Get The App

રશિયાની આયાતમાં 34 ટકા ચીનનો ફાળો, ચીનની આયાતમાં રશિયાનો ફાળો 4 ટકો

Updated: May 14th, 2025

GS TEAM


Google News
Google News
રશિયાની આયાતમાં 34 ટકા ચીનનો ફાળો, ચીનની આયાતમાં રશિયાનો ફાળો 4 ટકો 1 - image


- જિનપિંગે પુતિનને પણ તંગ સ્થિતિમાં મૂક્યા રશિયાની હદમાં જ બે ગામ વસાવી દીધા

નવી દિલ્હી : ૯મી મેના દિવસે 'નાઝી જર્મની' ઉપર તે સમયનાં સોવિયેત સંઘે મેળવેલા વિજયની ૮૦મી જયંતિ સમયે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિનની સાથે ખભે-ખભા મિલાવી શી જિનપિંગે 'વિક્ટરી-ડે-પેરેડ'માં સલામી લીધી હતી. તે જ શી જિનપિંગે રશિયા સાથે પણ 'રમત' શરૂ કરી દીધી છે. 

વિક્ટરી-ડે-પરેડમાં બંને નેતાઓએ સાથે રહી સલામી લીધી હતી, પુતિન-જિનપિંગે અનંતકાળની મૈત્રી માટે સાથે શપથ લીધા હતા

તેણે એક તરફ તેમણે પુતિન સાથે 'અનંત-કાળ' સુધીની મૈત્રીના શપથ લીધા તો બીજી તરફ રશિયાને સ્પર્શતી તેની સરહદને પેલેપાર રશિયાની બાજુએ બે ગામ વસાવી દીધા છે. તેટલું જ નહીં પરંતુ વ્યાપાર ક્ષેત્રે પણ રશિયા સાથે ગજબની રમત રમી છે. રશિયા તેની કુલ આયાતમાં ચીનની ચીજવસ્તુઓની ૩૪ ટકા જેટલી આયાત કરે છે તે સામે ચીન રશિયામાંથી પોતાની કુલ આયાતમાં માત્ર ૪ ટકા જેટલો જ માલ ખરીદે છે.

રશિયા તે જાણતું ન હોય તે બની શકે જ નહીં પરંતુ પશ્ચિમની સામે તેને ચીનના અને તેના પાલતું તેવાં ઉત્તર કોરિયાના સાથની જરૂર છે જ. તેથી તે મૂક બની રહ્યું છે. આ તબક્કે નેપોલિયનનો સમય યાદ આવે છે. નેપોલિયને જ્યારે રશિયા ઉપર આક્રમણ કર્યું ત્યારે તેના એક સેનાપતિએ તેઓને કહ્યું કે, 'આપણે ચીનને કહીએ કે તે પૂર્વમાંથી રશિયા ઉપર આક્રમણ કરે.' ત્યારે નેપોલિયને કહ્યું ઃ 'લેટ ચાયના સ્લીમ, ઈફ શી વિલ અવેક ધ વર્લ્ડ વિલ બી સોરી' નેપોલિયનના આ શબ્દો અક્ષરશઃ આજે સાચા પડી રહ્યાં છે. ચીને ભારત સાથે પણ 'હિન્દી-ચીની ભાઈ-ભાઈ'ની વાત કરી ભારત ઉપર જ આક્રમણ કર્યું.

તેને શું ઓછું છે ? ૯૫,૬૨૦૦૦ ચો. કી.મી.નો તો વિસ્તાર છે છતાં પોતાના જ મિત્ર દેશની હદમાં ગામડાં નાના શહેરો વસાવવાની મેલી રમત રમી રહ્યું છે.

Tags :