ અઠવાડિયે 3.7 અબજ ડૉલરના કોમર્શિયલ લોન કરારને ફાઇનલ કરી દીધો છે. એટલે કે, પાકિસ્તાનને ચીન એકવાર ફરી ભારે ભરખમ લોન આપવા જઈ રહ્યું છે, જેનાથી પાકિસ્તાન ચીનના લોન જાળમાં ફસાઇ જાય. ચીન પાસેથી મળતી આ લોન બાદ પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર 12.4 મિલિયન ડૉલર સુધી પહોંચી જશે, જે ગત અઠવાડિયે ઘટીને ફક્ત 8.9 અબજ ડૉલર રહી ગયું હતુ. જેનાથી પાકિસ્તાની ઉપર નાદારીનું જોખમ ઊભું થયું હતું.
16.1 બિલિયન ડૉલરનો કરાર કર્યો
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઑફ ચાઇના અને બેન્ક ઑફ ચાઇનાએ શુક્રવારે 16.1 બિલિયન ડૉલરના કરાર પર સહી કરી છે. આ લોનથી પાકિસ્તાનને પોતાના IMFના લક્ષ્યને પૂરુ કરવામાં મદદ મળવાની આશા છે, જે હેઠળ તે નાણાંકીય વર્ષ 14 બિલિયન ડૉલરના કુલ અનામત સાથે સમાપ્ત કરવા માંગે છે.
આ કરાર એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે પાકિસ્તાની વિદેશી મુદ્રા ભંડાર ફક્ત 8.9 અબજ ડૉલર પર પહોંચી ગયું હતું. જેમાંથી અડધાથી વધુ રકમ ચીન દ્વારા વારંવાર 'રોલ ઓવર' કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, બીજિંગે પાકિસ્તાનને 4 અબજ ડૉલરની રોકડ રકમ જમા, 5.4 અબજ ડૉલરની કોમર્શિયલ લૉન અને 4.3 અબજ ડૉલરની વ્યાપારિક નાણાંકીય સુવિધા સતત આગળ વધારીને આર્થિક રૂપે જીવિત રાખી છે.
પાકિસ્તાનને ફરી મળ્યું જીવનદાન
મળતી માહિતી મુજબ, 19 મેના દિવસે પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડાર, જે દેશના વિદેશ મંત્રી પણ છે, તેમણે બીજિંગની મુલાકાત લીધી હતી અને આ દરમિયાન બંને દેશો વચ્ચે સંમતિ બની હતી. પાકિસ્તાને ચીન પાસેથી જે લોન લીધી છે, તેના પર આશરે 7.5%નો ફ્લોટિંગ વ્યાજ દર છે. પાકિસ્તાનની લોન માંગવાની આ પદ્ધતિ નવી નથી. આ સ્થિતિ ફક્ત પાક્સ્તાની અર્થવ્યવસ્થાનું જ સંકટ નથી, પરંતુ એક સંકટગ્રસ્ત ભૂ-રાજનૈતિક ભાગીદારીનો ચહેરો બનતી જઈ રહી છે. પાકિસ્તાનની આખી આર્થિક વ્યૂહનીતિ હવે ચીનની ગોળગોળ ફરી રહી છે. બીજિંગથી મળેલી લોન બાદ, CPEC હેઠળ બનનારી અધૂરી પરિયોજના અને ચીની બેન્કો પાસેથી સતત લેવામાં આવી રહેલી ઈમરજન્સી ક્રેડિટ લાઇન્સે પાકિસ્તાનની આર્થિક નીતિને સંપૂર્ણપણે ચીન પર નિર્ભર બનાવી દીધી છે.
વર્તમાનમાં પાકિસ્તાન પર ચીનનું કુલ દેવું લગભગ 26 અબજ ડૉલરની આસપાસ છે, જેમાં રોકડ જમા, કોમર્શિયલ લોન અને આયાત-નિકાસ ધિરાણ સામેલ છે. ચીન વારંવાર આ લોનને 'રોલ ઓવર' કરી રહ્યું છે, પરંતુ આ રાહત નથી ફક્ત લોનનું સ્થાયી ચક્રવ્યૂહ બની ગયું છે. જૂન 2025ના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના ચૂલા ખાતાની ખાધ વધી રહી છે, રૂપિયો અસ્થિર છે અને ખાદ્ય તેમજ ઈંધણની કિંમત સતત વધી રહી છે. વિદેશી રોકાણ લગભગ રોકાઈ ગયું છે અને ઘરેલું ઉદ્યોગે વીજળી અને કાચ્ચા માલના અભાવમાં દમ તોડી દીધો છે. ઇસ્લામાબાદના નીતિ-નિર્માતાઓએ આંતરરાષ્ટ્રીય એજન્સીઓની ચેતવણીને અવગણી દીધો છે. પરંતુ, વ્યાજ દર વધી રહ્યા છે અને ફરી ચુકવણીની સમયસીમા નજીક આવી રહી છે. પાકિસ્તાને આવનારા 12 મહિનામાં લગભગ 25-27 અબજ ડૉલરની ચુકવણી કરવાની છે, જેમાં મોટાભાગની લોન ચીન, સાઉદી અરેબિયા અને સંયુક્ત અરબ અમીરાત પાસેથી લેવામાં આવી છે.