World

'ભારત સાથે સંબંધો વિકસી રહ્યા છે', અમેરિકા સાથે તણાવ વચ્ચે કેનેડાના PMનું મોટું નિવેદન

By GS TEAM
2 Nov 20252 mins read
TukuTouch Logo
ભારત સાથેના સંબંધને લઈને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ગઈકાલે શનિવારે (1 નવેમ્બર, 2025) મોટું નિવેદન આપ્યું હતું. વડાપ્રધાન માર્ક કાર્નીએ કહ્યું કે, 'કેનેડા ભારત સાથે સંબંધ મજબૂત કરવા માટે સકારાત્મક પ્રગતિ કરી રહ્યું છે. ભારત સાથે કેનેડાનો સંબંધો વિકસી રહ્યા છે. અમેરિકા સાથે ટેરિફ તણાવ વચ્ચે કેનેડા વિદેશામાં મિત્રતા જાળવી રાખવા પર કામ કરી રહ્યું છે.'

Summarized by AI; it may make mistakes. Check important info

'ભારત સાથે સંબંધો વિકસી રહ્યા છે', અમેરિકા સાથે તણાવ વચ્ચે કેનેડાના PMનું મોટું નિવેદન

PM Mark Carney's Statement On India : ભારત સાથેના સંબંધને લઈને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ગઈકાલે શનિવારે (1 નવેમ્બર, 2025) મોટું નિવેદન આપ્યું હતું. વડાપ્રધાન માર્ક કાર્નીએ કહ્યું કે, 'કેનેડા ભારત સાથે સંબંધ મજબૂત કરવા માટે સકારાત્મક પ્રગતિ કરી રહ્યું છે. ભારત સાથે કેનેડાનો સંબંધો વિકસી રહ્યા છે. અમેરિકા સાથે ટેરિફ તણાવ વચ્ચે કેનેડા વિદેશામાં મિત્રતા જાળવી રાખવા પર કામ કરી રહ્યું છે.'

ટ્રમ્પના નિવેદન બાદ કેનેડાના પીએમની પ્રતિક્રિયા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગત અઠવાડિયામાં કેનેડા સાથે તમામ વ્યાપાર વાટાઘાટો પૂર્ણ કરી હતી. તેમણે એવું કહ્યું કે, કેનેડા સાથે વ્યવહાર સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના આ પ્રકારના નિવેદન બાદ પીએમ માર્ક કાર્નીએ અમેરિકા પર નિર્ભરતા ઓછી કરવાની વાત કરી છે. 

APEC શિખર સંમેલન બાદ કેનેડાના વડાપ્રધાનનું શું કહ્યું?

દક્ષિણ કોરિયામાં આયોજિત એશિયા-પેસિફિક ઇકોનોમિક કો-ઓપરેશન (APEC) શિખર સંમેલન બાદ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ કહ્યું હતું કે, 'અમે દુનિયાભરના દેશો સાથે નવી ભાગીદારી બનાવી રહ્યા છે અને જેના માટે સૌથી યોગ્ય સ્થાન એશિયા-પેસિફિક વિસ્તાર છે, જે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 60 ટકાની ભાગીદારી ધરાવે છે.'

તેમણે ઇન્ડોનેશિયા સાથે મુક્ત વેપાર કરાર, ફિલિપાઇન્સ અને થાઇલેન્ડ સાથે ચાલી રહેલી વાટાઘાટો અને ચીન સાથેના સંબંધોમાં આવેલા વળાંકનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ કાર્નીએ કહ્યું કે, 'અમે ભારત સાથે પણ પ્રગતિ કરી રહ્યા છીએ. જ્યારે હું APEC સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી ન હતી, પરંતુ અમારા વિદેશમંત્રી અને અન્ય મંત્રી ભારત સાથે વાતચીત કરી રહ્યા છે.'

આ પણ વાંચો: ખ્રિસ્તીઓને બચાવવા નાઈજીરિયા પર ભીષણ હુમલો કરશે અમેરિકા? ટ્રમ્પે તૈયારીના આદેશ આપ્યા

તેમણે વધુમાં કહ્યું કે, 'અમે આપણા દેશની તાકાત વધારવા માટે પહેલા સ્થાનિક સ્તરે કામ કરી રહ્યા છીએ. અમેરિકા પર અમારી નિર્ભરતા ઓછી થાય તે માટે અમે વિદેશના દેશો સાથે ભાગીદારી કરી રહ્યા છીએ. જો કે, આ રાતો-રાત શક્ય થાય તેમ નથી, પરંતુ અમે ઘણું ઝડપી આગળ વધી રહ્યા છીએ.'