World

'150 વર્ષ જીવતા રહીશું...', પુતિન-જિનપિંગની વાતચીતનો વીડિયો ચીને કેમ ડિલીટ કરાવ્યો?

By GS TEAM
6 Sep 20252 mins read
TukuTouch Logo
ચીનની રાજધાની બેઇજિંગમાં તાજેતરમાં યોજાયેલા મિલિટરી પરેડની ચર્ચાનો વિષય બની હતી. ઘણા મોટા દેશોના વડાઓએ આ પરેડ જોઈ હતી. પરંતુ પરેડ શરુ થાય તે પહેલાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં બંને એક વ્યક્તિની ઉંમર અંગે ચર્ચા કરતા હતા. પરંતુ હવે આ વીડિયો ડિલીટ કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'150 વર્ષ જીવતા રહીશું...', પુતિન-જિનપિંગની વાતચીતનો વીડિયો ચીને કેમ ડિલીટ કરાવ્યો?

China Deletes Viral Putin-Xi Jinping Video Clip: ચીનની રાજધાની બેઇજિંગમાં તાજેતરમાં યોજાયેલા મિલિટરી પરેડની ચર્ચાનો વિષય બની હતી. ઘણા મોટા દેશોના વડાઓએ આ પરેડ જોઈ હતી. પરંતુ પરેડ શરુ થાય તે પહેલાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં બંને એક વ્યક્તિની ઉંમર અંગે ચર્ચા કરતા હતા. પરંતુ હવે આ વીડિયો ડિલીટ કરવામાં આવ્યો છે.

પુતિન અને જિનપિંગ વચ્ચે શું વાતચીત થઈ

અહેવાલો અનુસાર, ત્રીજી સપ્ટેમ્બરના રોજ બેઇજિંગમાં ચીનની વિક્ટ્રી પરેડ દરમિયાન પુતિન અને જિનપિંગ વચ્ચે માઇક પર થયેલી વાતચીત રૅકોર્ડ કરવામાં આવી હતી. આ વાતચીત ત્યારે થઈ હતી જ્યારે બંને નેતા બેઇજિંગના તિયાનમેન સ્ક્વેર તરફ જઈ રહ્યા હતા. આ વાતચીતમાં બંને બાયોટૅક્નોલૉજી અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ દ્વારા માનવ આયુષ્ય વધારવા અને અમરત્વ અંગે ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન જિનપિંગે મેન્ડરિન ભાષામાં કહ્યું કે, 'પહેલા લોકો ભાગ્યે જ 70 વર્ષ જીવી શકતા હતા, પરંતુ આજકાલ 70 વર્ષની ઉંમરે પણ વ્યક્તિને બાળક માનવામાં આવે છે. કેટલાક લોકોનો અંદાજ છે કે આ સદીમાં માણસ 150 વર્ષ સુધી જીવી શકે છે.'

આ અંગે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન કહે છે કે, 'બાયોટૅક્નોલૉજીના વિકાસ સાથે માનવ અંગોનું સતત પ્રત્યારોપણ શક્ય છે. તમે જેટલું લાંબુ જીવશો, તેટલું તમે યુવાન થશો અને કદાચ તમે અમરત્વ પણ પ્રાપ્ત કરી શકશો.'

આ પણ વાંચો: હવે કેવી રીતે થશે શાંતિ મંત્રણા? ઝેલેન્સ્કીએ ઠુકરાવી પુતિનની ઓફર, કહ્યું- હું આતંકવાદી દેશમાં પગ નહીં મૂકું

મીડિયામાંથી આ વીડિયો કેમ હટાવ્યો?

પુતિન અને જિનપિંગ વચ્ચેની આ વાતચીત એક હોટ માઇક મોમેન્ટ હતી, એટલે કે માઇક્રોફોન અજાણતાં ચાલુ રાખવામાં આવ્યો હતો, જેના કારણે અંગત વાતચીત રૅકોર્ડ થઈ ગઈ હતી. પરંતુ એક મીડિયા ચેનલે શુક્રવારે (પાંચમી સપ્ટેમ્બર) તેના પ્લેટફોર્મ પરથી આ ચાર મિનિટનો વીડિયો હટાવી દીધો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીને આ વીડિયો હટાવવા કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ત્રીજી સપ્ટેમ્બરના રોજ ચીને તિયાનમેન સ્ક્વેરમાં અત્યાર સુધીની સૌથી ભવ્ય મિલિટરી પરેડનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ બીજા વિશ્વયુદ્ધના અંતના 80 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત કરવામાં આવ્યો હતો. આ પરેડને ચીનની લશ્કરી શક્તિનું પ્રદર્શન માનવામાં આવતું હતું.