World

મધ્ય-પૂર્વના યુદ્ધ વચ્ચે ચીનનો મોટો નિર્ણય, સંરક્ષણ બજેટમાં 7%નો વધારો

By GS TEAM
10 Mar 20262 mins read
TukuTouch Logo
અમેરિકા-ઈઝરાયલે ઈરાન સાથે યુદ્ધ શરૂ કર્યા બાદ મધ્ય-પૂર્વમાં વિકટ સ્થિતિ ઉભી થઈ છે. ક્રૂડ ઓઈલના સૌથી મોટા ઉત્પાદન ઈરાનમાંથી સંપૂર્ણ નિકાસ બંધ થતા અને તેણે પોતાના હોર્મુઝ જળમાર્ગ પર પ્રતિબંધ ઝિંકી દેતા અનેક દેશો મુશ્કેલીમાં મુકાયા છે. વિશ્વભર માટે હોર્મુઝ જળમાર્ગ ખૂબ જ મહત્ત્વનો વેપાર માર્ગ છે. આ માર્ગ પરથી 31 ટકા આયાત-નિકાસ થાય છે, જેમાં યુદ્ધના કારણે સંપૂર્ણ વેપાર અટકી પડ્યો છે, ત્યારે વૈશ્વિક અસ્થિરતા અને તણાવ વચ્ચે ચીને મોટો નિર્ણય લીધો છે. ચીને પોતાના સંરક્ષણ બજેટમાં વધારો કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મધ્ય-પૂર્વના યુદ્ધ વચ્ચે ચીનનો મોટો નિર્ણય, સંરક્ષણ બજેટમાં 7%નો વધારો

China Defense Budget 2026 : અમેરિકા-ઈઝરાયલે ઈરાન સાથે યુદ્ધ શરૂ કર્યા બાદ મધ્ય-પૂર્વમાં વિકટ સ્થિતિ ઉભી થઈ છે. ક્રૂડ ઓઈલના સૌથી મોટા ઉત્પાદન ઈરાનમાંથી સંપૂર્ણ નિકાસ બંધ થતા અને તેણે પોતાના હોર્મુઝ જળમાર્ગ પર પ્રતિબંધ ઝિંકી દેતા અનેક દેશો મુશ્કેલીમાં મુકાયા છે. વિશ્વભર માટે હોર્મુઝ જળમાર્ગ ખૂબ જ મહત્ત્વનો વેપાર માર્ગ છે. આ માર્ગ પરથી 31 ટકા આયાત-નિકાસ થાય છે, જેમાં યુદ્ધના કારણે સંપૂર્ણ વેપાર અટકી પડ્યો છે, ત્યારે વૈશ્વિક અસ્થિરતા અને તણાવ વચ્ચે ચીને મોટો નિર્ણય લીધો છે. ચીને પોતાના સંરક્ષણ બજેટમાં વધારો કર્યો છે.

ચીનના સંરક્ષણ બજેટમાં 7 ટકાનો વધારો

ચીને 2026 માટેના સંરક્ષણ બજેટમાં સાત ટકાનો વધારો કર્યો હોવાની સત્તાવાર જાહેરાત કરી છે. ચીન છેલ્લા ત્રણ વર્ષથી સંરક્ષણ બજેટમાં દર વર્ષે 7.2 ટકાનો વધારો કરતું રહે છે, જોકે આ વખતે તેમાં સામાન્ય ઘટાડો થયો છે. ચીન જ્યારે પણ સંરક્ષણ બજેટમાં વધારો કરે છે, ત્યારે આંતરરાષ્ટ્રીય મીડિયામાં તેની નોંધ લેવામાં આવે છે, જોકે આ વખતે મધ્ય-પૂર્વના યુદ્ધના કારણે બજેટ પર ધ્યાન પડ્યું નથી.

આ પણ વાંચો : યુદ્ધના કારણે વિશ્વભરમાં હાહાકાર, 9 દેશોમાં પેટ્રોલ-ગેસ સંકટ અને મોંઘવારીનો ડર, યુદ્ધ લાંબુ ચાલશે તો...

ચીનના ક્રૂડ ઓઈલ પુરવઠા પર યુદ્ધની અસર

ઈરાન યુદ્ધની ગંભીર અસર ચીન પર પણ પડી છે. વેનેઝુએલા અને ઈરાન ચીનનું ખાસ મિત્ર હતું. જોકે અગાઉ વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલ માદુરોની ધરપકડ થઈ ગઈ છે અને વેનેઝુએલના તેલ ભંડાર પર અમેરિકાએ કબજો કરી લીધો છે, જ્યારે ઈરાન હાલ યુદ્ધનો સામનો કરી રહ્યો હોવાથી નિકાસ સંપૂર્ણ અટકી પડી છે, જેની અસર ચીનની રિફાઈનરીઓમાં ક્રૂડ ઓઈલનો પુરવઠા પર પડી છે.

રાષ્ટ્રીય સુરક્ષાની માંગોને પૂરી કરવા સંરક્ષણ બજેટ વધાર્યું

ચીની મીડિયાએ સંરક્ષણ બજેટ અંગે અધિકારીઓને ટાંકીને કહ્યું છે કે, ચીનનું માનવું છે કે, રાષ્ટ્રીય સુરક્ષાની માંગોને પૂરી કરવા માટે સંરક્ષણ બજેટ વધારવું તે સંપ્રભુ અધિકાર છે. ચીને સંરક્ષણ બજેટમાં સાત ટકાનો વધાર્યો કર્યા બાદ આગામી વર્ષે બજેટ 1.91 ટ્રિલિયન આરએમબી (લગભગ 277 બિલિયન ડૉલર) સુધી પહોંચી જશે. સરકારે દાવો કર્યો છે કે, GDPમાં સંરક્ષણ બજેટનો હિસ્સો, પ્રતિ વ્યક્તિ દીઠ સુરક્ષાનોખર્ચ, પ્રતિ સૈનિક ખર્ચ સહિતના મુખ્ય ખર્ચ કરતા સંરક્ષણ બજેટ હજુ ઓછું છે.

આ પણ વાંચો : ઈરાન સાથેના યુદ્ધના 10 દિવસમાં જ સમાધાનના રસ્તા શોધી રહ્યા છે ટ્રમ્પ! અમેરિકનો પણ થયા નારાજ