VIDEO: અંતિમ યાત્રા સમયે અચાનક હેલિકોપ્ટરમાંથી થયો નોટનો વરસાદ, લોકો પૈસા લેવા દોડ્યા
Rain of notes on the last journey to America: અમેરિકાના ડેટ્રોઇટ શહેરમાં એક અનોખી ઘટના જોવા મળી હતી, જ્યાં એક વ્યક્તિના અંતિમ સંસ્કાર દરમિયાન આકાશમાંથી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી સ્થાનિક લોકો આશ્ચર્ય પામ્યા હતા અને કેટલાક લોકો પૈસા લૂંટવા દોડ્યા હતા.
હેલિકોપ્ટર દ્વારા લગભગ 4.30 લાખ રુપિયાનો કરાયો વરસાદ
આ ઘટના ડેટ્રોઈટના ગ્રેટિયોટ એવન્યુ કોનોર સ્ટ્રીટની છે, જ્યાં કારવોશ ઉદ્યોગપતિ ડેરેલ થોમસને તેમના મૃત્યુ પછી અંતિમ વિદાય આપવામાં આવી રહી હતી. ડેરેલનું મૃત્યુ અલ્ઝાઇમરની બીમારીના કારણે થયું હતું. તેમની ઈચ્છા હતી કે, તેમના અંતિમ સંસ્કાર દરમિયાન આકાશમાંથી નોટોનો વરસાદ થાય. તેમની આ ઈચ્છા પૂરી કરવા માટે પરિવારે હેલિકોપ્ટર દ્વારા લગભગ $5,000 (લગભગ રૂ. 4.30 લાખ) ની રોકડ અને ગુલાબની પાંખડીઓ વરસાવી હતી.
શોકગ્રસ્ત લોકો અચાનક પૈસા લૂંટવા માટે દોડી દોડ્યા
નોટોનો વરસાદ શરૂ થતાં જ ત્યાં હાજર શોકગ્રસ્ત લોકો અચાનક પૈસા લૂંટવા માટે દોડી ગયા. જેના કારણે રસ્તા પરનો ટ્રાફિક થોડીવાર માટે બંધ થઈ ગયો અને લોકો પોતાની કારમાંથી નીચે ઉતરીને પૈસા વીણવા લાગ્યા હતા. પોલીસે કહ્યું કે, તેમને આ રોકડ વરસાદ વિશે જાણ કરવામાં આવી ન હતી, માત્ર ગુલાબની પાંખડીઓ ફેંકવાની પરવાનગી આપવામાં આવી હતી.
પિતા ઇચ્છતા હતા કે,સમુદાયને થોડી આર્થિક મદદ થાય
આ અંગે ડેરેલના પુત્રએ કહ્યું કે, 'મારા પિતા ઇચ્છતા હતા કે તેઓ તેમના સમુદાયને થોડી આર્થિક મદદ કરે.' ડેરેલની ભત્રીજી ક્રિસ્ટલ પેરીએ પણ પુષ્ટિ આપી હતી કે, 'આમા કુલ $5,000 નું દાન કરવામાં આવ્યું હતું, જેમાં તેમના પુત્રએ પણ યોગદાન આપ્યું હતું.
આ દરમિયાન કારવોશના કર્મચારી લિસાએ કહ્યું કે, દરેકને થોડાગણા પૈસા મળ્યા હતા અને ભલે લોકો દોડ્યા, પણ કોઈને કોઈની સાથે ઝઘડો થયો નથી. અગાઉ પણ પાકિસ્તાનના હૈદરાબાદમાં એક લગ્નમાં મહેમાનો પર પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો, જે ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો.