World

'આવવા દો તમારી સબમરીન, અમેરિકાની તુલનાએ અમે શક્તિશાળી', રશિયન સાંસદે ટ્રમ્પને આંખ બતાવી

By GS TEAM
2 Aug 20252 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પરમાણુ સબમરીન તૈનાત કરવાના આદેશ પર રશિયા તરફથી તીખી પ્રતિક્રિયા સામે આવી છે. રશિયન સંસદના નીચલા ગૃહ ડૂમાના એક વરિષ્ઠ સભ્ય વિક્ટર વોડોલાત્સ્કીએ કહ્યું કે, વિશ્વ મહાસાગરોમાં રશિયન પરમાણુ સબમરીનની સંખ્યા અમેરિકાની તુલનામાં ઘણી વધારે છે અને અમેરિકન સબમરીન પહેલાંથી જ રશિયન કંટ્રોલ રૂમની રડારમાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'આવવા દો તમારી સબમરીન, અમેરિકાની તુલનાએ અમે શક્તિશાળી', રશિયન સાંસદે ટ્રમ્પને આંખ બતાવી

US-Russia: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પરમાણુ સબમરીન તૈનાત કરવાના આદેશ પર રશિયા તરફથી તીખી પ્રતિક્રિયા સામે આવી છે. રશિયન સંસદના નીચલા ગૃહ ડૂમાના એક વરિષ્ઠ સભ્ય વિક્ટર વોડોલાત્સ્કીએ કહ્યું કે, વિશ્વ મહાસાગરોમાં રશિયન પરમાણુ સબમરીનની સંખ્યા અમેરિકાની તુલનામાં ઘણી વધારે છે અને અમેરિકન સબમરીન પહેલાંથી જ રશિયન કંટ્રોલ રૂમની રડારમાં છે. 

રશિયન સંઘ તરફથી વિશેષ પ્રતિક્રિયાની જરૂર નથીઃ વોડોલાત્સ્કી

વોડોલાત્સ્કીએ એક રશિયાની સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, 'અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે સબમરીનને યોગ્ય વિસ્તાર તરફ મોકલવાની વાત કહી, તે પહેલાથી જ અમારા નિયંત્રણમાં છે. તેથી રશિયન સંઘ તરફથી કોઈ પ્રકારની વિશેષ પ્રતિક્રિયાની જરૂર નથી.'

આ પણ વાંચોઃ અફઘાનિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠન IS-Kના વિસ્તરણથી અમેરિકા-યુરોપ સામે સંકટ, UN ચિંતિત

બે સબમરીન મોકલવાનો આદેશ આપ્યોઃ ટ્રમ્પ

ટ્રમ્પે શુક્રવારે (1 ઓગસ્ટ) પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, અમે બે અમેરિકન પરમાણુ સબમરીન એ વિસ્તારમાં મોકલવાનો આદેશ આપ્યો છે, જ્યાં ઉત્તેજક ગતિવિધિઓ વધી રહી છે.' ટ્રમ્પની આ પ્રતિક્રિયા રશિયાના પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ ત્રિમિત્રી મેદવેદેવના કથિત ભડકાઉ નિવેદન બાદ આવી છે. 

અમેરિકાની સબમરીન આવવા દો...

વોડોલાત્સ્કીએ પડકાર ફેંકતા હોય એ અંદાજમાં કહ્યું હતું કે, 'અમેરિકાની બે સબમરીનને આવવા દો, તે પહેલાથી જ અમારા નિશાના પર છે. હવે જરૂર છે કે, રશિયા અને અમેરિકા વચ્ચે એક મૌલિક સમજૂતી થાય, જેનાથી દુનિયાભરમાં ત્રીજા વિશ્વ યુદ્ધને લઈને અટકળો સમાપ્ત થઈ જાય.'

આ પણ વાંચોઃ કોણ છે મેદવેદેવ? જેમના નિવેદનથી ભડકેલા ટ્રમ્પે રશિયાની આસપાસ ન્યુક્લિયર સબમરીન ઉતારી દીધી

શેરબજાર પર થઈ અસર

નોંધનીય છે કે, ટ્રમ્પના આ નિવેદન બાદ રશિયાના શેર બજાર પર પણ ભારે અસર જોવા મળી હતી. મૉસ્કો એક્સચેન્જ ઇન્ડેક્સ શુક્રવારે સાંજે 8:01 વાગ્યા (ભારતીય સમયાનુસાર રાત્રે 10:31 વાગ્યે) સુધી 2,709.26 અંક (0.99%) ગબડી ગયું હતું. આ ઘટનાક્રમ વચ્ચે, રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોના નિવેદનનું સ્વાગત કર્યું. જેમાં તેમણે અમેરિકા અને રશિયા વચ્ચે પ્રત્યક્ષ અથડામણથી બચવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. 

લાવરોવે કહ્યું કે, 'જ્યારે યુરોપીયન દેશ યુક્રેનને નાટોમાં સામેલ કરવા અને રશિયા સાથે સંઘર્ષની તૈયારીમાં લાગેલો છે, ત્યારે અમેરિકન વિદેશ મંત્રીને જવાબદારી બતાવતા સ્પષ્ટ કર્યું કે, રશિયા અને અમેરિકા વચ્ચે સીધી સૈન્ય અથડામણ ન થવી જોઈએ. રશિયા આ વલણનું સમર્થન કરે છે અને અમે માનીએ છીએ કે, બંને દેશો વચ્ચે આ સમજ બનેલી છે.'