Get The App

અમદાવાદમાં ક્રેશ થયેલા બોઈંગ 787ના વધુ એક વિમાનમાં સર્જાઈ ખામી, May Day કોલ આપ્યો

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં ક્રેશ થયેલા બોઈંગ 787ના વધુ એક વિમાનમાં સર્જાઈ ખામી, May Day કોલ આપ્યો 1 - image


Boeing 787-8 Dreamliner Flight Engine Fail: અમદાવાદ પ્લેન ક્રેશ બાદ બોઇંગના અનેક વિમાનોમાં ખામી જોવા મળી છે. છેલ્લા કેટલાક મહિનામાં બોઇંગના વિમાનોના ઈમરજન્સી લેન્ડિંગ, એન્જિનમાં ખામી સહિતની સમસ્યાઓ ચર્ચાનો વિષય બની છે. અમદાવાદમાં ક્રેશ થયેલું બોઇંગનું 787-8 ડ્રીમલાઇનરનું અન્ય એક મોડલ અમેરિકામાં પણ ક્રેશ થતાં થતાં બચી ગયું છે. 

મ્યુનિક સ્થિત યુનાઇટેડ એરલાઇન્સની બોઇંગ 787-8 ડ્રિમલાઇનર ફ્લાઇટ UA108 25 જુલાઈએ શુક્રવારે ટેકઓફ થયા બાદ ટૂંક સમયમાં જ વોશિંગ્ટન ડલાસ ઍરપોર્ટ પર પરત ફરવું પડ્યું હતું. જેમાં એન્જિન ફેઈલ થતાં પાયલટે MAYDAY કોલ આપતાં પેસેન્જર્સમાં ખળભળાટ મચ્યો હતો. મ્યુનિક જઈ રહેલી આ ફ્લાઇટ હવામાં 5000 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા બાદ તેના એન્જિનમાં ખામી સર્જાઈ હતી. જેના લીધે ક્રૂએ ઈમરજન્સી જાહેરાત કરી હતી. એર ટ્રાફિક કંટ્રોલર્સને ઘટનાની જાણકારી આપ્યા બાદ પાયલટે  MAYDAY કોલ આપ્યો હતો. જો કે, ફ્લાઇટનું સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

આ પણ વાંચોઃ રશિયામાં શક્તિશાળી ભૂકંપ બાદ 5 મીટરથી ઊંચી સુનામીની લહેરો, અમેરિકા-જાપાન પણ એલર્ટ

દુર્ઘટના ટાળવા ફ્યુલ ખાલી કરવા અપાયો આદેશ 

મીડિયા રિપોર્ટ અનુસાર, ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવા પાયલટે સમય સૂચકતા વાપરી ફ્યુલ ખાલી કરવા વોશિંગ્ટનના ઉત્તર-પશ્ચિમમાં જ અનેક ચક્કરો લગાવ્યા હતા. પ્લેનનું વજન મેનેજ કરવા પાયલટે 6000 ફૂટની ઊંચાઈએ હવામાં પ્લેન રાખ્યું હતું. એર ટ્રાફિક કંટ્રોલર્સ એરક્રાફ્ટને સતત સૂચનો આપી રહ્યા હતા. તેમજ સુરક્ષિતપણે ફ્યુલનું ડમ્પિંગ કરવા મંજૂરી આપી હતી. ફ્યુલ ખાલી કરવા હવામાં જ ચક્કર લગાવવા તેમજ હોલ્ડ કરવા આદેશ આપ્યો હતો. ફ્યુલ ડમ્પિંગ પૂર્ણ થયા બાદ પ્લેન સુરક્ષિતપણે વોશિંગ્ટન ડલાસ ઍરપોર્ટ પર પરત ફર્યું હતું. 

ઈમરજન્સી લેન્ડિંગ

ફ્યુલ ડમ્પ થયા બાદ બંને પાયલટે ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રનવે 19 સેન્ટર પર ઈમરજન્સી લેન્ડિંગની મંજૂરી માગી હતી. સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ એન્જિન  ફેઇલ થઈ જતાં પ્લેન હલન-ચલન કરી શકતું ન હતું. પેસેન્જર્સને સુરક્ષિત ઉતાર્યા બાદ તેને રનવે પર ટો કરીને લઈ જવામાં આવ્યું હતું.

અમદાવાદમાં ક્રેશ થયેલા બોઈંગ 787ના વધુ એક વિમાનમાં સર્જાઈ ખામી, May Day કોલ આપ્યો 2 - image

Tags :