World

ચીને જે વસ્તુથી દુનિયાને ડરાવી... હવે તેમાં આપી મોટી રાહત, ભારત પર પણ પડશે અસર

By GS TEAM
20 Dec 20252 mins read
TukuTouch Logo
ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર અને ટેરિફ વિવાદ વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ચીને રેર અર્થ મેટલ્સના નિકાસ પર લાદેલા પ્રતિબંધોમાં નાગરિક ઉપયોગ માટે ઢીલ આપી છે. ભારત સરકારના સતત રાજદ્વારી પ્રયાસો બાદ ચીને આ નિકાસને મંજૂરી આપી છે, જેની સીધી અને સકારાત્મક અસર ભારતીય ઉદ્યોગો પર જોવા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીને જે વસ્તુથી દુનિયાને ડરાવી... હવે તેમાં આપી મોટી રાહત, ભારત પર પણ પડશે અસર

China Rare Earth Metals : ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર અને ટેરિફ વિવાદ વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ચીને રેર અર્થ મેટલ્સના નિકાસ પર લાદેલા પ્રતિબંધોમાં નાગરિક ઉપયોગ માટે ઢીલ આપી છે. ભારત સરકારના સતત રાજદ્વારી પ્રયાસો બાદ ચીને આ નિકાસને મંજૂરી આપી છે, જેની સીધી અને સકારાત્મક અસર ભારતીય ઉદ્યોગો પર જોવા મળશે.

ચીને પ્રતિબંધ ઝિંકતા વિશ્વભરમાં ખળભળાટ મચ્યો હતો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઊંચા ટેરિફ લાદવાની ધમકી બાદ ચીને રેર અર્થ મેટલ્સના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના કારણે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વિક્ષેપ પડ્યો હતો. જોકે, ચીનના વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે, કેટલીક સ્થાનિક કંપનીઓને નિકાસ માટે મંજૂરી આપવામાં આવી છે. ચીને સ્પષ્ટ કર્યું છે કે આ ઢીલ માત્ર નાગરિક ઉપયોગ માટે છે, જ્યારે સંરક્ષણ ઉપકરણોમાં વપરાતી ધાતુઓ પર પ્રતિબંધ યથાવત્ રહેશે.

આ પણ વાંચો : ભારતના બે પડોશી દેશો પર આફત

ભારતીય ઉદ્યોગને પણ મોટી રાહત

ભારત માટે આ સમાચાર અત્યંત મહત્ત્વના છે કારણ કે ભારતીય અધિકારીઓએ અનેક દ્વિપક્ષીય મંચો પર આ ખનિજોની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતની આ રાજદ્વારી સફળતાને કારણે હવે ભારતીય ઉદ્યોગોને કાચો માલ મળવો સરળ બનશે.

ભારતના કયા સેક્ટર્સને સૌથી વધુ ફાયદો થશે?

  • ઓટોમોબાઇલ સેક્ટર : ઈલેક્ટ્રિક વાહનો અને હાઇ-ટેક એન્જિન માટે આ ધાતુઓ અનિવાર્ય છે.
  • ઈલેક્ટ્રોનિક્સ : સ્માર્ટફોન, કમ્પ્યુટર અને અન્ય ગેજેટ્સના ઉત્પાદનમાં ગતિ આવશે.
  • રિન્યુએબલ એનર્જી : સોલાર પેનલ અને વિન્ડ ટર્બાઇનના ઉત્પાદનમાં રાહત મળશે.
  • ઍડ્વાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ : અત્યાધુનિક મશીનરી બનાવતા ઉદ્યોગોને નવો વેગ મળશે.

આ પણ વાંચો : અમેરિકાને પાડવા પુતિને બનાવ્યો પ્લાન

રેર અર્થ ખનિજોમાં ચીનનું વર્ચસ્વ

વૈશ્વિક સ્તરે રેર અર્થ ખનિજોના માઇનિંગમાં ચીન 70% અને તેના પ્રોસેસિંગમાં 90% હિસ્સો ધરાવે છે. આ ખનિજો માટે ભારત ચીન પર નિર્ભર હોવાના કારણે ભારતીય ઉદ્યોગો ચિંતિત હતા. જોકે, આ ઘટનાથી ભારતે શીખ મેળવી છે. ભારત હવે ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા વૈકલ્પિક સપ્લાયર્સ સાથે ભાગીદારી મજબૂત કરી રહ્યું છે અને દેશમાં પણ ખાણકામમાં રોકાણ વધારી રહ્યું છે.

આ પણ વાંચો : યૌન અપરાધી એપસ્ટિન કેસમાં જાણીતી હસ્તીઓના નામ ખુલ્યા, જુઓ PHOTO