For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શું મહિલાઓ સોશિયલ મીડિયામાં ખુલ્લી છાતીવાળી તસ્વીરો પોસ્ટ કરી શકશે ? જાણો શું છે ફ્રિ ધ નિપ્પલ મુવમેન્ટ

વિશેષ પરીસ્થિતિ કે સ્તનપાન કરાવતી હોય તે જ માન્ય રહે છે

મહિલાઓ માટે ખુલ્લા સ્તનની તસ્વીરો મુકવા પર પ્રતિબંધ છે

Updated: Jan 25th, 2023

Article Content Image


ન્યૂયોર્ક, 25 જાન્યુઆરી,2023,બુધવાર 

સોશિયલ મીડિયા આજકાલ ખૂબજ પાવરફૂલ બની ગયું છે. તેની સાથે વાદ વિવાદ પણ રહેતા હોય છે. ફેસબુકની પેરન્ટ કંપની મેટાના બોર્ડ તેને વર્ષો જુના એક નિર્ણયને બદલવાનો નિર્ણય લીધો છે. અત્યાર એકાઉન્ટ પર મહિલાઓ માટે ખુલ્લા સ્તનની તસ્વીરો મુકવા પર પ્રતિબંધ હતો. આવી પોસ્ટને હટાવી દેવામાં આવી હતી પરંતુ હવે આમાં ફેરફાર થઇ શકે છે.

હાલમાં કોઇ મહિલા બાળકને સ્તનપાન કે દૂધ પીવડાવતી હોય કે પછી વિશેષ પરીસ્થિતિમાં હોય તેવી તસ્વીરોને માન્ય ગણવામાં આવતી હતી પરંતુ અમેરિકામાં કેટલીક મહિલાઓ ફ્રિ ધ નિપ્પલ મુવમેન્ટ ચલાવતી હતી જે હેઠળ વિરોધ કરવામાં આવતો હતો. મહિલાઓની દલીલ હતી કે જો પુરુષો આ પ્રકારની તસ્વીરો પોસ્ટ કરી શકતા હોયતો મહિલાઓ કેમ નહી ? મેટાના નિરીક્ષણ બોર્ડમાં શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનેતાઓ અને જર્નાલિસ્ટનો સમાવેશ થાય છે.

17 જાન્યુઆરીએ મેટાની ગાઇડલાઇન બદલવાની વાત થઇ હોવાનું જાણવા મળે છે પરંતુ નિર્ણય લેવાયો નથી. આ મામલો પેચિંદો છે. સુધારાવાદી અને ફ્રિડમમાં માનનારાને રાહત જયારે રુઢિચૂસ્ત યુઝર નારાજ થઇ શકે છે. સમગ્ર મામલો ટ્રાન્સ જેન્ડર વ્યકિતની પોસ્ટ હટાવવાથી ઉભો થયો હતો. આ અંગે સંચાલક બોર્ડનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેનું કહેવું હતું કે સર્જરી બાબતે લોકોમાં જાગૃતિ વધારવા માટે ટોપલેસ તસ્વીરો શેર કરી હતી.

એએફપીના એક અહેવાલ મુજબ આ મામલા પૂરતું કંપનીએ બોર્ડના નિયમોનું સ્વાગત કર્યુ હતું. આ તસ્વીરને પ્લેટફોર્મ પર ફરીથી પોસ્ટ કરવામાં આવી હતી અને આ હટાવવા જેવી ન હતી એનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આથી ફેસબુક,ઇન્સ્ટાગ્રામ પર આ પ્રકારની તસ્વીરોની મંજુરી મળી શકે છે. 

Gujarat