Get The App

ટ્રુડોની ખુરશી જતાં જ ખાલિસ્તાન સમર્થક જગમીત સિંહને ઝટકો, ચૂંટણીમાં સૂપડા સાફ

Updated: Apr 29th, 2025

GS TEAM


Google News
Google News
ટ્રુડોની ખુરશી જતાં જ ખાલિસ્તાન સમર્થક જગમીત સિંહને ઝટકો, ચૂંટણીમાં સૂપડા સાફ 1 - image


Canada Election Updates: કેનેડાની સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન માર્ક કાર્ની (Mark Carney)ની લિબરલ પાર્ટી બહુમતિ તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધીમાં લિબરલ પાર્ટી 165 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે ખાલિસ્તાની નેતા જગમીત સિંહ હારી ગયા છે. 

આ પણ વાંચો: કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે કેનેડાની ચૂંટણીમાં રચ્યો ઈતિહાસ, ભારત પ્રત્યે કેવું છે વલણ?

ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) ના નેતા જગમીત સિંહ બર્નાબી સેન્ટ્રલ બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. તેમણે પોતાની હાર સ્વીકારી લીધી છે અને NDP નેતા પદેથી રાજીનામું પણ આપી દીધું છે. તેમની NDP પાર્ટી 7 બેઠકો પર આગળ છે. આ ચૂંટણીમાં NDPના સમર્થન આધાર ગુમાવવાને કારણે પાર્ટીએ રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પણ ગુમાવ્યો છે.

હું નિરાશ છું કે આપણે વધુ બેઠકો જીતી ન શક્યા: જગમીત સિંહ

સતત આઠ વર્ષ સુધી NDPના વડા રહેલા જગમીતે હાર સ્વીકારતા કહ્યું કે, 'હું નિરાશ છું કે આપણે વધુ બેઠકો જીતી ન શક્યા. પણ હું અમારી પ્રવૃત્તિઓને લઈને નિરાશ નથી. હું અમારા પક્ષ વિશે આશાવાદી છું. હું જાણું છું કે, અમે હંમેશા ડર કરતાં આશાને પસંદ કરીશું. 

'હું હંમેશા સંઘર્ષ કરતાં આશા પસંદ કરું છું'

તેમણે કહ્યું કે, પરંતુ અમને માત્ર ત્યારે જ હરાવી શકાશે કે, જ્યારે અમે એવા લોકો પર વિશ્વાસ કરીશું જેઓ કહે છે કે આપણે ક્યારેય સારા કેનેડાનું સ્વપ્ન નહીં જોઈ શકીએ. હું હંમેશા સંઘર્ષ કરતાં આશા પસંદ કરું છું. એનડીપીએ 343 બેઠકો પર ચૂંટણી લડી હતી. પાર્ટીએ છેલ્લી ચૂંટણીમાં 24 બેઠકો જીતી હતી. કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો માટે આને એક મોટા ઝટકો કહેવામાં આવી રહ્યો છે. 

કેનેડાની સાર્વભૌમત્વ સાથે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે: કાર્ની

તો બીજી બાજુ વડાપ્રધાન માર્ક કાર્નીની લિબરલ પાર્ટી ફરી એકવાર સરકાર બનાવવા જઈ રહી છે. પોતાના સમર્થકોને સંબોધતા કાર્નેએ કહ્યું કે, 'કેનેડાની સાર્વભૌમત્વ સાથે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. જ્યારે હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે બેસીશ ત્યારે આ બે સાર્વભૌમ રાષ્ટ્રો વચ્ચે ભવિષ્યના આર્થિક અને સુરક્ષા સંબંધો પર ચર્ચા કરશે.

આ પણ વાંચો: ચીન બાદ હવે આ દેશનો પાકિસ્તાન પ્રેમ છલકાયો, ભારતને પણ તણાવ ઘટાડવા અપીલ

કાર્નીએ વધુમાં કહ્યું કે, આપણે ઇતિહાસના એક મહત્ત્વપૂર્ણ  વળાંક પર છીએ. અમેરિકા સાથે અમારો જૂનો સંબંધ છે, જે ધીમે ધીમે વધતા એકીકરણ પર આધારિત હતો, હવે જૂના સંબંધો હવે પૂરા થઈ ગયા છે. યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા સ્થાપિત ખુલી વૈશ્વિક વેપાર પ્રણાલી જેના પર કેનેડા બીજા વિશ્વયુદ્ધથી આધાર રાખે છે. એ હવે પૂરું થયું. અમેરિકી વિશ્વાસઘાતના આઘાતમાંથી આપણે બહાર આવી ગયા છીએ, પરંતુ આપણે તેમાંથી મળેલા બોધપાઠને ભૂલવો ન જોઈએ.

તમને જણાવી દઈએ કે લિબરલ પાર્ટી 167 બેઠકો પર આગળ છે જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટી 145 બેઠકો પર આગળ છે. બ્લોક ક્વિબેકોઇસ પાર્ટી 23 બેઠકો પર, NDP 7 બેઠકો પર અને ગ્રીન પાર્ટી એક બેઠક પર આગળ છે.

Tags :