Gujarat

'વાઈરલ વીડિયો અને રથયાત્રાનો બેકાબૂ હાથી અલગ છે..', મહંત દિલીપદાસે માર મારવાના વીડિયો પર કરી સ્પષ્ટતા

By GS TEAM
29 Jun 20253 mins read
TukuTouch Logo
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં ખાડીયા પાસેથી પસાર થતા સમયે ડી.જે મ્યુઝિકના ઊંચા અવાજ ભડકેલા એક નર હાથી અને બે માદા હાથી બેકાબુ બનતા અફરાતફરી મચી ગઈ હતી. બાદમાં આ હાથીઓને રથયાત્રાથી અલગ કરીને મંદિર પાસે આવેલા હાથીખાના પરિસરમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં હાથીનો મહાવત તે નિર્દોષ હાથીને ફટકા મારતો જોવા મળી રહ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

'વાઈરલ વીડિયો અને રથયાત્રાનો બેકાબૂ હાથી અલગ છે..', મહંત દિલીપદાસે માર મારવાના વીડિયો પર કરી સ્પષ્ટતા

Image: Facebook @Jagannath Mandir







Mahant Dilip Das Clarification on Viral Elephant Video: ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં ખાડીયા પાસેથી પસાર થતા સમયે ડી.જે મ્યુઝિકના ઊંચા અવાજ ભડકેલા એક નર હાથી અને બે માદા હાથી બેકાબુ બનતા અફરાતફરી મચી ગઈ હતી.  બાદમાં આ હાથીઓને રથયાત્રાથી અલગ કરીને મંદિર પાસે આવેલા હાથીખાના પરિસરમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં હાથીનો મહાવત તે નિર્દોષ હાથીને ફટકા મારતો જોવા મળી રહ્યો હતો. હાલ, આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

સંચાલકો પાસે માંગ્યો રિપોર્ટ

આ સમગ્ર વીડિયો વાઈરલ થવા મામલે ગાયકવાડ હવેલી પોલીસ જગન્નાથજી મંદિરના સંચાલકો પાસેથી વીડિયો અંગે ખરાઇ કરવા માટે રિપોર્ટ માંગ્યો છે. સાથે સાથે ખાનગીમાં તપાસ શરૂ કરાવી છે.  જેના આધારે આગામી દિવસોમાં હાથીને માર મારનાર મહાજન અને તેની સાથે જોવા મળતા અન્ય શખસ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ આજે બરોડા પ્રીમિયર લીગની ફાઈનલ, એલેમ્બિક વોરિયર્સ vs અમી સુપર એવેન્જર્સ વચ્ચે જામશે જંગ

મહંત દિલીપદાસજીની પ્રતિક્રિયા

જોકે, આ વિશે હવે મહંત દિલીપદાસજી મહારાજની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે કહ્યું કે, 'મહાવતે મારવાની દ્રષ્ટિએ હાથીને નથી માર્યો. હાથીના વર્તન પર તેની ભાષામાં તેને સમજાવવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ કર્યો હશે. મારવાની ભાવનાથી તેની પર કોઈ પ્રકારની હિંસા નથી કરાઈ. જે પ્રકારે આપણો પોતાનો છોકરો કંઈ તોફાન કરતો હોય તો તેને સમજાવવાની દરેકની ટેક્નિક અલગ હોય છે. મહાવત હાથીના અંગ પર બે-ચાર વખત આવું કંઇક કરે એટલે તે સમજે કે, તું આવું ન કર. બસ આ જ પ્રકારે તેને માર્યું હશે. આ ગજરાજને કોઈ જોર જબરદસ્તી કરવામાં નથી. આ ગજરાજ ખાઈ-પીને તેની જગ્યાએ મસ્ત છે. એ ગજરાજની આખી વસ્તુ અલગ છે અને આ ગજરાજની વાત પણ જૂદી છે. હાલ, આ ગજરાજ અમારી પાસે જ છે, સુરક્ષિત છે અને ખાઇ-પીને મસ્ત છે.'

ગજરાજ ખાઇ-પીને મસ્ત છે

આ વિશે વધુ વાત કરતા તેમણે જણાવ્યું કે, 'ગજરાજને અમે વર્ષોથી પ્રેમથી રાખીએ છીએ, ખર્ચો કરીએ છીએ. રથયાત્રામાં બેકાબૂ થયા હતા એ ગજરાજ હવે શાંત છે. ગજરાજને કોઈ તકલીફ નથી. રથયાત્રાના ગજરાજ અને આ વીડિયો છે, તે બંને ગજરાજ અલગ છે.'

આ પણ વાંચોઃ ગુજરાત પોલીસમાં મોટા ફેરફારના એંધાણ: DGP વિકાસ સહાય નિવૃત્ત થશે, જાણો કોણ પ્રબળ દાવેદાર

પોલીસે હાથ ધરી તપાસ

નોંધનીય છે કે, અમદાવાદ ગાયકવાડ પોલીસે અરજીના આધારે ગજરાજને માર મારવા સંદર્ભે તપાસ હાથ ધરી છે. જેમાં અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. આ સિવાય પોલીસે આ વીડિયો ક્યારનો છે અને હાથીને દંડાથી માર મારનાર મહાવત કોણ છે તે વિશે પણ તપાસ હાથ ધરી છે. હાલ એવી પણ આશંકા સેવાઈ રહી છે કે, કદાચ આ વીડિયો રથયાત્રા પહેલાંનો છે. જોકે, હાલ પોલીસ આ અંગે તપાસ કરવા માટે માર મારનાર મહાવતને શોધી રહી છે જે હાલ મંદિરના હાથીખાનામાં હાજર નથી.