Get The App

ચીનની પોતાની નેવીગેશન સિસ્ટમ બેઇદોઉ લોન્ચ gpsને ટક્કર આપશે

ચીનની ભૂ રાજકીય અને સૈન્ય ક્ષમતા વધશે

ભારત પણ પોતાની નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ ઇન્ડિયન રિજિયોનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ(આઇઆરએનએસએસ) તૈયાર કરી રહ્યું છ

Updated: Jul 31st, 2020

GS TEAM


Google News
Google News


(પીટીઆઇ) બેઇજિંગ, તા. ૩૧ચીનની પોતાની નેવીગેશન સિસ્ટમ બેઇદોઉ લોન્ચ gpsને ટક્કર આપશે 1 - image

ચીનના પ્રમુખ જિનપિંગે દેશની સ્વદેશી નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ બેઇદોઉ-૩  લોન્ચ કરી હતી. આ સિસ્ટમ અમેરિકાની ગ્લોબલ પોજિશનિંગ સિસ્ટમ(જીપીએસ)ને ટક્કર આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચીને સ્વદેશી જીપીએસ સિસ્ટમ લોન્ચ કરતા તેની ભૂ રાજકીય અને સૈન્ય ક્ષમતા વધશે. 

ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી અને પિપલ્સ લિબરેશન આર્મીના નેતા જિનપિંગે બેઇજિંગમાં ગ્રેટ હોલ ઓફ પીપલમાં યોજાયેલા એક સમારંભમાં બેઇદોઉ-૩ નેવીગેશન સેટેલાઇટ સિસ્ટમની સત્તાવાર શરૃઆત કરી હતી.

આ અગાઉ કરવામાં આવેલી જાહેરાત મુજબ નેવિગશન સિસ્ટમે ૨૩ જૂને પ્રક્ષેપિત કરાયેલા ૫૫મા અને અંતિમ ઉપગ્રહના તમામ પરિક્ષણો પછી કાર્ય કરવાનું શરૃ કરી દીધું હતું. 

ભારત પણ પોતાની નેવિગેશન સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે અને તેનું નામ ઇન્ડિયન રિજિયોનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ(આઇઆરએનએસએસ) નામ આપવામાં આવ્યું છે. જો કે ઓપરેશનલ નામ એનએવીઆઇસી રાખવામાં આવ્યું છે. 

પાકિસ્તાન સહિતના ચીનના નજીકના સહયોગીઓ પણ ચીનની નેવિગેશન સિસ્ટમ બેઇદોઉ-૩નો ઉપયોગ કરી રહ્યાં છે. ચીનની મહત્ત્વકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ પરિયોજનામાં જોડાયેલા દેશા પણ આ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરી શકશે. 

અમેરિકાની બેઇદોઉ-૩ નેવિગેશન સિસ્ટમ અમેરિકાની જીપીએસ, રશિયાની ગ્લોનાસ(જીએલઓએનએએસએસ) અને યુરોપિયન યુનિયનની ગેલિલિયો નેવિગેશન સિસ્ટમને ટક્કર આપશે. 

ચીને વર્ષ ૨૦૦૦માં બેઇદોઉ નેવિગેશન સિસ્ટમ લોન્ચ કરી હતી. તે સમયે આ સિસ્ટમ ફક્ત ચીનમાં જ સેટેલાઇટ નેવિગેશનની સુવિધા પ્રદાન કરતી હતી. જો કે ૨૦૧૨માં ચીને તેનો વિસ્તાર એશિયા પેસિફિક વિસ્તારમા કર્યો હતો.


Tags :