મેક્રોને મેલોનીને સિક્રેટ વાત કરતા જ ચોંકી ગયા! ટ્રમ્પ સામે જ બની ઘટના, VIDEO વાઇરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

G7 Summit 2025 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત વિશ્વના ટોચના લીડર્સ કેનેડાના કનાનકસિસમાં ચાલી રહેલી G7 બેઠકમાં એકઠા થયા છે. આ બેઠકમાં ટ્રમ્પ ઈઝરાયલ-ઈરાન અને રશિયા-યુક્રેન યુદ્ધ પર સ્પીચ આપી રહ્યા હતા, ત્યારે એક ચોંકાવનારી ઘટના બની. અહીં એકતરફ ટ્રમ્પ ભાષણ આપી રહ્યા હતા, તો બીજી તરફ ઈટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને કાનમાં કંઈક કહ્યું અને તેઓ ચોંકી ગયા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
શું મેલોની-મેક્રોનં ટ્રમ્પ અંગે વાત કરી રહ્યા હતા?
ખાસ વાત એ છે કે, જ્યારે બંને નેતા એકબીજા સાથે કોઈ વાત કરી રહ્યા હતા, ત્યારે મેલોની ચોંકી ગયા હોવાનું વીડિયોમાં દેખાય છે. મેલોની-મેક્રોનની ચર્ચા કરવાની સ્થિતિ અને અંતે મેલોનીના હાવભાવના ઈશારાથી અનેક સવાલો ઊભા થયા છે. શું મેલોનીએ મધ્ય-પૂર્વમાં તણાવ ઓછો કરવાની ટ્રમ્પની નીતિ મુદ્દે આ હાવભાવ બતાવ્યો છે? એક તરફ ટ્રમ્પનું ભાષણ શરૂ થવું અને બીજી તરફ બંને નેતાઓ વચ્ચે સિક્રેટ વાત થવી, એ ટ્રમ્પ મામલે ચર્ચા કરતા હોવાના સંકેત છે? હાલ મધ્ય-પૂર્વમાં ભારે તણાવ ચાલી રહ્યો છે, જેના કારણે વૈશ્વિક સ્થિરતા પર સંકટ ઉભું થયું છે.
એક તરફ ઈઝરાયલ યુદ્ધવિરામ કરવાનું કે હુમલા અટકવવામાં માનતું નથી, તો બીજી તરફ ઈરાન પણ તેવા જ હુમલાનો વળતો જવાબ આપી રહ્યો છે. આ ઉપરાંત ટ્રમ્પ પણ આગમાં ઘી હોમવાની તક છોડતા નથી, ત્યારે આ ત્રણ દેશોના વિવાદના કારણે સમગ્ર વિશ્વભરમાં ચિંતા છવાઈ છે.
ટ્રમ્પની નીતિથી યુરોપિયન દેશો પરેશાન
જી7 નેતાઓએ સંયુક્ત નિવેદન જાહેર કરીને ઈઝરાયલને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે, તેણે પોતાની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે. ઈરાનનો પરમાણુ પ્રોજેક્ટ અટકાવવા માટે અનેક દેશો પ્રયાસ કરી રહ્યા છે. જી7ની બેઠકમાં ઈરાનના પરમાણુ પ્રોજેક્ટનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. બીજી તરફ તણાવ ઘટાડવાની પણ અપીલ કરાઈ છે.
ચોંકાવનારી વાત એ છે કે, જગતજમાદાર અમેરિકાએ G7 દેશોના સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવાનો ઈનકાર કરી દીધો છે, જેના કારણે સહયોગી દેશો વચ્ચે મતભેદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ટ્રમ્પે તાજેતરમાં જ કહ્યું હતું કે, ‘રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન મારા સિવાય કોઈની સાથે વાત કરવા માંગતા નથી.’, ત્યારે ટ્રમ્પના આ નિવેદનથી પણ G7 દેશોમાં મતભેદ ઉભો થયો છે.
આ પણ વાંચો : સદ્દામ જેવી હાલત કરીશું, ઈરાનમાં જ લટકાવી દઈશું... ઈઝરાયેલે ખામેનેઈને ફરી ધમકી આપી
આ પણ વાંચો : યુદ્ધ રોકવું હોય તો શરત સ્વીકારવી પડશે... ઈરાનને એક તક આપવાની ટ્રમ્પની તૈયારી









