World

ભારત મુદ્દે અમેરિકામાં જ ટ્રમ્પનો વિરોધ: કેલિફોર્નિયાના ગવર્નરે PM મોદી, પુતિન અને જિનપિંગનો વીડિયો શેર કરી જુઓ શું કહ્યું

By GS TEAM
2 Sep 20252 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર ટેરિફ લાદવા અને દેશમાં નેશનલ ગાર્ડની તહેનાતીને લઈને ટીકાનો સામનો કરી રહ્યા છે. ટ્રમ્પે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી કરી છે. તેમણે કેલિફોર્નિયા અને વોશિંગ્ટન ડીસી સહિત કેટલાક શહેરોમાં નેશનલ ગાર્ડ તહેનાત કર્યા છે. આ વચ્ચે કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમે ટ્રમ્પ પર કટાક્ષ કર્યો છે. ગેવિને SCO સમિટ સાથે સંબંધિત એક વીડિયો શેર કર્યો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નજર આવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત મુદ્દે અમેરિકામાં જ ટ્રમ્પનો વિરોધ: કેલિફોર્નિયાના ગવર્નરે PM મોદી, પુતિન અને જિનપિંગનો વીડિયો શેર કરી જુઓ શું કહ્યું

SCO Summit: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર ટેરિફ લાદવા અને દેશમાં નેશનલ ગાર્ડની તહેનાતીને લઈને ટીકાનો સામનો કરી રહ્યા છે. ટ્રમ્પે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી કરી છે. તેમણે કેલિફોર્નિયા અને વોશિંગ્ટન ડીસી સહિત કેટલાક શહેરોમાં નેશનલ ગાર્ડ તહેનાત કર્યા છે. આ વચ્ચે કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમે ટ્રમ્પ પર કટાક્ષ કર્યો છે. ગેવિને SCO સમિટ સાથે સંબંધિત એક વીડિયો શેર કર્યો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નજર આવી રહ્યા છે. 

 કેલિફોર્નિયાના ગવર્નરે PM મોદી, પુતિન અને જિનપિંગનો વીડિયો શેર કર્યો

વાસ્તવમાં પીએમ મોદી રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે જોવા મળ્યા હતા. આ ત્રણેય વચ્ચે સારી વાતચીત થઈ. ટ્રમ્પ સાથે તણાવ વચ્ચે આ તસવીર અમેરિકા માટે ચેતવણીની જેમ હતી. કેલિફોર્નિયાના ગવર્નરે આ અંગે પ્રતિક્રિયા આપી. તેમણે X પર વીડિયો શેર કરતા લખ્યું કે, 'ડરવાની કોઈ વાત નથી, ટ્રમ્પ શિકાગોમાં નેશનલ ગાર્ડ મોકલી રહ્યા છે.'


ટ્રમ્પ વિરુદ્ધ પ્રદર્શન

ટ્રમ્પ પોતાની નીતિઓના કારણે ટીકાનો સામનો કરી રહ્યા છે. તેમણે કેટલાક શહેરોમાં હથિયારોથી સજ્જ નેશનલ ગાર્ડ તહેનાત કર્યા છે. આ સાથે તાજેતરમાં ઘણા શહેરોમાં ટ્રમ્પ વિરુદ્ધ પ્રદર્શનો પણ કરવામાં આવ્યા. ભારત પર લાદવામાં આવેલા ટેરિફના કારણે પણ ટ્રમ્પને ટીકાનો સામનો કરી ચૂક્યા છે. તેમણે ભારત પર વધારાનો 25% ટેરિફ લગાવ્યો છે.

આ પણ વાંચો: શું છે શી જિનપિંગની GGI ફોર્મ્યુલા? જેના કારણે અમેરિકાનું વધ્યું ટેન્શન, ભારત અને રશિયા રાજી

ગયા અઠવાડિયે ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યુરિટીએ જણાવ્યું હતું કે, 6 જૂનથી દેશના બીજા સૌથી મોટા શહેર લોસ એન્જલસમાં શરુ કરાયેલા અભિયાન હેઠળ 5,000 ઈમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી છે. વહીવટીતંત્ર લોસ એન્જલસમાં જાતિગત ભેદભાવ પર પ્રતિબંધ મૂકતાં કોર્ટના આદેશ પર પણ ન અટક્યું. તેણે આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ટ્રમ્પે આ જ મામલાને ધ્યાનમાં રાખીને નેશનલ ગાર્ડ તહેનાત કર્યા છે.