બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ જેયર બોલ્સોનારો કોરોના વાયરસ સંક્રમિત
બ્રાઝિલિયા, 7 જુન 2020 મંગળવાર
અત્યાર સુધી કોરોના વાયરસની ગંભીરતાને નકારી રહેલા, બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો કોરોના વાયરસ સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે, બોલ્સોનારો હમણા સુધી ભીડવાળા વિસ્તારમાં સમર્થકો સાથે ફરતા તેઓ સોસિયલ ડિસ્ટન્સિગનું પાલન પણ નહોતા કરતા, હવે દેશમાં કોરોનાને કારણે ગંભીર પરિસ્થિતિ બની છે, અને કેસ ઝ઼પથી વધી રહ્યા છે.
માર્ચ બાદ થયા ત્રણ ટેસ્ટ
રાષ્ટ્રપતિએ મંગળવારે કહ્યું છે કે તેમનો ચોથો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બોલ્સોનારોએ કહ્યું છે કે, 'હું ઠીક છું, સામાન્ય છું હું અહીં ફરવા ગયો હતો પણ તબીબી સલાહને કારણે જઇ શક્યો નહીં. અગાઉ, તેમણે કહ્યું હતું કે તેનું ટેસ્ટ કરવામાં આવ્યું છે અને એકસ-રેમાં તેના ફેફસાંમાં હોવાનું જાણવા મળ્યું છે. માર્ચમાં ફ્લોરિડામાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા બાદ 3 વખત ટેસ્ટ થયા તેમાં નેગેટીવ હોવાનું જણાયું હતું.
અમેરિકા પછી બ્રાઝિલની ખરાબ પરિસ્થિતિ
બ્રાઝિલમાં અત્યાર સુધીમાં 16 લાખ 28 હજાર 283 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે, જે અમેરિકા પછી દુનિયામાં સૌથી વધુ છે. તો, દેશમાં 65,631 લોકો મૃત્યુ પામ્યા છે. અમેરિકા પછી પણ આ સંખ્યા વિશ્વમાં સૌથી વધુ છે. શરૂઆતથી કોરોના વાયરસના રોગચાળા અંગે ગંભીરતા ન દર્શાવવા માટે બોલ્સોનારો ટીકાકારોની ટીકાનો ભોગ બની રહ્યા છે.