ચીનમાં ધરતી ધ્રૂજી, જાપાનમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાતા એલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

China-Japan Earthquake : શનિવારે ચીનના જિલિન પ્રાંતમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 નોંધાઈ હતી. ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆ મુજબ, સ્થાનિક સમય અનુસાર સાંજે 7:45 વાગ્યે હુનચુન શહેરમાં 560 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્ર હતું. જિલિન પ્રાંતની સરહદ ઉત્તર કોરિયા સાથે જોડાયેલી છે.
જાપાનમાં 5.9ની તીવ્રતાનો આંચકો
આ પહેલાં શનિવારે વહેલી સવારે ઉત્તરી જાપાનના પૂર્વી હોક્કાઇડોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં ભૂકંપની તીવ્રતા 5.9 નોંધાઈ હતી. જાપાનની હવામાન એજન્સી અનુસાર, ભૂકંપ નેમુરો પેનિનસુલાની દક્ષિણ-પૂર્વમાં લગભગ 40 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.
આ પણ વાંચો : રશિયન જેટે યુક્રેનમાં ઘૂસી કર્યા ધડાધડ હુમલા, ચારના મોત, 20ને ઈજા, બિલ્ડિંગમાં ભીષણ આગ
જાપાનમાં ઈમરજન્સી ચેતવણી જારી
બંને દેશોમાં આવેલા ભૂકંપના કારણે તાત્કાલિક કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી. જાપાની અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, સુનામીનો કોઈ ખતરો નથી. જાપાનમાં આવેલા ભૂકંપ બાદ ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી દ્વારા ઇમરજન્સી ચેતવણી જારી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ચીન પર ટેરિફ ઝિંકનારા ટ્રમ્પ નરમ પડ્યા ! જિનપિંગને મનાવવા બનાવ્યો પ્લાન








