World

સીરિયામાં જુમ્માની નમાઝ સમયે મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 18 ઘાયલ

By GS TEAM
26 Dec 20252 mins read
TukuTouch Logo
શુક્રવારે સીરિયાના હોમ્સ શહેરમાં અલાવી અલ્પસંખ્યક સમાજની એક મસ્જિદની અંદર બોમ્બ બ્લાસ્ટ થયો છે. જેમાં 8 લોકોના મોત તો 18 લોકો ઘાયલ થયા છે. સીરિયન ન્યૂઝ એજન્સીના એક રિપોર્ટના દાવા પ્રમાણે આ ધડાકો મધ્ય સીરિયાના હોમ્સ શહેરમાં આવેલા વાદી અલ ધહાબ વિસ્તારમાં આવેલી ઈમામ અલી ઈબ્ર અબી તાલિબ મસ્જિદની અંદર થયો છે. પહેલા જૂનની શરૂઆતમાં દમાસ્કસમાં એક ચર્ચમાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 25 લોકો માર્યા ગયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

સીરિયામાં જુમ્માની નમાઝ સમયે મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 18 ઘાયલ

Syria Bomb Blast: શુક્રવારે સીરિયાના હોમ્સ શહેરમાં અલાવી અલ્પસંખ્યક સમાજની એક મસ્જિદની અંદર બોમ્બ બ્લાસ્ટ થયો છે. જેમાં 8 લોકોના મોત તો 18 લોકો ઘાયલ થયા છે. સીરિયન ન્યૂઝ એજન્સીના એક રિપોર્ટના દાવા પ્રમાણે આ ધડાકો મધ્ય સીરિયાના હોમ્સ શહેરમાં આવેલા વાદી અલ ધહાબ વિસ્તારમાં આવેલી ઈમામ અલી ઈબ્ર અબી તાલિબ મસ્જિદની અંદર થયો છે. પહેલા જૂનની શરૂઆતમાં દમાસ્કસમાં એક ચર્ચમાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 25 લોકો માર્યા ગયા હતા.

ઘાયલોમાં છરાના નિશાન અને ફ્રેકચર

હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું છે કે પ્રાર્થના હોલની અંદર એક જબરદસ્ત વિસ્ફોટ થયો, જેના કારણે છત અને દીવાલ આંશિક રીતે તૂટી પડી, ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમોએ ત્રણ પુરુષોના મૃતદેહોને શોધી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. બીજી તરફ આ બ્લાસ્ટમાં 18 લોકો ઘાયલ થયા છે જેમાં મહિલા અને બાળકો પણ છે. સૂત્ર મુજબ છરાના નિશાન, ફ્રેકચર, અને આગના કારણે દાઝ્યા હોય તેવા ઘાયલો સારવાર લઈ રહ્યા છે.


આતંકીવાદી કૃત્ય: સીરિયાનું ગૃહ મંત્રાલય

ન્યૂઝ એજન્સી AFP રિપોર્ટ પ્રમાણે સીરિયાના ગૃહ મંત્રાલયે આ ઘટનાને આતંકીવાદી કૃત્ય ગણાવ્યું છે. અને કહ્યું છે કે શુક્રવારની નમાઝ દરમિયાન મસ્જિદને ટાર્ગેટ કરવામાં આવી છે. હાલ સીરિયાઈ અધિકારીએ ઘોષણા કરી છે કે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સુરક્ષા દળોએ બ્લાસ્ટ આસપાસના વિસ્તારને ઘેરી લીધો છે સધન ચેકિંગ શરૂ કરી દેવાયું છે.

આતંકવાદ સામે લડવા સીરિયાનું મજબૂત વલણ

બોમ્બ બ્લાસ્ટ અંગે સીરિયાઈ વિદેશ મંત્રાલયએ કહ્યું છે કે ' આ એક કાયર અને ગુનાહિત કૃત્ય માનવ અને નૈતિક મૂલ્યો પર હુમલો છે. આ સુરક્ષા અને સ્થિરતાને નબળું કરવા માટે સીરિયાઈ લોકો વચ્ચે અરાજકતા ફેલાવવાની કોશિશ છે, સીરિયા હંમેશા આતંકવાદના તમામ રૂપો સામે લડવા મજબૂત વલણ રાખશે. સરકાર એ વાત પર જોર આપે છે કે આવા હુમલા સુરક્ષાને મજબૂત કરવા, નાગરિકોની રક્ષા કરવા અને ગુનાહિત કૃત્યમાં સામેલ લોકો સામે કડક પગલાં લેતા રોકી નહીં શકે.

આ પણ વાંચો: 'પરમાણુ શસ્ત્રો સાથેની લશ્કરી ટોળી' બુશ સાથેની મંત્રણામાં પુતિને પાક. માટે કહ્યું

અલ જઝીરાના અહેવાલ મુજબ આ મસ્જિદ મુસ્લિમના અલાવી સંપ્રદાય સાથે જોડાયેલી છે, જે સીરિયાની મુસ્લિમ વસ્તીમાં એક લઘુમતી સમાજ છે. આ હુમલો વર્તમાન રાષ્ટ્રપતિ અહેમદ અલ-શરાના નેતૃત્વ હેઠળના સીરિયન બળવાખોર દળોએ દમાસ્કસ પર કબજો કર્યો હતો જેના એક વર્ષ પછી થયો છે. શરાએ બશર અલ-અસદને પદભ્રષ્ટ કરી સત્તામાંથી દૂર કરી દીધા હતા. જે અલાવી સમાજના હતા. પાછળના વર્ષે પોતાની સરકાર પડ્યા બાદ રશિયા ભાગી ગયા હતા.