Get The App

કેનેડા પર કુલ જીડીપી કરતા પણ વધારે ૧૦૩ ટકા દેવું, ટ્રમ્પ ચુંટાતા વધી શકે છે મુશ્કેલી

લોકોએ સંપતિ ખરીદવા અને જરુરી ખર્ચ માટે વધુ પડતું દેવું કરવું પડે છે.

ટ્રમ્પ નોર્થ અમેરિકામાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની સમિક્ષા કરી શકે છે

Updated: Nov 11th, 2024

GS TEAM

Google News
Google News
કેનેડા પર કુલ જીડીપી કરતા પણ વધારે  ૧૦૩ ટકા દેવું, ટ્રમ્પ ચુંટાતા વધી શકે છે મુશ્કેલી 1 - image


ન્યૂયોર્ક,૧૧ નવેમ્બર,૨૦૨૪,સોમવાર 

કેનેડાની અર્થ વ્યવસ્થા નાજૂક પસાર થઇ રહી હોય એમ દેવું જીડીપીની સરખામણીમાં ૧૦૩ ટકા સુધી પહોંચી ગયું છે. મતલબ કે કેનેડાના નાગરિક પર કુલ જીડીપી કરતા પણ કર્જનો બોજ વધારે છે જેમાં વ્યાજ અને મુદ્દલનો સમાવેશ થાય છે. કેનેડાના લોકો પોતાની ખર્ચવા જેવી યોગ્ય આવક કરતા પણ વધારે ખર્ચ કરી રહયા હોવાથી દેશ પર આર્થિક અસ્થિરતાનું સંકટ તોળાઇ રહયું છે. આ અસંતુલનના લીધે કેનેડાઇ લોકોને સંપતિ ખરીદવા અને જરુરી ખર્ચ માટે વધુ પડતું દેવું કરવું પડે છે.

અમેરિકામાં હાલમાં જ યોજાયેલી ચુંટણીના પરિણામોમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી કેનેડાની આર્થિક સ્થિતિ પર વધુ દબાણ આવી શકે છે.  ટ્રમ્પે પોતાના ચુંટણી અભિયાનોમાં આયાત ઉંચા ટેરિફ અને નોર્થ અમેરિકામાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની સમિક્ષા કરવાનો વાયદો કર્યો હતો.જો શાસન સંભાળ્યા પછી ટ્રમ્પ ખરેખર અમેરિકાના સૌથી મોટા ટ્રેડિંગ પાર્ટનર કેનેડાને પર ઝાટકો આપી શકે છે. કેનેડાની સરકાર સંકટનો સામનો કરવા માટે શું પગલા ભરશે તે મહત્વનું સાબીત થશે. નિષ્ણાતોનું માનવું છે કે આ કર્જ દેશના આર્થિક આરોગ્ય માટે સારી બાબત નથી.

કેનેડા પર કુલ જીડીપી કરતા પણ વધારે  ૧૦૩ ટકા દેવું, ટ્રમ્પ ચુંટાતા વધી શકે છે મુશ્કેલી 2 - image

જે દેશોમાં આર્થિક અસ્થિરતા વધારે હોય છે તે દેશોમાં હાઉસ હોલ્ડ ડેટ વધારે હોય છે. હાઉસ હોલ્ડ ડેટ હોય તે પરિવારોએ આર્થિક અનિશ્ચિતતાનો સામનો વધારે કરવો પડે છે. કેનેડા પછી બ્રિટનનો વારો આવે છે જેમાં લોકો પર કુલ જીડીપીના ૮૦ ટકા કર્જ છે. અન્ય દેશોની વાત કરીએ તો અમેરિકામાં ૭૩ ટકા, ફ્રાંસમાં ૬૩ ટકા,ચીનમાં ૬૨ ટકા અને જર્મનીમાં ૫૨  ટકા કર્જ છે. ભારતમાં કુલ જીડીપીના ૩૭ ટકા જેટલું દેવું છે જે કેનેડા અને અમેરિકાની સરખામણીમાં ઓછું છે. મતલબ કે ભારતીય પરિવારો પર કર્જનો બોજ ઘણો જ ઓછો છે.

Tags :