Get The App

બ્રાઝિલમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સૌથી મોટું ઓપરેશન: હેલિકોપ્ટરથી હુમલો, 64ના મોત

Updated: Oct 29th, 2025

GS TEAM

Google News
Google News
બ્રાઝિલમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સૌથી મોટું ઓપરેશન: હેલિકોપ્ટરથી હુમલો, 64ના મોત 1 - image


Brazil Police Raid News: બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ડ્રગ માફિયા 'રેડ કમાન્ડો' વિરુદ્ધ પોલીસે દેશના ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન શરૂ કર્યું છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસ હેલિકોપ્ટરથી બોમ્બમારો કરી રહી છે, જ્યારે માફિયાઓ ડ્રોનથી બોમ્બ વરસાવીને હુમલો કરી રહ્યા છે. 'ડ્રગ લોર્ડ્સ' (માફિયા નેટવર્કના મુખ્ય સૂત્રધાર) અને પોલીસ વચ્ચે ભારે ગોળીબાર થયો છે. અત્યાર સુધીમાં આ ઓપરેશનમાં કુલ 64 લોકોનાં મોત થયા છે, જેમાં પોલીસની ગોળીથી માર્યા ગયેલા 60 ડ્રગ તસ્કરો અને શહીદ થયેલા ચાર પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.

યુદ્ધ જેવી સ્થિતિ: ‘રેડ કમાન્ડો’ પર પોલીસનો સકંજો

બ્રાઝિલ પોલીસનું ઓપરેશન રિયો ડી જાનેરોમાં ચાલી રહ્યું છે, જ્યાં યુદ્ધ જેવી સ્થિતિ છે. આ શહેર લાંબા સમયથી Comando Vermelho (CV) (જેને રેડ કમાન્ડો પણ કહેવાય છે) અને Terceiro Comando Puro (TCP) જેવા 'ડ્રગ લોર્ડ્સ'ના નિયંત્રણમાં છે. ડ્રગ તસ્કરીનું સિન્ડિકેટ ચલાવતી આ ગેંગ ગેરકાયદેસર હથિયારો, જમીન પર કબજો અને સ્થાનિક લોકો પાસેથી સુરક્ષા ટેક્સ પણ વસૂલે છે. ઓક્ટોબર 2025ના અંતમાં રિયોના મેયર અને રાજ્ય સરકારે આ હેતુથી ઓપરેશન રિયો પેસિફિકાડો (Operation Rio Pacificado) નામનું એક અભિયાન શરૂ કર્યું છે.

2,500 સુરક્ષાકર્મી, હેલિકોપ્ટર અને બખ્તરબંધ વાહનો

ગવર્નર ક્લાઉડિયો કાસ્ટ્રોએ વીડિયો નિવેદનમાં જણાવ્યું કે, પોલીસ ઓપરેશનમાં 60 ગુનેગારોને 'ન્યૂટ્રલાઈઝ' કરવામાં આવ્યા છે. આ મોટા પાયેના અભિયાનમાં લગભગ 2,500 પોલીસકર્મીઓ અને સૈન્યકર્મીઓ સામેલ હતા, જેનો મુખ્ય ઉદ્દેશ 'Comando Vermelho' (લાલ કમાન્ડો) ડ્રગ ગેંગને નિશાન બનાવવાનો હતો, જે રિયોના ગરીબ વિસ્તારોમાં સક્રિય છે.

પોલીસે હેલિકોપ્ટરો અને બખ્તરબંધ વાહનો સાથે દરોડા પાડ્યા, જેમાં ભારે ગોળીબાર થયો અને આગ લાગવાની ઘટનાઓ પણ બની. પોલીસે 250થી વધુ તપાસ વોરંટ જાહેર કર્યા અને 81 શંકાસ્પદોની ધરપકડ કરી. માફિયાના 60 સભ્યો માર્યા ગયા અને 4 પોલીસકર્મીઓના મોત થયા. પોલીસે 75થી વધુ રાઇફલો, 200 કિલો કોકેન, રોકડ અને અન્ય હથિયારો જપ્ત કર્યા છે. પોલીસ ડ્રગ માફિયાના સંપૂર્ણ વિનાશના મિશન પર છે.

ડ્રોન હુમલા, રસ્તા બંધ અને ખૌફનો માહોલ

ગેંગના સભ્યોએ પોલીસ પર ડ્રોનથી હુમલા કરીને પ્રતિક્રિયા આપી. તેમણે રસ્તાઓ બંધ કર્યા અને 50થી વધુ બસો પર કબજો કરીને માર્ગો અવરોધ્યા હતા. રિયોની શેરીઓમાં યુદ્ધ જેવું દ્રશ્ય સર્જાયું, જ્યાં ગુંડાઓની લાશો પડેલી મળી આવી. ખૌફ અને દહેશતના માહોલને કારણે આસપાસની શાળાઓ અને યુનિવર્સિટીઓ બંધ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: અફઘાનિસ્તાન સાથે સમાધાન ન થતાં પાકિસ્તાન બેબાકળું, ભારત પર લગાવ્યા ગંભીર આરોપ

રેડ કમાન્ડોનો ભૂતકાળ

'Comando Vermelho' (રેડ કમાન્ડો) બ્રાઝિલની સૌથી જૂની અને પ્રભાવશાળી માફિયા ગેંગ છે, જેની સ્થાપના 1970ના દાયકામાં જેલમાં રાજકીય કેદીઓના સમૂહ તરીકે થઈ હતી અને હવે તે આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કરી નેટવર્ક બની ગયું છે. માફિયાના વિસ્તરણને રોકવા માટે આ અભિયાન એક વર્ષથી વધુ સમયથી આયોજિત કરાયું હતું.

UN ઇવેન્ટ્સ (COP30ની પ્રી-ઇવેન્ટ્સ, જેમ કે C40 ગ્લોબલ મેયર્સ સમિટ અને અર્થશૉટ પ્રાઇઝ - જે નવેમ્બરના પહેલા સપ્તાહમાં યોજાવાની છે) પહેલા શહેરની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે રિયો ડી જેનીરોમાં ડ્રગ માફિયા વિરુદ્ધ આ મોટી અને સખત કાર્યવાહી જરૂરી માનવામાં આવી છે, કારણ કે માફિયાના વધતા પ્રભાવને કારણે અગાઉથી જ ચિંતા હતી.

બ્રાઝિલમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સૌથી મોટું ઓપરેશન: હેલિકોપ્ટરથી હુમલો, 64ના મોત 2 - image

Tags :