વૈશ્વિક ધરપકડથી બચવા નેતન્યાહૂએ ગજબનો રસ્તો કાઢ્યો, UNGAમાં ભાગ લેવા ન્યૂયોર્ક પહોંચ્યા
Benjamin Netanyahu in UNGA : ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વૈશ્વિક ધરપકડથી બચવા માટે ગજબનો રસ્તો કાઢ્યો છે. આજે તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં ભાગ લેવા માટે ન્યૂયોર્ક પહોંચ્યા છે. ફ્લાઈટ ટ્રેકર મુજબ, ન્યૂયોર્ક પહોંચવા માટે તેમણે અનેક દેશોમાંથી વિમાન પસાર ન થાય, તેનું ખાસ ધ્યાન રાખ્યું છે.
નેતન્યાહૂએ ICCના વોરંટ ઈશ્યૂના કારણે હવાઈ માર્ગ બદલ્યો?
વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય અપરાધિક ન્યાયાલયે (ICC) ગાઝા યુદ્ધમાં ઈઝરાયલે કરેલા અપરાધો મામલે મે-2024માં નેતન્યાહૂ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યૂ કર્યું હતું. તેથી માનવામાં આવી રહ્યું છે કે, તેમણે ન્યૂયોર્ક પહોંચવા માટે ઈટાલી અને ગ્રીસ સિવાયના ઘણા દેશોની હવાઈ સીમામાંથી પસાર થવાનું ટાળ્યું હતું.
ગાઝામાં કથિત યુદ્ધ અપરાધનો આરોપ
નેતન્યાહુ પર ગાઝામાં કથિત યુદ્ધ અપરાધો માટે આઈસીસી દ્વારા ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. તેમના પર આરોપ છે કે, તેમના શાસનકાળ દરમિયાન ઈઝરાયેલી સેનાએ ગાઝામાં માનવતા વિરુદ્ધના અપરાધો કર્યા છે, જેના કારણે હજારો નિર્દોષોના મોત થયા છે.
...તો નેતન્યાહૂની ધરપકડ કરીશું, ઘણા દેશોની ચેતવણી
ઘણા દેશોએ ચેતવણી આપી છે કે, જો નેતન્યાહુ તેમના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરશે તો વોરંટ મુજબ તેમની ધરપકડ કરવામાં આવશે. નેતન્યાહુનું વિમાન કથિત રીતે સ્પેનિશ હવાઈ ક્ષેત્રથી પણ બચતું જોવા મળ્યું હતું, કારણ કે સ્પેને આઈસીસીને સમર્થન આપ્યું છે.
અમેરિકા જતા પહેલા નેતન્યાહૂ શું બોલ્યા?
અમેરિકા જતા પહેલાં નેતન્યાહુએ કહ્યું કે, તેઓ યુએનજીએમાં પેલેસ્ટાઈન રાજ્યને સમર્થન આપનારા નેતાઓની નિંદા કરશે અને ઇઝરાયેલના નાગરિકો, IDF સૈનિકો અને આપણા દેશના નાગરિકો વિશે સત્ય બોલશે.
આ પણ વાંચો : ‘અમે ભારતને સજા આપવા નથી માંગતા, પણ આ એક શરત માનવી પડશે’, અમેરિકાનું મોટું નિવેદન