Get The App

'પરમાણુ શસ્ત્રો સાથેની લશ્કરી ટોળી' બુશ સાથેની મંત્રણામાં પુતિને પાક. માટે કહ્યું

Updated: Dec 26th, 2025

GS TEAM

Google News
Google News
'પરમાણુ શસ્ત્રો સાથેની લશ્કરી ટોળી' બુશ સાથેની મંત્રણામાં પુતિને પાક. માટે કહ્યું 1 - image

- ડી-ક્લાસિફાઇડ નેશનલ સિક્યુરિટી આર્કાઈવ્ઝનો વિસ્ફોટ

- સ્લોવાનિયામાં 16 જૂન 2001ના દિને બ્રનો કેસલમાં મંત્રણા દરમિયાન પુતિને બુશને કહ્યું : 'પાકિસ્તાન પાસે પરમાણુ શસ્ત્રો છે, લોકશાહી નથી'

વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ જ્યોર્જ બુશ સાથેની મંત્રણામાં રશિયાના પ્રમુખ પુતિને પરમાણુ શસ્ત્રો ધરાવતા પાકિસ્તાન અંગે ચિંતા વ્યકત કરતાં તે સમયની પાકિસ્તાનની મુશર્રફ સરકારને પરમાણુ શસ્ત્રો સાથેની લશ્કરી ટોળકી કહી હતી.

અમેરિકાનાં નેશનલ સિકયુરીટી આર્કાઇવ્ઝને ૨૫ વર્ષ પછી ડી-ક્લાસિફાઇડ કરાઈ તેમાં આ માહિતી મળી આવી છે. આ ડી-ક્વોલિફિકેશન એક કાનુની કેસમાં કોર્ટે આપેલી પરવાનગી પછી, આ માહિતી બહાર પડી છે.

૧૬ જુન, ૨૦૦૧ના દિને પ્રમુખ પુતિન અને બુશ વચ્ચે સ્લોવાનિયાના બ્રનો કેસમાં એક-થી-એક મંત્રણા થઈ હતી. તે દરમિયાન, બંને નેતાઓ વચ્ચે પરમાણુ-અપ્રસાર સંધિ, ઇરાન, ઉત્તર કોરિયા અને નાટોના વિસ્તરીકરણ અંગે પણ ચર્ચા થઈ રહી હતી. બંને નેતાઓ વચ્ચેની વાતચીતમાં પુતિને બુશને કહ્યું, પાકિસ્તાન પાસે પરમાણુ શસ્ત્રો છે, પરંતુ લોકશાહી નથી. પશ્ચિમને તે અંગે કોઈ ચિંતા જ નથી.

જો કે, આ મંત્રણા દરમિયાન, બુશે પુતિનને કહ્યું હતું કે, અમેરિકા રશિયાને ભીતિ સમાન માનતું નથી. તેના ઉત્તરમાં પુતિને કહ્યું કે, રશિયા પણ અમેરિકાને ભીતિ સમાન કદીએ માનતું ન હતું, માનતું પણ નથી.

બુશે કહ્યું, અમેરિકા-રશિયા વચ્ચે સંઘર્ષ થાય તેમ મને લાગતું નથી. પુતિને પણ તેનો સકારાત્મક પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે, શીત-યુદ્ધના સમયની બંનેની પરસ્પર પ્રત્યેની આશંકાઓ ધીમે ધીમે દૂર થઈ રહી છે. પરંતુ તમોએ ચીન વિષે જે કહ્યું હતું, તે અંગે અમે વિચારી રહ્યા છીએ. છેવટે મંત્રણાના લગભગ અંત સમયે પુતિને પાકિસ્તાન માટેનું તેમનું મંતવ્ય દોહરાવતા કહ્યું, ત્યાં પરમાણુ શસ્ત્રો સાથેની લશ્કરી ટોળકી જ રાજ કરે છે.