World

મોટી ડિફેન્સ ડીલ ! ભારત-બ્રિટન બનાવશે ફાઈટર જેટનું એન્જિન, ભારતીય સેનાની આકાશમાં વધશે તાકાત

By GS Team
14 Aug 20262 mins read
TukuTouch Logo
ભારતના AMCA પ્રોગ્રામ હેઠળ સ્વદેશી ફાઇટર જેટ એન્જિન બનવાના સારા સમાચાર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બ્રિટનની રોલ્સ-રોયસે ભારતમાં કોમ્બેટ એરક્રાફ્ટ એન્જિન બનાવવા માટે ભાગીદારી કરી છે. બંને કંપનીઓ મળીને એન્જિનની ડિઝાઇન, ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતા ભારતમાં વિકસાવશે. આનાથી ભારતની વિદેશી નિર્ભરતા ઘટશે અને "વ્યૂહાત્મક આત્મનિર્ભરતા" મજબૂત બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોટી ડિફેન્સ ડીલ ! ભારત-બ્રિટન બનાવશે ફાઈટર જેટનું એન્જિન, ભારતીય સેનાની આકાશમાં વધશે તાકાત

Reliance Rolls Royce Partner To Manufacture: ભારતના એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પ્રોગ્રામ સાથે જોડાયેલા એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. દેશને ટૂંક સમયમાં સ્વદેશી ફાઇટર જેટ એન્જિન મળી શકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બ્રિટનની રોલ્સ-રોયસે ભારતમાં સ્વદેશી કોમ્બેટ એરક્રાફ્ટ એન્જિન બનાવવા માટે ભાગીદારીની જાહેરાત કરી છે. રોલ્સ-રોયસને મોટાભાગના લોકો કાર માટે ઓળખે છે, પરંતુ બ્રિટનની આ દિગ્ગજ કંપની એરક્રાફ્ટના એન્જિન પણ બનાવે છે. બંને કંપનીઓ મળીને એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટના એન્જિનના ડિઝાઇન, ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ સહિતની ક્ષમતાઓને દેશમાં વિકસાવવા પર કામ કરશે.

આ ભાગીદારી હેઠળ બંને કંપનીઓ ભારતમાં એરોસ્પેસ ગેસ ટર્બાઇન કોમ્પ્લેક્સ બનાવવાની શક્યતાઓ ચકાસશે. તેને દેશમાં પાવર અને પ્રોપલ્શન ટેકનોલોજી માટે સેન્ટર ઓફ એક્સીલન્સ તરીકે વિકસાવવાની તૈયારી છે.

શા માટે મહત્વની છે આ ભાગીદારી?

AMCA એ ભારતનો આગામી પેઢીનો સ્વદેશી ફાઇટર જેટ પ્રોગ્રામ છે. તેનો મુખ્ય હેતુ ભારતીય વાયુસેના માટે એક એડવાન્સ્ડ સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ તૈયાર કરવાનો છે. કોઈપણ ફાઇટર જેટ માટે સૌથી મહત્વપૂર્ણ ટેકનોલોજી તેનું એરો-એન્જિન હોય છે, અને ભારત સામે અત્યારે સૌથી મોટો પડકાર એન્જિન બનાવવાનો છે. રિલાયન્સ અને રોલ્સ-રોયસની આ ભાગીદારીનો મુખ્ય ધ્યાન આ ટેકનોલોજી ભારતમાં વિકસાવવા અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતા ઊભી કરવા પર રહેશે. આનાથી ભારતને ફાઇટર જેટ એન્જિન માટે વિદેશી ટેકનોલોજી અને સપ્લાય પરની નિર્ભરતા ઘટાડવામાં મોટી મદદ મળશે.

'ટેકનોલોજીમાં વ્યૂહાત્મક આત્મનિર્ભરતા'

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ જણાવ્યું કે, 'વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ટેકનોલોજીમાં સ્વાયત્તતા મેળવવી ભારતની વ્યૂહાત્મક આત્મનિર્ભરતા માટે અત્યંત જરૂરી છે. અમારો પ્રયાસ રોલ્સ-રોયસની એડવાન્સ્ડ પ્રોપલ્શન ટેકનોલોજી અને રિલાયન્સની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા સાથે ભારતમાં સ્વદેશી એરો-એન્જિન ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો છે.'