'ભારતીયો અમારા ખિસ્સા ખાલી કરવા અહીં આવ્યા છે...' અમેરિકન નેતાની વિવાદિત ટિપ્પણથી હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

America News: અમેરિકામાં ફ્લોરિડા સિટી કાઉન્સિલના રિપબ્લિકન નેતા ચૅન્ડલર લેંગવિને ભારતીયો સામે ભારતીયો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અત્યંત વાંધાજનક પોસ્ટ મૂકતા વિવાદ સર્જાયો છે. તેમણે ભારતીયોના સામૂહિક દેશનિકાલની હાકલ કરી હતી અને આરોપ મૂક્યો છે કે, ‘ભારતીયો અમેરિકનોનું આર્થિક શોષણ કરવા માટે અહીં આવ્યા છે.’ જો કે, આ વિવાદિત નિવેદન બાદ ફ્લોરિડા સિટી કાઉન્સિલે તેમની સત્તાઓ છીનવી લીધી છે. કાઉન્સિલે તેમની ટિપ્પણીઓની નિંદા કરતો ઠરાવ પણ પસાર કર્યો છે.
ચૅન્ડલર લેંગવિનના વિવાદાસ્પદ આરોપ
ચૅન્ડલર લેંગવિને સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતીયો પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'અમેરિકામાં કોઈને ભારતીયોની પરવા નથી અને તેઓ ફક્ત આર્થિક શોષણ માટે અહીં છે. ભારતીયો અહીં અમેરિકનોના ખિસ્સા ખાલી કરવા માટે છે અને તેઓ અમેરિકન સંસ્કૃતિમાં એકીકૃત થઈ શકતા નથી.'
બીજી ઓક્ટોબરના રોજ જન્મદિવસના દિવસે ચૅન્ડલર લેંગવિને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સંબોધીને તમામ ભારતીયોના વિઝા રદ કરવા અને તેમને તાત્કાલિક દેશનિકાલ કરવાની માંગ કરી હતી. સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, 'આજે મારો જન્મદિવસ છે અને હું ઈચ્છું છું કે ટ્રમ્પ બધા ભારતીય વિઝા રદ કરે અને તેમને તાત્કાલિક દેશનિકાલ કરે. અમેરિકા અમેરિકાના લોકો માટે છે.'
આ પણ વાંચો: ટ્રમ્પની સરમુખત્યારશાહી વિરુદ્ધ અમેરિકામાં દેખાવ, યુએસ કેપિટોલ તરફ ભીડ આગળ વધી
ચૅન્ડલર સામે કડક કાર્યવાહી અને પ્રતિબંધ
ચૅન્ડલર લેંગવિનની વાંધાજનક ટિપ્પણીના પગલે ફ્લોરિડા સિટી કાઉન્સિલે તેમની સામે આકરા પગલાં લીધા છે. તેને હવે કોઈપણ એજન્ડા નક્કી કરતા પહેલા સંમતિ લેવી પડશે. તેને સત્તાવાર નિવેદનો આપવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિવિધ સમિતિમાંથી દૂર કરવામાં આવ્યા છે.
સમગ્ર અમેરિકામાં નિંદા અને રાજીનામાની માંગ
આ નિવેદનો પછી સમગ્ર અમેરિકામાં ભારતીય-અમેરિકન જૂથોએ ચૅન્ડલર લેંગવિનની કડક શબ્દોમાં ટીકા કરી છે. ભારતીય સમુદાયે આ નિવેદનોને વંશીય ગણાવી તેમના રાજીનામાની માંગ કરી છે. આ વિવાદે અમેરિકામાં વંશીય અને ઈમિગ્રેશનના મુદ્દા પર ચાલી રહેલી ચર્ચાને વધુ તીવ્ર બનાવી દીધી છે. જો કે, ભારે ટીકા થયા બાદ લેંગવિને પાછળથી સ્પષ્ટતા કરી હતી કે તેમના નિવેદનો ફક્ત કામચલાઉ વિઝા ધારકો પર નિર્દેશિત હતી, નહીં કે ભારતીય-અમેરિકન સમુદાય પર. જો કે, તેમના આ સ્પષ્ટીકરણને પણ ભારતીય સમુદાય દ્વારા નકારી કાઢવામાં આવ્યું છે.








